________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૩ સિદ્ધસમાન અનુભવે છે, પણ પોતે પ્રત્યક્ષ સંસારી હોવા છતાં ભ્રમથી પોતાને વર્તમાન પર્યાયમાં સિદ્ધસમાન માની રહ્યા છે તે જ મિથ્યાદષ્ટિ-નિશ્ચયાભાસી છે. જૈનમાં જન્મીને સમયસારાદિ શાસ્ત્રો વાંચીને પણ પોતાની મતિકલ્પનાથી પર્યાયમાં થતા વિકારને જે માનતા નથી તે મિથ્યાદષ્ટિ છે.
સંસાર પર્યાયમાં મોક્ષ પર્યાયની માન્યતા તે ભ્રમ છે આત્માના પર્યાયમાં રાગાદિ છે તે સંસાર છે, તે પ્રત્યક્ષ હોવા છતાં સંસારપર્યાયને મોક્ષપર્યાય માનવો તે ભ્રમ છે. એક સમયમાં બે પર્યાય ન હોયસંસાર વખતે સિદ્ધપર્યાય ન હોય અને સિદ્ધપર્યાય વખતે સંસાર પર્યાય ન હોય. આત્મામાં રાગ અથવા વિકારી પર્યાય પોતાના કારણે પોતાના અપરાધથી થાય છે, તેને કર્મના કારણે માને અથવા તેને પોતાના પરિણામ ન માને, પણ જડના પરિણામ માને તે નિશ્ચયાભાસી મિથ્યાદષ્ટિ છે. “સિદ્ધસમાન સેવા પર્વ મેરો” શાસ્ત્રમાં આત્માને સિદ્ધસમાન કહ્યો છે તે દ્રવ્યદૃષ્ટિથી કહ્યો છે. આત્મામાં સિદ્ધ થવાની તાકાત ત્રણે કાળે છે એ અપેક્ષાએ કહેલ છે પણ પર્યાય અપેક્ષાએ સિદ્ધસમાન કહેલ નથી. સ્વભાવની દષ્ટિએ વિકાર છૂટી જાય છે. એ અપેક્ષાએ વિકારને અભૂતાર્થ-વ્યવહાર કહેલ છે.
અંતર છઠા ગુણસ્થાનની મુનિદશા હોય છે ત્યારે યથાર્થ નગ્નપણું હોય છે. એને યથાર્થ જાણવું જોઈએ; માત્ર નગ્ન થઈ જાય એ મુનિપણું નથી, ત્રણ કષાયનો નાશ થતાં નગ્નદશાં તો સહજ થાય છે, પણ નગ્નદશા ન હોય અને મુનિપણું માને તો તે પણ બરાબર નથી.
પર્યાય અપેક્ષાએ સંસારી અને સિદ્ધ સરખા નથી. જેમ રાજા અને રંક મનુષ્યપણાની અપેક્ષાએ સરખા છે, તેમ સિદ્ધ અને સંસારી જીવપણાની અપેક્ષાએ સરખાં છે. ચાર જ્ઞાન પણ પૂર્ણ કેવળજ્ઞાનરૂપ દશાની અપેક્ષાએ અનંતમાં ભાગે છે. તો પછી મિથ્યાત્વની પર્યાય જે સંસારભાવ છે તેને અને સિદ્ધ પર્યાયને સરખી માનવી તે ભ્રમણા છે, પર્યાયમાં અનાદિથી શુદ્ધ દશા હોય તો સંસાર કોનો? ચૌદમાં ગુણસ્થાનમાં પણ ઔદયિકભાવ-અસિદ્ધત્વ છે. માટે પર્યાયમાં સિદ્ધ છે એમ જે માને છે તે મિથ્યાદષ્ટિ છે.
જીવના બે ભેદ છે-સિદ્ધ અને સંસારી. ચૌદમાં ગુણસ્થાન સુધી સંસારી કહેવાય છે. પર્યાયબુદ્ધિ છોડાવવા દ્રવ્યદષ્ટિની વાત શાસ્ત્રમાં કરી હોય ત્યાં નિશ્ચયાભાસી જીવ પર્યાયને માનતો નથી. આમ તે દ્રવ્યની ભૂલ કરે છે. એ વાત કરી. હવે કેવળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com