________________
૨૪૩ (૨)
પ. પૂ. આ. મ. ૧૦૦૮ શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજ શ્રી કર્મળ ગ્રંથ સ્વકૃત રચી જનગણ ઉપર મહાન ઉપકાર કર્યો છે–વિશેષતઃ જૈન સમાજ ઉપર.
જીવનના અનેક પ્રસંગોમાં કર્યો પ્રસંગ આદરણીય છે તેને નિર્ણય મુશ્કેલ બને છે. તેના ઉકેલમાં આ ગ્રંથ સ્પષ્ટ માર્ગદર્શક છે.
કર્મબંધનથી દૂર રહેવાના સુંદર આશયવાળે મનુષ્ય જ્યારે કર્મથી જ દૂર થવા જાય છે ત્યારે કે હાહાકાર મચાવે છે અને અધઃપતન પર જાય છે તે અનેક દાખલાદલીલ આપી, પૂ. ગુરુમહારાજે સ્પષ્ટ બતાવ્યું છે. જૈન સમાજને જ દાખલો લઈ જ્યારે તે સમાજ સ્વજવાબદારીઓ અદા કરવાની ફરજમાંથી યુત થઈ અકર્મમાં પ્રવેશ કરે છે ત્યારે અકમ એટલે દુર્ભાગી—એ ગુજરાતી કેષને અર્થ સાચા ઠરાવે છે. જે વખતે જે સ્થિતિમાં જે જવાબદારી હોય તે નિર્લેપભાવે પૂર્ણ કરવાની ફરજ છે. પાપના ભયથી જવાબદારીમાંથી નાશી જવાય નહિ. ફક્ત પાપબંધનથી ડરવાનું છે. એટલે તીવ્રતાના પરિણામથી બંધ ન કરે, પરંતુ લાભાલાભને વિચાર કરી વિશેષ લાભવાળું કાર્ય કરવું જ જોઈએ.
ગમે તેટલા પ્રયાસ છતાં કર્મથી દૂર જવાતું નથી. ફક્ત પ્રમાદ જ સેવી શકાય છે. નિવૃત્તિને માર્ગ પ્રવૃત્તિ જ છે. અને જે પ્રવૃત્તિ આદરતે જ નથી તે નિર્વત્તિ મેળવતે જ નથી. જેથી પરમ નિર્વત્તિ મેળવવાના પ્રયાસવાળા મુમુક્ષુઓ પ્રમાદમાં વખત ગાળતા નથી; સદાય કર્મયોગ કર્યા કરે છે.
જીવનના ચારે ક્ષેત્રમાં જે જવાબદારી આપણું ઉપર આવી હોય તે પૂર્ણતાએ અદા કરવી તે જનમાત્રની ફરજ છે. તેમાંથી છટકબારી તરીકે જ્યારે માણસ કર્મને કે મહાપુરુષના વચનેને સ્વાનુકૂળ ભાગને જ આશરે લે છે ત્યારે પિતાની મૂળ સ્વરૂપની નિર્માલ્યતા પ્રગટ કરે છે.
ઘોરતે માણસ કર્મબંધ કરતા નથી અને જાગતે કરે છે તેવી અર્થ વગરની માન્યતાઓએ જે પરિણામ આપ્યા છે તેની પૂરી સમજ આ કર્મળ ગ્રંથમાં આપી છે.
મહાપ્રવૃત્તિમાન-મહાગી-પૂજ્ય મહારાજ સાહેબે ૧૦૮ સુંદર પુસ્તકે રચી જનસમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે.
આ કર્મવેગના વાંચનથી મારા જીવન ઉપર ભારે અસર થઈ છે તેની નૈધ અસ્થાને નહિ ગણાય.
રાદીજ૫
બબલચંદ કેશવલાલ મોદી
તા ૧૫-૧-૫૧ U