________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૯ પ્રથમ સમ્યગ્દર્શન-નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે પણ પ્રતીતિ થઈ એટલે ચારિત્ર થઈ ગયું-એમ નથી. પરંતુ આત્મામાં વિશેષ એકાગ્ર થવાથી ચારિત્રદશા પ્રગટે છે ને તે વખતે મુનિને વિકલ્પદશામાં ૨૮ મૂળગુણના પાલનનો વિકલ્પ આવે છે. સંતોએ માર્ગ સહેલો કર્યો છે, કાંઈ બાકી રાખ્યું નથી. પરમાં કે રાગમાં આત્માની શક્તિ નથી, પર્યાયમાં આત્માની આખી શક્તિ નથી, આખી શક્તિ શુદ્ધદ્રવ્યમાં ભરી છે. આવી પ્રતીતિ વિના સમ્યગ્દર્શન થાય નહિ ને સમ્યગ્દર્શન વિના ચારિત્ર થાય નહિ. વર્તમાન પર્યાયમાં ચારિત્ર નહિ હોવા છતાં ચારિત્ર માની લે તો તે મૂઢ છે. વર્તમાન પર્યાયમાં જેટલી પ્રગટતા છે તેટલી માનવી એમ કહે છે.
આ લાકડીની લાલ અવસ્થા છે, વર્તમાનમાં લીલી અવસ્થા પ્રગટ નથી. પુગલમાં રંગ ગુણ ત્રિકાળ છે. તેની લીલી, લાલ વગેરે અવસ્થા વખતે બીજી અવસ્થાનો અભાવ છે. લાલ વખતે લીલી નો અભાવ છે. લીલી થવાની શક્તિ છે; પણ લાલ વખતે લીલી પ્રગટ માને તો ભૂલ છે; તેમ આત્મામાં જ્ઞાનગુણ ત્રિકાળ છે, તેમાં મતિ-શ્રુતજ્ઞાન અવસ્થા વખતે કેવળજ્ઞાન પ્રગટ માને તો ભૂલ છે. કેવળજ્ઞાન શક્તિરૂપે છે પણ પ્રગટ માને તો ભૂલ છે. આત્મા અને જ્ઞાનગુણ ત્રિકાળ છે. તેની પર્યાયમાં મતિજ્ઞાન વખતે કેવળજ્ઞાન પ્રગટ હોય તેમ બને નહિ, ને કેવળજ્ઞાન પ્રગટ વખતે મતિજ્ઞાન રહે તેમ બને નહિ.
અલ્પ પર્યાય હોવા છતાં પૂર્ણ પર્યાય માનવી તે અસત્ય છે. અસત્ય એટલે અધર્મ છે. આત્મામાં જ્ઞાનગુણ ત્રિકાળ છે, તેના આશ્રયે પૂર્ણ પર્યાય પ્રગટે છે, અધૂરી પર્યાયમાં પૂર્ણ પર્યાય ન માનવી તે સત્ય છે, ધર્મ છે ને તે અહિંસા છે. અને નિમિત્ત, શરીર કે રાગમાંથી ધર્મ થશે એમ માનવું તે અધર્મ છે ને હિંસા છે. સંસાર ને મોક્ષ અને વિપક્ષ છે. જે પંથે સંસાર છે તે પંથે મોક્ષ નથી, ને જે પંથે મોક્ષ છે તે પંથે સંસાર નથી.
પ્રશ્ન- આવરણ નામ તો વસ્તુને આચ્છાદવાનું છે. હવે જો કેવળજ્ઞાન પર્યાયમાં પ્રગટ નથી તો કેવળજ્ઞાનાવરણીય કેમ કહો છો? વર્તમાનમાં અલ્પજ્ઞ પર્યાય છે ને સર્વજ્ઞદશા પ્રગટ નથી તો પછી કેવળજ્ઞાનાવરણીય કેમ કહો છો?
વળી કોઈ જીવ અભવ્યને કેવળજ્ઞાનાવરણીય કર્મ હોય એમ માનતો નથી તેને મન:પર્યયજ્ઞાનાવરણીય ને કેવળજ્ઞાનાવરણીય કર્મ ન હોય એમ તે માને છે. તેની દલીલમાં કહે છે કે અભવ્યને મન:પર્યયજ્ઞાન ને કેવળજ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com