Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨-૭ ० तुच्छाशयवन्तः कपटपरायणाः .
२३१७ -सकामनिर्जरादिकं प्रणिधातव्यम् । सानुबन्धसकामकर्मनिर्जराऽऽत्मशुद्धि-सद्गुणावाप्ति-संवर-निर्जरा प -जिनाज्ञाऽऽराधनादिप्रणिधानं विस्मृत्य केवलजनमनोरञ्जनेहलौकिकानुकूल्य-यशकीर्त्यादिप्राप्तिलक्ष्यतः रा धर्मक्रियाकरणं महामाया एव । जिनोक्तोत्तमाशयपरित्यागेन धर्मक्रियायां तुच्छाशयप्राधान्यार्पणं कपटमेव। . आत्मश्रेयो-निःश्रेयसवैमुख्यवृत्तिरपि प्रकारान्तरेण शाठ्यमेवोग्रधर्मचर्यावताम् । एतादृशबकवृत्तिसेवनेनोग्रसंयमचर्यापरिशीलनमज्ञानकष्टमेव मिथ्यात्वमोहनीयकर्मोदयकार्यञ्च । मतिविपर्यासान्न ते स्वशाठ्यं । जानन्ति । एवंविधावस्था अस्माकं न स्यादित्यवधेयमेतावता।
वस्तुतः परद्रव्यादिरुचिरेव मतिविपर्यासं जनयति । परद्रव्यादिरुचिपरतया धर्मोपदेशादिपर-णि लक्ष्यतोऽपि जायमानयोः मति-श्रुतयोः मिथ्यात्वमेव । निजशुद्धचैतन्यस्वभावमाहात्म्य-लक्ष्य-रुचि-समादरादिना का આત્મશુદ્ધિ, સણપ્રાપ્તિ, સંવર-નિર્જરાની આરાધના, જિનાજ્ઞાની ઉપાસના કરવાનું લક્ષ્ય ભૂલીને “માત્ર લોકોને ખુશ કરવા, આ-લોકની અનુકૂળતા પ્રાપ્ત કરવી, યશ-કીર્તિને મેળવવી” – આ જ મુખ્ય લક્ષ્ય ધર્મક્રિયાની પાછળ ગોઠવાઈ જાય તો તે એક જાતની મહામાયા છે. ભગવાને બતાવેલા ઉત્તમ આશયને છોડી ધર્મક્રિયાની પાછળ તુચ્છ આશયને કેન્દ્રસ્થાને સ્થાપિત કરવો - તે એક જાતની લુચ્ચાઈ જ છે. ઉગ્ર ધર્મચર્યા કરવા છતાં પણ આત્મકલ્યાણને કે મોક્ષને પરિધિના સ્થાનેથી પણ ખસેડી દેવાનું વલણ કેળવવું તે એક જાતનું કપટ જ છે. આવું કપટ રાખીને બાહ્ય ઉગ્ર સંયમચર્યાને આચરવી તે અજ્ઞાનકષ્ટ છે. મિથ્યાત્વમોહનીય કર્મનું તે કાર્ય છે. મતિવિપર્યાસના લીધે પોતાના કપટને તે જીવો કપટ તરીકે ઓળખી શકતા નથી. આવું આપણા જીવનમાં બની ન જાય તેની સાવધાની આ શ્લોક દ્વારા મેળવવા જેવી છે.
પંન્યાસપ્રવર શ્રીચરણવિજયજી મહારાજે ગુજરાતી સુભાષિત સૂક્તરત્નાવલી' માં જે નિમ્નોક્ત વાત છે જણાવી છે, તેની પણ અહીં વિભાવના કરવી.
“ગુણીજનની નિંદા કરે, આપ બડાઈ અપાર; છતાં કહે હું સંત છું, એ પણ એક ગમાર.” (૯૪/૨૧ ભાગ-૧, પૃષ્ઠ-૧૭૭) આપ બડાઈ બહુ કરે,સુણે બીજાની પાસ; વગર ગુણે ગુરુજી બને, ત્રણ જગ માને દાસ.” (૧૦૯/૪ ભાગ-૨, પૃષ્ઠ-૩૩૫) “તેવા પામર માનવી, પશુ સમા હેવાન; આપ બડાઈ સાંભળી, બને સાવ બેભાન.” (૧૦૯/૫ ભાગ-૨, પૃષ્ઠ-૩૩૫)
# સ્વલક્ષવિના જ્ઞાન સમ્યગ્ર બને નહિ * (વસ્તુ.) વાસ્તવમાં તો પર દ્રવ્યાદિની રુચિ = બહિર્મુખતા જ મતિમાં વિપર્યાસને જન્માવે છે. બહિર્મુખપણે પારકા દ્રવ્ય-ગુણાદિની રુચિમાં જ તત્પર બનીને બીજાને ધર્મોપદેશ આપવાના અભરખા રાખવા એ પણ પરલક્ષ જ છે. તેવા પરલક્ષથી પણ જે મતિ-શ્રુત પ્રગટે છે, તે કેવળ મિથ્યા છે. સ્વલક્ષ્ય પ્રગટાવ્યા વિના, પર લશે જે પણ બોધ થાય તે મિથ્યા જ બને, મિથ્યાત્વપોષક બને. ધર્મોપદેશકોએ આ વાતને ગંભીરતાથી સાંપ્રત કાળે ધ્યાનમાં લેવા જેવી છે. પોતાના જ ચૈતન્યસ્વભાવનો મહિમા અંદરમાં પ્રગટે, તેની જ લગની જાગે, તેનું જ સર્વત્ર લક્ષ્ય રહે, સર્વદા તેનો જ સાચો આદરભાવ