________________
Version 001: remember to check hîřp://www.AfmaDharma.com for updates
श्रीसिद्धेभ्यः नमः श्रीमोक्षमार्ग प्रकाशकेभ्यः नमः
જૈનમતાનુયાયી મિથ્યાદષ્ટિઓનું સ્વરૂપ
વીર સં. ૨૪૭૯ મહાસુદ ૧૦ શનિ, ૨૪-૧-૫૩
દિગંબર સંપ્રદાયમાં સાચાં દેવ-ગુરુ-શાસ્ત્રની માન્યતા હોવા છતાં જીવ મિથ્યાદષ્ટિ કેવી રીતે છે? તેની વાત કરે છે. વેદાંત, બૌદ્ધ શ્વેતામ્બર, સ્થાનકવાસી વગેરે જૈનમતને અનુસરનારા નથી. તેમની વાત તો આ શાસ્ત્રના પાંચમા અધિકારમાં કહી છે. અહીં તો વીતરાગની પ્રતિમાને પૂજે, નગ્ન મુનિને માને, એમનાં કહેલાં શાસ્ત્રોને માને એવા જૈનમત-અનુયાયી પણ મિથ્યાદષ્ટિ કેવી રીતે છે તે કહે છે.
સત્તાસ્વરૂપમાં શ્રી ભાગચંદજી છાજડે કહ્યું છે કે દિગંબર જૈન કહે છે કેઅમે તો સાચા દેવાદિને માનીએ છીએ માટે અમને ગૃહીત મિથ્યાત્વ તો છૂટયું છે. તો કહે છે કે-ના. તમને ગૃહીત મિથ્યાત્વ તો છૂટયું નથી. કેમ કે તમને ગૃહીત મિથ્યાત્વની ખબર જ નથી. અન્ય દેવાદિને માનવા એટલું જ ગૃહીત મિથ્યાત્વનું સ્વરૂપ નથી. સાચાં દેવ-ગુરુ-શાસ્ત્રને બહારમાં પણ યથાર્થ વ્યવહા૨ જાણીને શ્રદ્ધા કરવી જોઈએ, સાચા વ્યવહારને જાણ્યા વિના દેવાદિની શ્રદ્ધા કરે તો તે પણ ગૃહીત મિથ્યાદષ્ટિ છે. અહીં તો અગૃહીત મિથ્યાત્વની વાત કરે છે.
આ ભવતરુનું મૂળ એક, જાણો મિથ્યાભાવ, તેહને કરી નિર્મૂળ હવે, કરીએ મોક્ષ ઉપાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com