Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२८२ • ज्ञानोत्कर्षसिद्धि: ।
:/૨-૭ (नि.चू.४८२०) इत्यादि । केवलि-श्रुतकेवलिनोः समप्रज्ञापकतयाऽप्यत्र समत्वं भावनीयम् । संविग्नप गीतार्थमुद्दिश्य '“ते छउमत्थे वि केवली” (म.नि.६/१३५ पृ.१६५) इति महानिशीथे उक्तं स्मर्तव्यमत्र ।
ततो ज्ञानाधिक्यं = भावनाज्ञानशून्यकेवलक्रियाऽवधिकज्ञानोत्कर्षं प्रमाणतो निश्चिनु । अतो । भावनाज्ञानौपयिके द्रव्यानुयोगादिगोचरे ज्ञाने अधिक आदरः कर्तव्य इति सूचितम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'द्रव्यादिगोचरज्ञानाद्यपेक्षया गीतार्थ-केवलिनौ तुल्यौ' इत्युक्त्या - क्रियातः सम्यग्ज्ञानम् उत्कृष्यते। ततश्च केवलज्ञानकामिभिः गुर्वाज्ञया शीघ्रं गीतार्थतया भाव्यम् ।
एवं संवेग-निर्वेद-विवेकदृष्टि-भवभीरुता-गुरुसमर्पणाऽनभिनिविष्टवृत्ति-निर्दम्भता-परिणतत्वादिसद्गुणके कदम्बकात्मसात्करणेन प्रकल्पाध्ययनाद्यभ्यासयोग्यता स्वस्मिन् आविर्भावनीया । एतादृशगुणोपलब्ध्युत्तरणि मपि गुर्वाज्ञानुसारेण यावत् छेदग्रन्थादिज्ञानप्राप्तिः न स्यात् तावद् द्रव्यानुयोगपरिज्ञान-भावनाज्ञान
-स्पर्शज्ञानाऽऽत्मपरिणतिमज्ज्ञान-तत्त्वसंवेदनज्ञानाऽसम्मूढप्रज्ञादिविविधसम्यग्ज्ञानोपलब्धये सततं कटिका बद्धतया भाव्यम् । इत्थमेव '“रूवाईअसहावो, केवलसन्नाणदसणाणंदो। जो चेव य परमप्पा, सो सिद्धप्पा" (श्री.क.१३२८) इति श्रीश्रीपालकथायां रत्नशेखरसूरिप्रोक्तं सिद्धस्वरूपं सुलभं स्यात् ।।१५/१-७।।
પ્રત્યુત્તર :- “હા, ગીતાર્થ કેવલી છે. છમસ્થ ગીતાર્થ કેવલી ન હોવા છતાં કેવલજ્ઞાની જેવા છે.” કેવલજ્ઞાની અને શ્રુતકેવલી તુલ્યદેશનાદાતા હોય છે. તેથી પણ તે બન્નેમાં તુલ્યતા ભાવવી. સંવિગ્ન ગીતાર્થને ઉદેશીને “તે છદ્મસ્થ હોવા છતાં કેવલી છે' - આ પ્રમાણે કહેવામાં આવેલી મહાનિશીથની વાતને પણ અહીં યાદ કરવી. તેથી અહીં દર્શાવેલ ત્રણ છેદગ્રંથના સંદર્ભના આધારે તમે પ્રમાણથી નિશ્ચય કરો કે ભાવનાજ્ઞાનશૂન્ય એવી ફક્ત ક્રિયા કરતાં જ્ઞાનમાં અધિકતા રહેલી છે. જ્ઞાનશૂન્ય ક્રિયા કરતાં દ્રવ્યાનુયોગાદિવિષયક જ્ઞાન વધુ મહત્ત્વ ધરાવતું હોવાથી તેના ઉપાર્જનમાં આત્માર્થીએ વધારે આદર કરવો જોઈએ. આમ સૂચિત થાય છે.
* જ્ઞાની બનવાની પાત્રતા કેળવીએ . આધ્યાત્મિક ઉપનય :- “અમુક અપેક્ષાએ ગીતાર્થ અને કેવલજ્ઞાની બન્ને સમાન છે' - આ હકીકત જ્ઞાનનું ક્રિયા કરતાં વધુ મહત્ત્વ આંકે છે. તેથી કેવલજ્ઞાન મેળવવાની ઝંખના ધરાવનાર આત્માર્થી જીવોએ ગુરુ-આજ્ઞા મેળવી વહેલી તકે ગીતાર્થ બનવું જોઈએ. તથા સંવેગ, વૈરાગ્ય, વિવેકદૃષ્ટિ, ભવભીરુપણું, ગુરુસમર્પણભાવ, અનાગ્રહી વલણ, નિર્દભતા, પરિણતપણું વગેરે સગુણોના વૃંદને આત્મસાત કરવા દ્વારા પ્રકલ્પગ્રન્થને = છેદગ્રંથને ભણવાની યોગ્યતા પોતાનામાં પ્રગટાવવી જોઈએ. આવા સદ્ગણવૈભવની પ્રાપ્તિ બાદ પણ જ્યાં સુધી છેદગ્રંથાદિનું જ્ઞાન ગુર્વાજ્ઞા મુજબ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દ્રવ્યાનુયોગવિષયક જ્ઞાન, ભાવનાજ્ઞાન, સ્પર્શજ્ઞાન, આત્મપરિણતિવાળું જ્ઞાન, તત્ત્વસંવેદન જ્ઞાન, અસંમૂઢ પ્રજ્ઞા વગેરે વિવિધ પ્રકારના સમ્યગુ જ્ઞાનને મેળવવા સતત પ્રતિબદ્ધ બનવું જોઈએ. આવું બને તો જ શ્રીશ્રીપાલકથામાં (= સિરિસિરિવાલકહામાં) વર્ણવેલ સિદ્ધસ્વરૂપ સુલભ બને. શ્રીરત્નશેખરસૂરિ ત્યાં જણાવે છે કે “જે રૂપાતીત સ્વભાવવાળા અને કેવલજ્ઞાન-દર્શન-આનંદમય પરમાત્મા છે તે જ સિદ્ધાત્મા છે.'(૧૫/૧-૭) 1. તે ઇજા પ વતિનઃ | 2. તીતવમાવ:, વૈવજ્ઞાનતજ્ઞનાનન્દ્રા યગ્નેવ પરમાત્મા, સા સિદ્ધાત્મા