________________
સામાજિક બંધનો: ૧૯૦૧ ની મર્દમશુમારી પછીના બે દસકાઓમાં આર્યસમાજીઓ પોણાચાર લાખ વધ્યા. બૌદ્ધો લગભગ એકવીસ લાખ વધ્યા, મુસલમાનો પણ ત્રેસઠ લાખ વધ્યા. અને કિશ્ચીયન અઢાર લાખ ઉપર વધ્યા. ખરી રીતે ઉપરના આંકડાઓ જતાં લગભગ બધાએ ધર્મવાળાઓની સંખ્યા થાડી યા ઘણી ૧૯૦૧ પછીના વીસ વર્ષોમાં વધેલી જ જોવાય છે. જ્યારે એકજ કમનસીબ જનકેમ છે કે–જેની સંખ્યા ૧૦૧ પછીનાં વીસ વર્ષોમાં–માત્ર બે જ દસકાઓમાં ન કલ્પી શકાય તેટલી ઘટી છે. દેટલાખ કરતાં વધારે સંખ્યા ઘટી છે.
જે સમાજ પ્રતિવર્ષ હજારે બ૯ લાખો રૂપિયા ઉજમણ, ઉપધાન, સંઘ અને સાધર્મિ વાત્સલ્યાદિ ધર્મભાવનાનાં કાર્યોમાં ખરચે, તે કોમની સંખ્યા પ્રતિવર્ષ ઘટતી જ રહે, અને બબે દસકાઓમાં “લાખના હિસાબે સંખ્યા ઘટે, એ ખરેખર કમનસીબી નહિ તો બીજું શું કહી શકાય? આવી રીતે સંખ્યા ઘટતી જ રહે, તે ચોક્કસ વર્ષોમાં તેનું શું પરિણામ આવે, એ સમજાવવાની જરૂર છે ખરી ? શું ધૂમધામમાં રાચી–માચી રહેનારા શાસનધારીઓ કઈ દિવસ આ પ્રશ્નનો વિચાર કરે છે ખરા? આટલી આટલી ધામધુમે–આટલી આટલી સખાવતો અને આટલા આટલા ઉપદેશક-ત્યાગી ઉપદેશક વિચારવા છતાં જેનસમાજની–જેન ધર્માનુયાયીઓની સંખ્યા નથી વધતી, બલ્ક દિનપ્રતિદિન ઘટી રહી છે એનાં કારણે શેધવાની કઈ તકલીફ ઉઠાવે છે કે? અથવા જે જે કેમ આગળ વધી રહી છે, એ કેમે–એ સમાજે જ્યાં સાધન દ્વારા પોતાના અનુયાયિઓ વધારી રહી છે એ સાધને ઉપર કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com