________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો પ્રગટવાનાં નથી માટે આ બે આવરણ ન હોય એમ તે દલીલ કરે છે પણ તે વાત ખોટી છે.
અભવ્ય હોય કે અનાદિનો મિથ્યાદષ્ટિ હોય-બન્નેને પાંચ જ્ઞાનાવરણીય કર્મપ્રકૃતિ નિમિત્તરૂપે હોય છે.
વીર સં. ૨૪૭૯ મહા સુદ ૧૩ મંગળવાર, ૨૭-૧-૫૩ શક્તિમાં તો આવરણ હોય નહિ, પર્યાયમાં આવરણ હોય, માટે કેવળજ્ઞાનને પ્રગટ માનીએ તો શું વાંધો છે?
ઉત્તરઃ- શક્તિને વ્યક્ત ન થવા દે તે અપેક્ષાએ આવરણ કહ્યું છે. શાસ્ત્રમાં નિમિત્તકર્તાની વાત છે. નિમિત્તકર્તા કહો કે વ્યવહારથી કર્તા કહો તે એક જ છે. એટલે કે નિશ્ચયથી નિમિત્ત કર્તા નથી એમ તેનો અર્થ સમજવો. નિમિત્તની અપેક્ષાએ કેવળજ્ઞાનાવરણીય છે. તે કેવળજ્ઞાન પ્રગટ ન થવામાં કારણ છે–એમ અહીં ઉપચારથી કહેવામાં આવે છે. નિમિત્તકર્તા, કરણ, અધિકરણ આદિ કહેવાય છે ત્યાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવવા કહેલ છે. પરંતુ પહેલાં નિરપેક્ષ પોતે પોતાથી કર્તા કરણાદિ છે એમ નક્કી કર્યા પછી ઉપચારથી નિમિત્તમાં સાપેક્ષતાથી કર્તા, કરણાદિ કહેવામાં આવે છે. છએ કારક નિમિત્તમાં લાગુ પડે છે. નિશ્ચય-વ્યવહારને જેમ છે તેમ જાણવા જોઈએ. જે સમયે ઉપાદાનમાં છ કારક લાગુ પડે છે તે જ સમયે નિમિત્તમાં ઉપચારથી છ કારક લાગુ પડે છે. નિમિત્ત છે માટે ઉપાદાનમાં કર્તા-કરણાદિ છે એમ નથી, પણ નિમિત્તની ઉપસ્થિતિ છે એમ જણાવે છે.
નિમિત્ત અને ઉપાદાન અહીં આત્મામાં જે શક્તિ છે તેને વ્યક્ત ન થવા દે એમાં નિમિત્તરૂપે કર્મ કારણ છે એમ કહેવાય છે. આત્મા પોતે શક્તિમાં કેવળજ્ઞાન છે તેને વ્યક્ત કરતો નથી ત્યારે કેવળજ્ઞાનાવરણીય કર્મ વ્યક્ત ન થવા દે એમ નિમિત્તથી કહેલ છે. આત્મા પોતે કેવળજ્ઞાન પ્રગટ કરે ત્યારે કર્મને તે અભાવરૂપ નિમિત્તકર્તા કહેવાય છે. એવી રીતે કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ-એ છએ કારક લાગુ પડે છે. સાધન બે પ્રકારે છે, નિશ્ચય સાધન કર્યું ત્યારે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com