________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો].
એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે તેવા ભગવાન કેવી રીતે થયા? અંદર સ્વભાવમાં એકાગ્રતા કરવાથી થયા છે. તેમ પોતાના આત્માનાં શ્રદ્ધા-જ્ઞાન કરવાથી કેવળજ્ઞાન પ્રગટ કરી શકે છે-એમ માનવું જોઈએ.
સૂર્ય અને મેધપટલનું દષ્ટાંત શાસ્ત્રમાં સૂર્યનું દષ્ટાંત આપેલ છે. તેનો એટલો પરમાર્થ સમજવો કે જેમ મેઘપટલ દૂર થતાં સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય છે તેમ કર્મોદય દૂર થતાં કેવળજ્ઞાન થાય છે. કર્મ તો જડ છે. આત્મા પોતામાં એકાગ્ર થાય ને કેવળજ્ઞાન પ્રગટ કરે તો કર્મ કર્મના કારણે દૂર થાય છે. દાંતમાં સૂર્ય જાજ્વલ્યમાન છે ને વાદળાં આડાં છે તેમ આત્મામાં કેવળજ્ઞાન પ્રગટરૂપ જાજ્વલ્યમાન અથવા પ્રકાશરૂપ છે ને ઉપર કર્મનાં વાદળાં આડાં આવી ગયાં છે એમ નથી. વર્તમાન પર્યાયમાં તો અતિશ્રુતજ્ઞાન છે. જીવને કર્મ તરફનું વલણ છે; તે પોતાના તરફ વલણ કરતો નથી ત્યાં સુધી પર્યાયમાં કેવળજ્ઞાન પ્રગટરૂપ નથી ત્યારે કર્મ નિમિત્તરૂપ હોય છે.
આત્મામાં કેવળજ્ઞાનની શક્તિ છે જેમ અગ્નિનો ભડકો હોય ને ઉપર કોઈએ વાસણ ઢાંકી દીધું હોય તેમ આત્માની અંદર કેવળજ્ઞાનનો ભડકો પ્રગટ છે ને ઉપર કર્મના આવરણે તેને ઢાંકી દીધેલ છે એમ સમજવું નહિ. પણ જેમ દીવાસળીના ટોપકામાં ભડકો થવાની શક્તિ છે તેમ આત્મામાં કેવળજ્ઞાનની શક્તિ છે. પોતામાં એકાગ્ર થાય તો કેવળજ્ઞાનરૂપી ભડકો પ્રગટ થાય ને કર્મરૂપી વાદળાં દૂર થાય.
તેવી રીતે બધા ગુણોમાં સમજવું. શરીરની ક્રિયાથી કે પાંચ મહાવ્રતથી ચારિત્ર પ્રગટતું નથી. વસ્તુમાં ચારિત્રશક્તિ ભરેલી પડી છે તેમાં એકાગ્ર થવાથી ચારિત્રદશા પ્રગટે છે. પ્રથમ ચારિત્રશક્તિની પ્રતીત થવી જોઈએ ને પછી એકાગ્રતા કરવી જોઈએ. કોઈ કહે કે વસ્ત્રપાત્ર હોય ને મુનિપણું પ્રગટે તો તે વાત ખોટી છે. વળી કોઈ મુનિ નિર્દોષ આહાર લે, પોતા માટે બનાવેલ આહાર ન લે, છતાં તે વૃતિ ધર્મ નથી, તેનાથી ચારિત્ર પ્રગટતું નથી. અંદર એકાગ્ર થતાં ચારિત્ર ને શાંતિ પ્રગટે છે ને આવી અંતરદશા પ્રગટે ત્યારે બાહ્ય નગ્ન દશા ન હોય એમ બને નહિ, અને બાહ્ય નગ્નદશા ને પાંચ મહાવ્રતાદિના પરિણામ થવા માટે ચારિત્ર પ્રગટે છે એમ પણ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com