Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२३२० • कपटतो गुणानुवादकरणं त्याज्यम् ।
8/૨-૮ જેણે (મનિ = મનમાં) માયા શલ્યરૂપ આત્મપરિણામ રાખ્યો છઇ, તે પ્રાણીનઈ. ૧૫/
स्वावस्थानावकाशोपलब्धये गुणलवं = द्वेषविषयीभूततत्त्वज्ञानिगुणलेशं वदन्ति । तदपि = गुणलववदनमपि प साम्प्रतं दूषणतया = महादोषतया परिणमति, यतः ते स्वान्तःकरणे दृढां मायां = मायाशल्यलक्षण
क्लिष्टाऽऽत्मपरिणतिं धारयन्ति। न हि ते गुणानुरागतः तत्त्वज्ञानिगुणानुवादं कुर्वन्ति, किन्तु " अन्यगुणज्ञसज्जन-श्रावकादिसन्निधौ स्थानावाप्तिव्याजत एव। इत्थम् आंशिकगुणानुवादकरणमपि म अन्यादृशस्वाशयनिगूहनतो मायालक्षणमहादोषविधयैव परिणमतीति सिद्धम् ।। शं प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – गुणज्ञश्रावकाणां पुरतः आत्मज्ञसाधुनिन्दायां तेभ्यः भोजन __-जलोपकरणोपाश्रयादिप्राप्तिः दुष्करा स्यात् । ततश्च तत्त्वज्ञसाधुगोचरद्वेषव्याप्तान्तःकरणत्वेऽपि तथा
विधपौद्गलिकलाभकृते गुणज्ञश्रावकेभ्यः तत्त्वज्ञसाधुगुणलेशकथनमपि प्रच्छन्नशाठ्यमेव । एतादृशण शठतातत्त्वज्ञसाधुद्वेषादिकमस्मदन्तःकरणप्रविष्टं न स्यात् तथा जागरितव्यमित्युपदिश्यते । का तबलेन “तत्थ सिद्धा महाभागा लोयग्गंमि पइट्ठिया। भवप्पवंचउम्मुक्का सिद्धिं वरगइं गया ।।" (ઉત્ત.[.૩૬/૬૩) કૃતિ ઉત્તરાધ્યયનસૂત્રોન સિદ્ધિ તિઃ સુત્તમ યાત્ાા૨૧/ર-૮ છે. કારણ કે તેઓ પોતાના અંત:કરણમાં માયાશલ્ય નામની ક્લિષ્ટ આત્મપરિણતિને અત્યંત દઢપણે ધારણ કરે છે. તે કપટી સાધુઓ ગુણાનુરાગથી તત્ત્વજ્ઞાનીના ગુણાનુવાદ કરતા નથી. પરંતુ બીજા ગુણજ્ઞ સજ્જન, શ્રાવક વગેરેના સાન્નિધ્યમાં સ્થાન મેળવવાના બહાનાથી જ તત્ત્વજ્ઞાનીના આંશિક ગુણોની તેઓ પ્રશંસા કરે છે. આમ તત્ત્વજ્ઞાનીના આંશિક ગુણોની પ્રશંસા કરવાની ક્રિયા પણ પોતાનો અન્ય પ્રકારનો આશય છૂપાવવાના કારણે માયારૂપ મહાદોષરૂપે જ પરિણમે છે. આ પ્રમાણે સિદ્ધ થાય છે.
* પ્રચ્છન્ન માયાને છોડીએ કે આધ્યાત્મિક ઉપનય - જો ગુણજ્ઞ શ્રાવકો વગેરેની આગળ આત્મજ્ઞાની મહાત્માની નિંદા કરવામાં આવે તો તે ગુણજ્ઞ શ્રાવકો પાસેથી ગોચરી, પાણી, ઉપકરણ, ઉપાશ્રય વગેરે મળવાની શક્યતા રહેતી સ નથી. તેથી તત્ત્વજ્ઞાની મહાત્મા પ્રત્યે પોતાના અંતઃકરણમાં દ્વેષ હોવા છતાં તથાવિધ પૌદ્ગલિક લાભ
લેવા માટે ગુણજ્ઞ શ્રાવકો, ગૃહસ્થો વગેરે પાસે તત્ત્વજ્ઞાની મહાત્માની નિંદા કરવાના બદલે તેમના થોડા-ઘણા ગુણોની પ્રશંસા કરવી તે પણ એક જાતની પ્રચ્છન્ન માયા જ છે. આવી માયા કે તત્ત્વજ્ઞાની મહાત્મા પ્રત્યેનો દ્વેષ આપણા અંતઃકરણમાં પ્રવેશી ન જાય તેવી સાવધાની રાખવાની ભલામણ આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે.
સિદ્ધવરૂપનું સૌંદર્ય (તસ્વ.) તે સાવધાનીના બળથી સિદ્ધિગતિ સુલભ થાય. ઉત્તરાધ્યયનસૂત્રમાં સિદ્ધિગતિ અંગે જણાવેલ છે કે “તે લોકાગ્રભાગમાં પ્રતિષ્ઠિત થયેલા, અચિંત્યશક્તિ-શુદ્ધિસંપન્ન, ભવપ્રપંચથી પૂર્ણતયા મુક્ત થયેલા સિદ્ધાત્માઓ શ્રેષ્ઠ સિદ્ધિગતિને પામેલા છે.” (૧પ/ર-૮)
1. तत्र सिद्धा महाभागा लोकाग्रे प्रतिष्ठिताः। भवप्रपञ्चोन्मुक्ताः सिद्धिं वरगतिं गताः।।