________________
| સામાજિક બન્ધને. ચલાવે, એ એક વિચારણીય પશ્ન છે. જે સમાજમાં આ છુટ નથી, અર્થાત્ પોતાના ધર્મમાં દાખલ થનાર–પિતાના ધર્મના તમામ આચારને શુદ્ધ રીતે પાલન કરનાર કોઈપણ માણસની સાથે, ભગવાન મહાવીરના અસલ સિદ્ધાન્તો પ્રમાણે, જેન ધર્મની ઉદારતાભરી નીતિ પ્રમાણે, જે વ્યવહારિક તમામ છૂટ ન આપવામાં આવે તો પછી તે જૈન ધર્મમાં આવીને પોતાને વ્યવહાર જ કેમ ચલાવી શકે ?
પ્રારંભમાં આપેલા આંકડાઓમાં જે જે કોમેએ પ્રગતિ કરી છે–પિતાના ધર્માનુયાયિઓની સંખ્યા વધારી છે, એ આ ઉદારતાના પરિણામે છે, એ કઈ પણ શોધક જોયા સિવાય નહિં રહી શકે. જેને-સામાજિક નિયમમાં જે આ ઉદાત્ત તત્વ દાખલ કરે તો મારી ખાતરી છે કે-બીજી કે ઈપણ કેમની હરિફાઈમાં જેને આગળ વધી આવે.
આ પ્રમાણે ઉદાત્ત તત્ત્વ દાખલ કરવામાં અથવા બીજા શબ્દોમાં કહીએ તે, કઈપણ દેશ કે કઈપણ જાતિના માણસને જેનધર્મમાં દાખલ કરી તેની સાથે તમામ પ્રકારની છૂટ કરવામાં ધર્મના સિદ્ધાંતોને-નિયમોને પણ કોઈ પણ જતને બાધ આવતું નથી. જેનધર્મ તે પિકાર કરીને હે છે કે
अन्नन्नदेशजाया अन्नन्नाहारवढिढयसरीरा जिनसासणं पवना सव्वे ते बन्धवा भणिआ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com