________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો આ સંસારરૂપી ઝાડનું મૂળ એક મિથ્યાત્વભાવ જ છે, તે મિથ્યાત્વભાવને મૂળમાંથી નાશ કરે તો મોક્ષનો ઉપાય થાય છે.
સાચા દેવાદિને જે માને તે સિવાયના બીજા જીવો જૈની પણ કહેવાતા નથી; અને જે જીવો જૈની છે, તથા જિનઆજ્ઞાને માને છે તેમને પણ મિથ્યાત્વ રહે છે. તેનું અહીં વર્ણન કરીએ છીએ. દિગંબર સનાતન જૈનના કુળમાં જેઓ જન્મેલા હોય છે તે જિનઆજ્ઞાને માને, પણ દેવાદિનું યથાર્થ સ્વરૂપ કેવું હોય એની તેમને ખબર નથી તેથી તેમને પણ મિથ્યાત્વ હોય છે. અઢાર દોષરહિત સર્વજ્ઞ વીતરાગને દેવ માને, નગ્ન દિગંબર અઠાવીસ મૂળગુણના ધારક જે મુનિ અને ગુરુ માને અને એમનાં કહેલાં શાસ્ત્રોને માને છે તેને પણ આત્માના યથાર્થ સ્વરૂપનું ભાન નથી તેથી મિથ્યાત્વ હોય છે. જેને સાચા દેવાદિની ખબર નથી એની તો અહીં વાત નથી. જેને આત્માનું યથાર્થ ભાન થયું હોય છે તેને તો સાચા દેવાદિની સાચી શ્રદ્ધા અને ભક્તિ આદિ આવ્યા વિના રહે નહિ. ભલે નામ ન લે પણ અંતરમાં તો એને ભક્તિભાવ હોય છે. અહીં તો જેને દિગંબર સંપ્રદાયમાં જન્મીને સાચા દેવાદિની શ્રદ્ધા હોય છે પણ યથાર્થ આત્માનું ભાન નથી તેવા મિથ્યાષ્ટિની વાત કરે છે.
અમે તો સનાતન જૈનધર્મી છીએ અને વીતરાગની આજ્ઞા માનીએ છીએ એમ માનનાર જૈની પણ મિથ્યાષ્ટિ હોય છે. તે મિથ્યાત્વનો અંશ પણ બૂરો છે તેથી એ સૂક્ષ્મ મિથ્યાત્વ પણ ત્યાગવા યોગ્ય છે.
હવે કહે છે કે જિનાગમમાં નિશ્ચય-વ્યવહારરૂપ વર્ણન છે, તેમાં યથાર્થનું નામ નિશ્ચય તથા ઉપચારનું નામ વ્યવહાર છે. પખંડાગમ અને સમયસારાદિને આગમ કહેવાય છે. એમાં જેવું નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ કહેલ છે તેવું સ્વરૂપ જેમ છે તેમ જે જાણતા નથી અને વિપરીત રીતે માને છે તે પણ મિથ્યાષ્ટિ છે. એની વાત અહીં કરે છે.
કેવળ નિશ્ચયનયાવલંબી જૈનાભાસોનું વર્ણન એકલા નિશ્ચયને માને છે પણ વ્યવહારને માનતા જ નથી એવા મિથ્યાષ્ટિ જીવોનું સ્વરૂપ કહે છે. કોઈ જીવ નિશ્ચયને નહિ જાણતાં માત્ર નિશ્ચયાભાસના શ્રદ્ધાની બની પોતાને મોક્ષમાર્ગી માને છે તે નિશ્ચયના સ્વરૂપને જાણતા નથી. તેઓ મોક્ષમાર્ગ અમને પ્રગટયો છે એમ માને છે તથા પોતાના આત્માને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com