Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 377
________________ ૨૬/૨-૮ • तात्त्विकगुणस्थानकविमर्श: । २२८९ श्रीरत्नशेखरसूरिभिः “व्यक्तमिथ्यात्वधीप्राप्तिर्गुणस्थानतयोच्यते” (गु.क्र.७) इति । प्रकृते “व्यक्तमिथ्यात्वधी-प પ્રાપ્તિરણન્યત્રેયમુચ્યતે” (દ..ર૭/ર૦) રૂતિ ત્રિશિરિવનિમણુનુસન્થયન્ ‘યં = મિત્રાવૃષ્ટિ'. मित्रादृष्टिलाभपूर्वं तु सदपि मिथ्यात्वशल्यं आत्मनिमग्नतया स्फुटं नैव बुध्यते । घोरशत्रुतया । तदवगमस्तु दूरतरः तदा। अतः एव मित्रायोगदृष्टिलाभात् पूर्वं मिथ्यात्वं शल्यतया ज्ञेयम् । म तदुत्तरञ्च घोररिपुतया ज्ञायमानं तत् तादृशज्ञानपरिणमनं वा गुणस्थानकतया विज्ञेयम् । श प्रथमयोगदृष्टिसमुन्मेषकालात् प्राक् तदुच्छेदयत्नो नैव शक्यः। न हि शत्रुः घोरशत्रुतया अज्ञातो , मित्रतया वा ज्ञातः समुच्छेत्तुं शक्यः।। __ आद्ययोगदृष्टिचतुष्ककाले तु एकान्त-मौन-लोकसंज्ञात्याग-निरर्थकप्रवृत्तिपरिहाराऽऽत्मस्वभावनिरीक्षण-निजभावपरीक्षण-स्वाध्याय-तीव्रमुमुक्षुता-शान्तप्रकृति-धृति-प्रज्ञा-चरमयथाप्रवृत्तकरण का ગુણસ્થાનકક્રમારોહ ગ્રંથમાં શ્રીરત્નશેખરસૂરીશ્વરે જણાવેલ છે કે “(શત્રુ સ્વરૂપે) વ્યક્ત થયેલા મિથ્યાત્વની બુદ્ધિ મળવી એ “ગુણસ્થાનક' તરીકે કહેવાય છે.” મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે આ અંગે દ્વત્રિશિકા પ્રકરણમાં એક મહત્ત્વપૂર્ણ વાત જણાવી છે. તેનું પણ અહીં અનુસંધાન કરવા જેવું છે. ત્યાં જણાવેલ છે કે “અન્ય ગ્રંથમાં (ગુણસ્થાનક ક્રમારોહ ગ્રંથમાં) “મિથ્યાત્વગુણસ્થાનક' શબ્દના પ્રવૃત્તિનિમિત્તસ્વરૂપે જે વ્યક્ત મિથ્યાત્વની બુદ્ધિની પ્રાપ્તિ કહેવાય છે, તે આ મિત્રાદષ્ટિ જ છે.” અમે ઉપર જે નિરૂપણ કરેલ છે, તેને લક્ષમાં રાખવાથી ઉપરોક્ત બન્ને શાસ્ત્રપાઠને સમજવા સહેલા થશે. x મિથ્યાત્વને મૂળમાંથી કાટવાના સાધનોને પકડીએ xx (મિત્રા.) મિત્રાદષ્ટિ મળે તે પૂર્વે, પગમાં ઊંડે ખૂંચી ગયેલા કાંટાની જેમ આત્મામાં ઊંડે ખૂંચી ગયેલ છે મિથ્યાત્વ સ્પષ્ટપણે પકડાતું નથી. તેથી જ તો તે મિથ્યાત્વને શાસ્ત્રકારો શલ્ય તરીકે ઓળખાવે છે. પૂર્વે આત્મામાં મિથ્યાત્વ હોવા છતાં તે જણાતું જ ન હતું. તો પછી પોતાના ઘોર શત્રુસ્વરૂપે મિથ્યાત્વને ! ઓળખવાની વાત ત્યારે અત્યંત દૂર રહી જાય છે. તેથી જ મિત્રા યોગદષ્ટિ મળે તે પૂર્વે મિથ્યાત્વ શલ્યરૂપે જાણવું. તથા મિત્રાયોગદષ્ટિ મળ્યા બાદ ગ્રંથિભેદ ન થાય ત્યાં સુધી ઘોરશત્રુરૂપે જણાતું મિથ્યાત્વ એ ગુણસ્થાનક સ્વરૂપે જાણવું. અથવા તો પોતાના અંદરમાં રહેલા મિથ્યાત્વનું ઘોરશત્રુરૂપે જે પરિણતિસ્વરૂપ જ્ઞાન થાય, તે જ મિથ્યાત્વગુણસ્થાનક સમજવું. તેથી મિત્રા નામની પ્રથમ યોગદષ્ટિનો ઉદય થાય તેના પૂર્વ કાળમાં તો મિથ્યાત્વ મૂળમાંથી ઉખડે તેવો પ્રયત્ન શક્ય જ નથી. શત્રુ જ્યાં સુધી ઘોર શત્રુસ્વરૂપે ન ઓળખાય કે મિત્ર તરીકે ઓળખાય ત્યાં સુધી તેનો મૂળમાંથી ઉચ્છેદ કરવો શક્ય નથી જ. મિત્રા, તારા, બલા, દીપ્રા નામની પ્રથમ ચાર યોગદષ્ટિઓ મળે ત્યારે જ દ્રવ્યદષ્ટિપરિણમનના પ્રભાવે તેવો પ્રયાસ શક્ય બને. (માઘ.) તે આ પ્રમાણે સમજવું. મિત્રો વગેરે પ્રાથમિક ચાર યોગદષ્ટિઓ જ્યારે વિદ્યમાન હોય, ત્યારે નિજ શુદ્ધસ્વભાવમાં અત્યંત ઝડપથી ઠરી જવાની ઝંખના કરતા સાધક ભગવાન એકાન્ત અને મૌન સેવે છે. લોકસંજ્ઞાત્યાગ કરી નિરર્થક પ્રવૃત્તિનો પણ પરિહાર કરે છે. મૂળભૂત આત્મસ્વભાવનું નિરંતર તે નિરીક્ષણ કરે છે. તથા પોતાના અંતરંગ વર્તમાન ભાવોનું પરીક્ષણ પણ કરે છે. આત્મલક્ષે સ્વાધ્યાય કરે છે. અનાદિ કાળથી બંધાયેલી પોતાની જાતને આ જ ભવમાં અત્યંત ઝડપથી છોડાવવા

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446