________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો જ્ઞાનપર્યાયમાં કેમ ભૂલ કરે છે તેની વાત કરે છે.
વળી કોઈ પોતાને કેવળજ્ઞાનાદિનો સભાન માને છે, અનંત-આનંદ-વીર્ય આદિ વર્તમાનમાં પ્રગટ છે એમ માને છે. પણ વર્તમાન પર્યાયમાં તો પોતાને ક્ષાયોપથમિકભાવરૂપ મતિધૃતાદિ જ્ઞાનનો સદ્દભાવ છે. અને ક્ષાયિકભાવ તો કર્મનો ક્ષય થતાં જ થાય છે, છતાં ભ્રમથી કર્મનો ક્ષય થયા વિના પણ પોતાને ક્ષાયિકભાવ માને છે તે પણ મિથ્યાષ્ટિ છે. આ પર્યાયના સ્વરૂપને જાણતા નથી એવા જૈનમતમાં હોવા છતાં મિથ્યાષ્ટિ છે એની વાત કરી છે.
ه
વીર સં. ૨૪૭૯ મહા સુદ ૧૧ રવિવાર, ૨૫-૧-પ૩ શાસ્ત્રમાં કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ આદિ સ્વભાવ શક્તિ અપેક્ષાએ કહ્યા છે કારણ કે સર્વ જીવોમાં તે-રૂપ થવાની શક્તિ છે.
ત્રણ પ્રકારની ઊંધી માન્યતા ૧. આત્માનો સ્વભાવ કેવળજ્ઞાન શક્તિરૂપે છે તેને વ્યક્ત પર્યાયમાં છે એમ માને
તો તે નિશ્ચયાભાસી મિથ્યાદષ્ટિ છે. આત્મામાં કેવળજ્ઞાન સત્તારૂપે છે એટલે કે પર્યાયમાં કેવળજ્ઞાન પ્રગટે છે પણ કર્મના કારણે તે રોકાયેલું છે, એમ માને છે તે વ્યવહારભાસી મિથ્યાષ્ટિ છે, કેમકે જડકર્મના કારણે પર્યાય રોકાણી એમ માનવું તે મિથ્યાત્વ છે. આત્મા શક્તિએ કેવળજ્ઞાનસ્વરૂપ છે એમ જે માને છે પણ નિમિત્ત કે શુભભાવ હોય તો એ પ્રગટે એમ જે માને તે પણ વ્યવહારભાસી મિથ્યાષ્ટિ છે. કેમકે જે શક્તિરૂપે ધ્રુવ છે તેમાં એકાગ્ર થાઉં તો પ્રગટ થાય એમ તે માનતો નથી. તેથી તે દિગંબર જૈન સંપ્રદાયમાં હોવા છતાં વ્યવહારાભાસી મિથ્યાષ્ટિ છે.
આમ ત્રણે પ્રકારે ઊંધી માન્યતા જેની છે તેને મિથ્યાત્વ ટળ્યું નથી, તેથી તેને સમ્યત્વ નથી.
શ્વેતાંબર માને છે કે કેવળજ્ઞાન સત્તારૂપે છે, કર્મના આવરણથી તે પ્રગટ નથી. તે ભ્રમ છે અને તેથી તે વ્યવહારાભાસી છે. દિગંબરમતવાળા એમ કહે છે કે કેવળજ્ઞાન શક્તિરૂપે છે પણ વ્યવહારરત્નત્રય હોય તો નિશ્ચયરત્નત્રય પ્રગટે. પંચ
له
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com