________________
શુ જેન સૂત્રમાં માંસાહારનું વિધાન છે ? આપણે, તેમણે આપેલા પાઠ ઉપર વિચાર કરીએ તે પહેલાં, એક વાત વિચારી લેવી ઘટે છે.
* અહિંસા ? “ દયા ” કે “ માંસાહારનિધિ” ના સંબંધમાં જૈન સમાજ, જૈન ધર્મ કે જેના સૂત્રોની–સિદ્ધાન્તોની જે ખ્યાતિ છે, એ કેઈથી અજાણું નથી. જેનગ્રંથનું બારીકાઈથી અધ્યયન કરનાર પોકારી ઉઠે છે કે– અહિંસા ના સંબંધમાં જૈન ધર્મની બરાબરી દુનિયાને એક પણ ધર્મ કરી શકે તેમ નથી. યદ્યપિ મહાવીરદેવને સમય પચીસસો વર્ષ ઉપરને છે, તેમ છતાં, તે પછીના ગ્રંથકારે અને ટીકાકારોએ અહિંસાની-માંસાહારનિધની જે ઉદ્ઘોષણા કરી છે, એ મહાવીરનાં સૂત્રોને અનુસરીને જ. મહાવીર અને મહાવીરના સાધુઓનાં આચરણને અવલંબીનેજ, નહિં કે પહેલાં હતું કંઈ અને તેમણે બતાવ્યું કંઈ. જે વસ્તુતઃ મહાવીરદેવના સાધુઓ-નિગ્રંથો માંસાહાર કરતા હતા, તે ટીકાકારો અને ગ્રંથકારેની કલમો આટલા દરજે અહિંસા અને માંસાહારનિષેધનું પ્રતિપાદન નજ કરી શકી હત. આનું ઉદાહરણ એજ મહાવીરદેવના સમકાલીન બુદ્ધ અને બુદ્ધસાધુઓનું છે. “ બોદ્ધ ધર્મ ” પણ અહિંસા ધર્મમાં માનનારો હોવા છતાં બુદ્ધસમય પછીના ગ્રંથકારે ન એટલું અહિંસા કે માંસાહાર નિષેધનું પ્રતિપાદન કરી શક્યા કે ન હિંસા અને માંસાહારને ત્યાગ પણ કરી શક્યા છે. કહેવાની કંઈજ જરૂર નથી કે–પશ્ચાત્કાલીન પુરૂષ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com