________________
શુ જૈન સૂત્રામાં માંસાહારનુ વિધાન છે?
એક વાત ખાસ કરીને ધ્યાનમાં રાખવાની છે અને તે એ કે–ચાહે હિંદુ ધર્મના વેઢા કહેા કે ચાહે ઐાદ્ધોના પિટક ગ્રંથ! કહેા, અને ચાહે જૈનેનાં આગમ કહેા દરેકના મૂળ અભ્યાસ કરતી વખતે ટીકાઓના આશ્રય લીધા સિવાય કાઇને પણ ચાલી શકે તેમ નથી. જે વસ્તુઓનું મૂળ હજારો વર્ષ ઉપર ઉત્પન્ન થયું છે, એ વસ્તુઓના મૂળ શબ્દાને અત્યારના પ્રચલિત શબ્દાની સાથે ઘટાવીને અર્થ કરવામાં ાટે ભાગે ભૂલજ થવાના પ્રસંગ રહે છે અને અર્થના અનર્થ થવાના જ સભવ છે.
આ સિવાય એક બીજી ખાખત પણ ધ્યાનમાં લેવાની છે. અતિ પ્રાચીન મૂળ ગ્રંથામાં-દાખલા તરીકે જૈન આગમેામાં–એક જ પ્રકારનાં સૂત્રેાની ગુંથણી નથી હાતી. કેટલુંક વર્ણન ભય સૂચક કે વૈરાગ્ય સૂચક હાય છે, જ્યારે કેટલુંક વર્ણન માત્ર વર્ણનાત્મક જ હેાય છે. આગમના અભ્યાસિયેા, જ્યાં સુધી ગુરૂ ગમતાપૂર્વક-કાઈ ગીતાર્થ ગુરૂ પાસે એવા અભ્યાસ ન કરે, ત્યાં સુધી તે સૂત્રાના રહસ્યને ન સમજી શકે, એ બનવા જોગ જ છે. આગમનુ એ વચન છે કે—
गुरुमईआहिणा सव्वे सुत्तथा ।
ગુરૂ મતિને આધીન સર્વ સૂત્રાર્થ છે.
માત્ર વ્યાકરણના નિયમેાને જાણી લીધા, એટલા માત્રથી સૂત્રાનાં રહસ્ય પ્રાપ્ત કરી લીધાં, એ માનવું ભૂલ ભરેલુ
૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com