Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મહાપુરુષો ફરમાવે છે કે “જન્મ એ વિકૃત્તિ છે. અને મરણુ એ પ્રકૃતિ છે. ” જે જન્મે તે અવશ્ય મરે છે. જન્મેલાએ મરણુ કેવુ' બનાવવુ તે તેના હાથની વાત છે. પરન્તુ મહાપુરુષાનું મૃત્યુ પણ મંગલરૂપ હોય છે, મહે।ત્સવ રૂપ બને છે. ઉપકારી મહાપુરુષના વિરહનું દુઃખ થાય તે સહજ છે. તેમની યાદ આપણુને ક્ષણે ક્ષણે સતાવે તેમ પણ બને. મૃત્યુને શાસ્ત્રકારોએ વૈરાગ્યનું કારણ કહ્યું છે પણ હવે તે શ્મશાનીયે વૈરાગ્ય પણ લેાકેાને થતા નથી.
ગુણીયલ ગુરૂના ગુણ હું શું ગાવું
- પૂ. સા શ્રી અનંતદર્શિતાશ્રીજી
કાઇનુ પણ મૃત્યુ નિહાળી જીવનની અનિત્યતા અને ફાણુભ`ગુરતા નિહાળી જીવનને વધુને વધુ ધમય બનાવવુ' જોઇએ, આત્મલક્ષી બનાવવુ' જોઇએ. વહેલામાં વહેલુ' આત્મદર્શને અમસ્વરૂપ પ્રગટ થાય તેછે! પ્રયત્ન કરવા જોઈએ.
પુષ્પાની સુવાસ ભ્રમને દૂર-સુદૂરથી આકર્ષીિત કરે છે તેમ તેની મહેક મનુષ્યને પણ અપૂર્વ ખુશ્ક આપે છે. તેવી જ રીતે મહાપુરુષનું જીવન એક ઉપવન જેવુ' છે. ઉપવન પાસેથી પસાર થતાં અંદર જવાનુ મન રોકી શકાતુ' નથી તેમ મહાપુરુષ પાસે ગયેલા માશુક કાંઇને કાંઇ સુવાસ મેળવીને જ આવે છે. પછી તેની અસર કેવી રહે કયાં સુધી રહે । તેની યાગ્યતા ઉપર અવલખે છે. પશુ પરોપકારાય સતાં વિભૂતય:’ ઉકિતને મહાપુરુ। યથા પણે ચારિતાર્થ કરે છે.
6
જે ઉપકારી ગુરૂ ભગવંતના ગુણગાન ગાવા છે તેા તેઓશ્રીજીના જીવન ઉપવનમાંથી શું શું મેળવવાનું બાકી નથી રહ્યું તે જ સવાલ છે. સિંહ જેવી સાત્ત્વિકતા, સાગર જેવી ગભીરતા, ચંદ્ર જેવી સૌમ્યતા સુરજ સમાન પ્રતાપતા, બાલક જેવી નિર્દોષતાસરળતા-નિર્દે"ભતા 1 એક ગુણને યાદ કરૂં ત્યાં તે માનસપટ ઉપર બીજો ગુણ આવીને ઊભેા જ હોયને! નિસ્પૃહતા તે ગજબની, આત્મ જાગૃતિ અપૂર્વ, સંયમમાં અપ્રમત્તા તે ચાર ચાર ચાંદ ચઢાવે તેવી, વાત્સલ્યતા તે સપૂર્ણ દેહમાં વાસ કરીને રહેલી ! સહનશીલતા તા સાહેબજીની જ! સુકુમળ દેહ અને શૂળ ભેાંકાય તેવી પીડામાં પણ સુખ ઉપરની પ્રસન્નતા અને નિર્વાણપદની જ તાલાવેલી પણ ભલભલાના મસ્તક ઝુકાવે તેવી | સિદ્ધાન્તપક્ષે અણુનમતા મેરૂ સમાન. માટે જ કવિએ ગાયુ પણ છે કે “ડગે મેરુ ન ડગે ટેકીલા ફ્ લેાલ એવા ગુરુ શ્રી રામચન્દ્રસૂરિજીને વંદીયે રે લાલ.”
ગુરૂભકિત અને વિનય પણુ સાહેબજી પાસેથી જ શીખવા પડે. પ્રભુ ભકિતમાં તન્મયતા, સ્વાધ્યાય રસિકતા અને સંયમપ્રિયતા તા સાહેબજીના પડછાયા જેવી અભિન્નપર્યાય રૂપે બનેલો. હાજર જવાઞીતા તે ભલભલા દિગ્ગજ વિદ્વાનાના મસ્તક ડાલાવી જતી અને વ્યાખ્યાન શકિતના તે વિરધીએ પશુ એ માઢે વખાણ કરતાં થાકતા નહિ.