________________
૨૪૨
પણ કર્મને પહેલી-પ્રથમ શ્રેણીમાં મૂકે છે. ગીને પણ કર્મ કરવું જોઈએ-કર્મચાગી થવું જોઈએ. કરવાનું કર્મ તે કેવું હોવું જોઈએ, તેને પણ આદેશ ગીતાજીમાં આપવામાં આવે છે. નિયતં ગુહ રાd! મતલબ કે તારે માટે નિર્માણ કરેલું કર્મ તું કરવું એ નિર્મિત કક્ષાની બહાર ન જા જે એમ કરશે તે તેનું પરિણામ અરાજકીય-સાદી ભાષામાં આપણે જેને ઘેટાળે કહીએ છીએ તે આવે. શુદ્ધ પિતાનું કર્તવ્ય ન કરતાં બ્રાહ્મણનું કરવા માંડે, વૈશ્ય ક્ષેત્રનું કરવા માંડે, તે સમાજ કથળી જાય-બંધારણ તૂટી જાય, માટે સર્વેએ પિતાનું નિયત કર્મ કરવું, એ આદેશ બુદ્ધિપૂર્વક આપવામાં આવ્યું છે અને તે આદેશ એક સનાતન સત્ય છે હમેશને માટે અમલમાં મૂકવા જે આદેશ છે. આ આખા ધોરણને “કાગ ” ગ્રંથમા પાને પાને, લીટીએ લીટીએ, વિસ્તારથી સ્પષ્ટ રીતે વિકસાવવામાં આવ્યું છે. ધ્યાનપૂર્વક એનું અધ્યયન કરવાથી, એમાં પ્રવર્તાવેલી દલીલથી હરકેઈના મનને ખાત્રી થયા વગર નહિ રહે કે કર્મ કરવું એ દરેક માણસને માટે આવશ્યક છે, પછી તે માણસ ગમે તે કેટિને હેય. સ્વસૂરીશ્વરજીની બાહેશ કલમે લખાયેલા ઘણું માને આ ગ્રંથ અમૂલ્ય છે. એનું વાચન ઘણું હેટા પ્રમાણમાં થવું જોઈએ. એમાં વર્ણવેલા સિદ્ધાંતને અમલ અને તેનું સેવન ક્ષણે ક્ષણે થવું જોઈએ, એવી એ અજોડ ગ્રંથની મહત્વતા છે. આશા છે કે વખતના વહેવા સાથે એ ગ્રંથ વાચનારાઓની સંખ્યા-૫છી વાચનાર હિંદુ હોય, જિન હેય કે કઈ ઈતર કેમને હોય તે પણ વધતી જશે, અને તેમાં દર્શાવેલા સિદ્ધાંતને અમલમાં મૂકતી જશે-મુકિત એજ માર્ગ મળશે.
મુંબઈ તા. ૧૯ મી ફેબ્રુઆરી !
સને ૧૯૫૧
કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી.