Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 396
________________ ___ ૪ શ * पम्पासरोवरबकवार्त्ता ૧/૨ અને અંતરંગમાં આકરી કાતી માયારૂપ રાખે. તેહને જે ભલા કહઇ છઈ, ( ) કૃતિ વઘનાવ્વા ગયં ભાવઃ यथा स्वकीयं मत्स्यभक्षणाशयमाच्छाद्य परेषामग्रतः स्वस्य दयापरिणामप्रकाशनाय नीचैः विलोक्य अतिमन्दं पादौ विक्षिपन् ऋष्यमूकपर्वतसन्निधौ पम्पाऽभिधाने सरसि विचरन् बको मुग्धानां परमधार्मिकतया ज्ञायमानोऽपि विश्वस्तानां मत्स्यानां वंशम् उत्पाटितवान् तथा ये सम्मुग्धजनप्रतारणकृते समिति - गुप्तिप्रभृतिबाह्याचारपरायणाः - तेऽपि बाह्ययतयः सम्प्रमुग्धान् नाशयन्ति, मोक्षमार्गात् परिभ्रंशयन्ति । २३०८ – = का क परमार्थतः ते पापश्रमणत्वेनैव व्यवहार्याः । तदुक्तम् उत्तराध्ययनसूत्रे " बहुमाई पमुहरी, थद्धे लुद्धे પગ અનિાદે બસંવિમાન અવિયત્તે, પાવક્ષમત્તિ યુદ્।।” (ઉત્ત.૧૭/૧૧) તિા વ્રતો યે ત્રન્તઃ = अन्तःकरणे दृढाम् = अविचलितां मायां निकृतिं दधति, तान् बकवत् शठवृत्तीन् शोभनान् આ વાક્ય સાંભળીને પાણીમાં રહેલું માછલું બોલે છે કે ‘હે રાજન્ ! મારા દ્વારા તમને ખાનગીમાં પૂછાય (?કહેવાય) છે. રાજન્ ! તમે લોકો તે બગલાના ચરિત્રને જાણતા નથી. પણ સહવાસીનું સહજ જીવનચરિત્ર સહવાસી જ જાણે છે. કારણ કે આ બગલાએ મને કુલવિહીન કરી નાખેલ છે.' એક માછલું રાજા રામચન્દ્રજીને આ વાત કરી રહેલ છે. કહેવાનો આશય એ છે કે બગલો માછલાને ખાય છે. માછલાને ખાવાનો પરિણામ તેના અંતરમાં નિરંતર છવાયેલ હોય છે. પરંતુ માછલાને ખાવાના પોતાના આશયને ઢાંકીને બીજા જીવોની આગળ પોતાનો જીવદયાપરિણામ દેખાડવા માટે બગલો નીચે જોઈને અત્યંત ધીમે ધીમે પોતાના પગલાને માંડતો અને ઉપાડતો ઋષ્યમૂક પર્વતની નજીકમાં આવેલ પંપા નામના સરોવરમાં ઉતરે છે. આ રીતે પંપા સરોવરમાં ઉતરતો બગલો મુગ્ધ જીવોને અત્યંત ધાર્મિક તરીકે જણાય છે. પરમધાર્મિક તરીકેની બગલાની પ્રસિદ્ધિને સાંભળીને તળાવના માછલાઓએ તેના || ઉપર અત્યંત વિશ્વાસ રાખ્યો. વિશ્વસ્ત માછલાઓ બગલાની પાસે આવવા લાગ્યા અને બગલો એક પછી એક વિશ્વાસુ માછલાઓને ખાવા લાગ્યો. અંતે તળાવમાં રહેલ માછલાઓના આખા વંશને તેણે તે ઉખેડી નાખ્યો, છેલ્લે ફક્ત એક જ માછલું તળાવમાં બાકી રહ્યું. એક જ તળાવમાં બગલો અને માછલું રહેતા હોવાના કારણે તે માછલું બગલાની ખાનગી હિંસક પ્રવૃત્તિઓને સારી રીતે જાણે છે. તેથી તે તળાવે આવેલા રાજા રામચન્દ્રજીને ઉપરની વાત જણાવે છે. જેમ બગલાએ વિશ્વાસુ માછલાના વંશને ઉખેડી નાખ્યો, તેમ અત્યંત મુગ્ધ લોકોને ઠગવા માટે સમિતિ-ગુપ્તિ વગેરે બાહ્યાચારમાં પરાયણ તે બહિર્મુખી કપટી સાધુઓ અત્યંત મુગ્ધ લોકોને ઠગે છે અને મોક્ષમાર્ગથી ભ્રષ્ટ કરે છે. / પાપશ્રમણની નિશાની (પરમા.) વાસ્તવમાં તો તેઓ પાપશ્રમણ તરીકે જ વ્યવહાર કરવા યોગ્ય છે. તેથી જ ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવેલ છે કે ‘બહુ માયા કરનાર, અત્યંત બોલ-બોલ કરનાર, અહંકારથી સ્તબ્ધ થયેલ, વસ્ત્ર -પાત્ર વગેરેમાં અત્યંત આસક્ત, પાંચ ઈન્દ્રિયો ઉપર અંકુશ ન રાખનાર, પોતાને મળેલ ગોચરી-પાણી વગેરે દ્વારા ગુરુભાઈ વગેરેની ભક્તિ ન કરનાર, સાધુ વગેરેને અપ્રિય હોય એવો સાધુ પાપશ્રમણ કહેવાય 1. વહુમાયી પ્રમુલરા, સ્તબ્ધઃ સુન્ધા મનિગ્રહઃ અસંવિમાની પ્રિય, પાપશ્રમળ કૃતિ મુખ્યતે।। =

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446