Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२३१८ . परद्रव्यादिरुचिः सन्त्याज्या ,
૧/-૭ प ग्रन्थिभेदादितः सम्यग्ज्ञानम् आविर्भवति। तद् विना तु कषायमन्दतादिबाह्यप्रयत्नतोऽपि जायमानं ग पुण्यं प्रायशः पापानुबन्धि भवति, अभव्यपुण्यवत् ।
ततो निजशुद्धात्मस्वभावसमादरादिपरायणतया सर्वत्र, सर्वदा, सर्वथा भाव्यम् । प्रतिभासमानपरद्रव्यादिरुचिः सततं त्याज्या । इत्थञ्च क्रमेण “निरवशेषनिराकृतकर्ममलकलङ्कस्य अशरीरस्य आत्मनः र अचिन्त्यस्वाभाविकज्ञानादिकगुणम् अव्याबाधसुखम् आत्यन्तिकम् अवस्थान्तरं मोक्षः” (त.स.सि.१/१ उत्थानिका क १/८) इत्येवं तत्त्वार्थसर्वार्थसिद्धौ पूज्यपादस्वामिप्रदर्शितो हि मोक्षः प्रत्यासन्नो भवेत् ।।१५/२-७।।
વગેરે જાગે તો તેનાથી ગ્રંથિભેદ થાય, સમ્યગ્દર્શન પ્રગટે. તેનાથી જ જ્ઞાન સમ્યગું બને છે. સમ્યગુ જ્ઞાનને મેળવવાનો, મતિવિપર્યાસને ટાળવાનો આ જ સાચો ઉપાય છે. વધુ શાસ્ત્રો ભણવાથી વધુ માહિતી ભેગી થાય, કોમ્યુટરમાં જેમ માહિતીસંગ્રહ થાય તેમ. પરંતુ સમ્યગુજ્ઞાન તેટલા માત્રથી ન પ્રગટે. બાકી તો સાડા નવ પૂર્વ સુધીનું જ્ઞાન મેળવનાર અભવ્યનું જ્ઞાન પણ સમ્યગૂ બની જાય. સાચા આત્માર્થી સાધકનો સૌપ્રથમ પ્રયત્ન વધુ માહિતીજ્ઞાનને મેળવવાનો નહિ પરંતુ મળેલા જ્ઞાનને સમ્યગુ છે કરવાનો હોય. તે માટે સ્વલક્ષ્ય = નિજ શુદ્ધચૈતન્યસ્વભાવનું લક્ષ્ય બળવાન બનાવવું. સ્વલક્ષે સમ્યજ્ઞાનને , પ્રગટ કર્યા વિના કે તે દિશાના પ્રયાસ વિના કોઈ જીવ કષાયને મંદ કરવાના બાહ્ય પ્રયત્ન વગેરેમાં
લાગી જાય તો તેવા પ્રયત્નથી પણ જે પુણ્ય બંધાય તે પુણ્ય પ્રાયઃ પાપાનુબંધી હોય છે. સાધુવેશધારી a નવરૈવેયકગામી અભવ્યનું પુણ્ય પાપાનુબંધી જ હોય છે ને ! તેની જેમ આ વાત સમજવી.
એ જે જે, પરદ્રવ્યની રુચિ જાગે નહિ તે (તતો.) તેથી સાધક ભગવાને સર્વત્ર, સર્વદા, સર્વથા પોતાના શુદ્ધ આત્મસ્વભાવના જ સમ્યફ પ્રકારે આદર, અહોભાવ, બહુમાન ભાવ વગેરેમાં પરાયણ બનવું. નિજજ્ઞાનમાં પ્રતિભાસતા-જણાતા પદ્રવ્યાદિમાં જરા પણ રુચિ જાગી ન જાય તેની સતત સાવધાની રાખવી. તે રુચિને સતત સદંતર છોડવી. આ રીતે સાવધાની રાખીને ક્રમશઃ મોક્ષમાર્ગે આગળ વધતાં તત્ત્વાર્થસર્વાર્થસિદ્ધિ વ્યાખ્યામાં જણાવેલ મોક્ષ નજીક આવે. ત્યાં દિગંબર પૂજ્યપાદસ્વામીએ દર્શાવેલ છે કે “સર્વ કર્મમલ કલંકનું નિરાકરણ કરીને અશરીરી આત્માની વિશેષ પ્રકારની અવસ્થા મોક્ષ છે. તે અવસ્થામાં અચિંત્ય સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણો રહેલા હોય છે તથા પીડારહિત અત્યંત આનંદ વિદ્યમાન હોય છે. (૧પ/ર-૭)
લખી રાખો ડાયરીમાં.....
• કાયાની નિર્બળતા સાધનામાં રુકાવટ લાવે.
દા.ત. ફૂગડુ મુનિ મનની નિર્બળતા ઉપાસનામાં રુકાવટ લાવે.
દા.ત. ફૂગડુ મુનિના સહવર્તી