________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[પ
મહાવ્રતાદિ શુભરાગ હોય તો શુદ્ધભાવ થાય એમ માને તો તે રાગને કેવળજ્ઞાન પ્રગટ કરવાનું સાધન માને છે. શક્તિરૂપે કેવળજ્ઞાન છે તેના અંતર અવલંબને તે પ્રગટ થાય છે એમ માનતા નથી માટે તે પણ વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ છે.
શક્તિમાંથી વ્યક્તિ
લીંડીપીપરમાં ચોસઠ પહોરી તીખાશ શક્તિરૂપે છે, પણ પ્રગટરૂપ નથી. તેને વર્તમાન પ્રગટરૂપે માને તો તે મૂર્ખ છે. વળી કોઈ ચોસઠ પહોરી માને અને ઉપર ડાબલી કે કોઈ બીજી ચીજનું આવરણ છે એમ માને તો તે પણ મૂર્ખ છે. અને જે શક્તિરૂપે છે તે પથ્થરના કારણે કે નિમિત્તના કારણે પ્રગટ થાય છે એમ માને તો તે પણ મૂર્ખ છે. ચોસઠ પહોરી તીખાશ તો શક્તિરૂપે એમાંથી પ્રગટરૂપે થાય છે–એમ માનવું તે ડહાપણ ભરેલું છે. તેવી રીતે આત્મામાં પણ કેવળજ્ઞાનાદિ શક્તિરૂપે છે તેના ઉપર દૃષ્ટિ જવી જોઈએ. દીવાસળીમાં અગ્નિ પ્રગટરૂપ નથી પણ શક્તિરૂપે છે. તેમાંથી તે પ્રગટ થાય છે. બારમાંથી તે અગ્નિ આવતી નથી. તેમ શક્તિમાં કેવળજ્ઞાન છે એનો જેને વિશ્વાસ નથી તે જૈન દિગંબર સાધુ કે શ્રાવક નામ ધરાવે તો પણ તે મિથ્યાદષ્ટિ છે.
“એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ” આંબાના ઝાડ ઉપર કેરી જ પાકે એવો એક જ પ્રકાર હોય છે, તેમ આત્માનો યથાર્થ ધર્મ તો એક જ પ્રકારે થાય છે. શુભથી કે નિમિત્તથી ધર્મ થાય એમ માનનાર, ખરેખર શક્તિ પડી છે, તેમાંથી વ્યક્તરૂપે થાય છે, તેમ માનતો નથી. માટે તે મિથ્યાદષ્ટિ છે. દ્રવ્યમાં કેવળજ્ઞાનની શક્તિ ત્રિકાળ પડેલ છે તેનો ભરોસો આવે અને નિમિત્ત વ્યવહારની દૃષ્ટિ છૂટે તો સમ્યગ્દર્શનાદિ પ્રગટે છે. જે આત્માના પુરુષાર્થ વડે શક્તિમાંથી કેવળજ્ઞાન પ્રગટ થશે એમ માનતો નથી તેને તો સમ્યક્ત્વનો પણ પુરુષાર્થ થતો નથી. કેવળજ્ઞાન ત્રણકાળ ત્રણલોકને એક સમયમાં જાણે તે કર્મના આવરણના કારણે અટકે એમ બને નહિ, પણ પોતાની પર્યાયમાં એટલી કમજોરી છે માટે વ્યક્ત નથી; તેમાં કર્મ નિમિત્તમાત્ર છે. કોઈ કહે કે કર્મ છે જ નહિ તો એમ પણ નથી. આત્મા પોતે પોતાના સ્વભાવનું લક્ષ કરતો નથી ત્યારે પર ઉપર એનું લક્ષ જાય છે, તેમાં કર્મ નિમિત્તમાત્ર છે; પણ કર્મના કારણે આત્માની પર્યાય રાગરૂપે છે કે અધૂરી દશારૂપે છે એમ નથી. વર્તમાન પર્યાયમાં પોતાના કારણે કેવળજ્ઞાનાદિ નથી, તેમાં વર્તમાન કર્મનું નિમિત્ત છે એમ માનવું જોઈએ. આ સિવાય આડું અવળું માને તો તે વસ્તુના સ્વભાવને માનતો નથી. નિમિત્ત નિમિત્તમાં છે અને આત્મામાં નૈમિત્તિકભાવ પોતાના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com