Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/-૧૨ • आवश्यकनियुक्तिसंवादः ।
२३४१ રૂતિ વેચનાત્ જ્ઞાનપ્રથાનત્વમરિયમ્ રૂતિ ભાવ II૧૫/૨-૧રા વા ફંસાવરિત્તાવસ્થો સમને પરસ્તોનવા (સા.નિ.99૬૬) રૂત્યુન્
तद्वृत्तौ श्रीहरिभद्रसूरिभिः “दर्शनपक्षः श्रावके अप्रत्याख्यानकषायोदयवति भवति चारित्रभ्रष्टे च ... कस्मिंश्चिदव्यवस्थितपुराणे मन्दधर्मे च = पार्श्वस्थादौ, दर्शन-चारित्रपक्षः श्रमणे भवति, किम्भूते ? । परलोकाऽऽकाङ्क्षिणि, सुसाधावित्यर्थः, प्राकृतशैल्या चेह सप्तमी षष्ठ्यर्थ एव द्रष्टव्या, दर्शनग्रहणाच्च म ज्ञानमपि गृहीतमेव द्रष्टव्यम्, अतो दर्शनादिपक्षस्त्रिरूपो वेदितव्य" (आ.नि.११६५, हारि.वृत्ति.) इत्युक्तम् । श्री
अतः स्वस्य चारित्राचारवैकल्ये श्रावकत्वे वा प्रायशः उत्कृष्ट-शुद्धक्रियायोगसाधकत्वाऽयोगेन । ज्ञानप्राधान्यमेव आदरणीयमिति यावत् तात्पर्यम् । જીવનમાં, ચારિત્રભ્રષ્ટના જીવનમાં અને મંદધર્મવાળા સાધુના જીવનમાં દર્શનપક્ષ હોય છે. પરલોકઆકાંક્ષી એવા શ્રમણમાં દર્શન અને ચારિત્ર ઉભયનો પક્ષ હોય છે.”
(ત) શ્રીહરિભદ્રસૂરિ મહારાજે આવશ્યકનિયુક્તિ ઉપર વ્યાખ્યા બનાવેલ છે. આ ગાથાનું વિવેચન કરતા તેઓશ્રીએ જણાવેલ છે કે
“(૧) શ્રાવકને અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય હોય છે.
(૨) ચારિત્રભ્રષ્ટ થયેલ કોઈક જીવ સંસારમાં જવા છતાં પણ સંસારમાં જ કાયમ રહેવાની ગોઠવણ નથી કરતો, સંસારનો પક્ષપાત નથી કરતો. તે સંસારત્યાગની થોડી ઘણી તૈયારી રાખે છે. તેવો જીવ
વ્યવસ્થિતપુરા' તરીકે પણ ઓળખાય છે. (જે સંસારમાં ઠરીઠામ થયેલ છે અને શ્રાવકના આચાર પાળે છે, તેનો સમાવેશ શ્રાવકમાં થઈ જાય.)
તથા (૩) પાસત્થા, ઓસન્ના, કુશીલ, સંવિગ્નપાક્ષિક વગેરે સાધુઓ મંદધર્મવાળા = મંદચારિત્રધર્મવાળા કહેવાય છે. પ્રસ્તુત ત્રણેય પ્રકારના જીવમાં દર્શનપક્ષ હોય છે. દર્શનપક્ષ એટલે સમ્યગ્દર્શનની મુખ્યતા. 01 દર્શન’ શબ્દનું ગ્રહણ કરવાથી સમ્યજ્ઞાનનું પણ ગ્રહણ થઈ જ ગયું તેમ સમજવું. તેથી સમ્યજ્ઞાનનો પક્ષ = સમ્યજ્ઞાનની મુખ્યતા પણ તે ત્રણેયના જીવનમાં સંભવે છે - તેમ જાણવું. તથા જેમનું મન સદા પરલોકને = મોક્ષને ઝડપથી મેળવવા માટે તત્પર હોવાથી પરલોકને સુધારવાની ઝંખના રાખતું હોય છે તેવા ભાવસાધુને સમ્યગ્દર્શનનો અને ચારિત્રનો પક્ષ હોય છે. “સમ્યગ્દર્શન' જણાવ્યું એટલે સમ્યજ્ઞાન પણ જણાવાઈ જ ગયું - તેમ સમજવું. અર્થાત્ ભાવસાધુને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેયની મુખ્યતા જાણવી. આવશ્યક નિર્યુક્તિની ગાથા પ્રાકૃત ભાષામાં છે. તેથી પ્રાકૃત શૈલીના લીધે “બંધને વગેરે શબ્દમાં જે સાતમી વિભક્તિનું ગ્રહણ કરેલ છે તે છઠ્ઠી વિભક્તિના અર્થમાં જાણવી. આ બાબતને ખ્યાલમાં રાખીને જ અહીં ઉપરોક્ત અર્થઘટન કરવામાં આવેલ છે.” આ પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિજીએ આવશ્યકનિયુક્તિવૃત્તિમાં જણાવેલ છે.
(તા.) પોતાના જીવનમાં ચારિત્રાચારની ન્યૂનતા હોય અથવા પોતે શ્રાવકપણામાં રહેલ હોય તો ઉત્કૃષ્ટ શુદ્ધ ક્રિયાયોગની સાધના પ્રાયઃ શક્ય ન હોવાથી તેવા જીવોએ જ્ઞાનની જ મુખ્યતાને આદરવી જોઈએ. આવું કહેવાનું અહીં ગ્રંથકારશ્રીનું તાત્પર્ય જાણવું.