Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३/२ . नित्यानित्यस्वभावोपयोगदर्शनम् ।
१९७३ ऽचलाऽनन्याऽनुपमाऽनावरणाऽनुपाधिकाऽकलङ्काऽभ्रान्ताऽनाकुलाऽतीन्द्रियाऽपरोक्षाऽन्यानपेक्ष- प शुद्धचैतन्यलक्षणेन निजस्वभावेनाऽपि नित्यत्वमेव ।
शुद्धचैतन्यघनस्वभावे रागादिपरिणामा नैव प्रविशन्ति, प्रविशन्त एव प्रणश्यन्ति विशुद्धचैतन्यघनस्वभावप्रभावेण, वनमिव हिमवर्षासम्पर्केण । एतादृशस्वद्रव्य-क्षेत्र-काल-भावसापेक्षः स्वस्य नित्यस्वभावः दृढतया श्रद्धेयः समादरणीयश्च । तत आत्मध्रौव्यमहिमाऽऽविर्भावे चोपयोगस्य अन्तर्मुखतासम्पत्त्या । शुद्धपर्यायाः शीघ्रं प्रादुर्भवन्ति ।
___ व्याधि-जरा-मरण-भयावहपरिस्थित्याद्यवसरे ध्रौव्यग्राहकद्रव्यार्थिकनयं प्रधानीकृत्य, आत्मनो र्णि नित्यस्वभावं पुरस्कृत्य निश्चलतया, निर्भयतया निश्चिन्ततया च भाव्यम् । तथा अनुकूलपरिस्थिति-बा આત્માનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે. શુદ્ધ ચૈતન્ય કાયમ અસંગ છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મનો સંગ - સંપર્ક નિર્મળ ચેતનામાં નથી. તે તો સદા અક્રિય છે, નિષ્ક્રિય છે. શુદ્ધ ચૈતન્યમાં કદાપિ વિક્રિયા થતી નથી. તે હંમેશા નિરાકાર છે. તે ક્યારેય બંધાતું નથી. બંધદશારહિત તે શુદ્ધચૈતન્ય છે. સદેવ અનાબાધ = પીડાશૂન્ય અને અચલ છે. શુદ્ધચૈતન્ય ક્યારેય અન્ય સ્વરૂપે પરિણમતું નથી. તે અનુપમ છે. પ્રતિક્ષણ તે નિરાવરણ છે. તે ક્યારેય પણ આવરાતું નથી. કારણ કે તે કર્મની ઉપાધિ વગરનું છે. તેમાં કોઈ કલંક-દોષ નથી. તે ભ્રાન્તિશૂન્ય છે. તેમાં રાગ-દ્વેષની આકુળતા-વ્યાકુળતા હોતી નથી. તે સદા નિરાકુળ છે. નિર્મળ ચેતના અતીન્દ્રિય છે, છતાં પરોક્ષ નથી. તે પ્રત્યક્ષ હોવા છતાં ઈન્દ્રિયાદિને આધીન નથી. આવા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ નિજસ્વભાવથી આત્મા ક્યારેય ચલાયમાન થતો ન હોવાથી તે સ્વરૂપે આત્મા નિત્ય જ છે.
> શુદ્ધ ચેતન્યઘનરવભાવમાં રાગ ન પ્રવેશે છે. (શુદ્ધ) શુદ્ધચૈતન્યઘનસ્વભાવમાં રાગાદિ પરિણામો કદાપિ પ્રવેશતા નથી. જો તેમાં રાગાદિ પરિણામો પ્રવેશ કરે તો પ્રવેશ કરતાવેંત તેઓ સમૂળગા નાશ પામી જાય છે. જેમ જંગલમાં હિમનો વરસાદ છે. થાય તો જંગલ બળી જાય તેમ શુદ્ધચૈતન્યઘનસ્વભાવનો સંપર્ક થતાંવેત તેના પ્રભાવથી જ રાગાદિપરિણામો મૂળમાંથી સળગી જાય છે. મતલબ કે શુદ્ધચૈતન્યઘનસ્વભાવ એ હિમ જેવી શીતળ આગ છે. આવો સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને સાપેક્ષ એવો પોતાનો જે નિત્યસ્વભાવ છે, તેની અત્યંત દઢતાથી શ્રદ્ધા કરવી. તેમ જ તેનો અત્યંત આદર કરવો. તેનાથી આત્માના ધ્રૌવ્યનો મહિમા પ્રગટે છે. તેની સાથે જ ઉપયોગ બહારમાં રુચિપૂર્વક ભટકવાનું છોડી દે છે. ત્યારે ઉપયોગ અંદરમાં વળે છે. ઉપયોગ સમજણપૂર્વક અંતર્મુખ થતાં જ શુદ્ધ પર્યાયો ઝડપથી પ્રગટે છે.
છે નિત્ય-અનિત્યસ્વભાવનો વ્યવહારમાં ઉપયોગ છે (વ્યા. તેમજ રોગ, ઘડપણ, મોત, ભયાનક પરિસ્થિતિ વગેરે અવસરે સત્તાગ્રાહક = ધ્રૌવ્યગ્રાહી દ્રવ્યાર્થિકનયને મુખ્ય બનાવીને આત્માના નિત્યસ્વભાવને આગળ કરીને નિશ્ચલ, નિર્ભય તથા નિશ્ચિત બનવું. તથા અનુકૂળતા, આરોગ્ય, આદેયનામકર્મોદય, આબાદી, આબરૂ વગેરે પરિસ્થિતિમાં, પુણ્યોદયની