Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 419
________________ /૨-૧૦ . आत्मज्ञानी रागत्यागी । २३३१ વળવા” (સ.સા.૨૧૮) રૂતિ સમયસરવનિમણનુર્તિવ્યમ્ | प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - ज्ञानिपुरुषजीवने कृष्णलीलान्याययोजनं ग्रन्थकृतां न सम्मतम् । प किन्तु निकाचितकर्मोदयतः संयोगवैपरीत्यतः अशक्त्यादितो वा जिनाज्ञाविपरीतप्रवृत्तिकरणेऽपि रा ज्ञानिपुरुषान्तःकरणं संवेदनासमभिव्याप्तं भवति । न ह्यसत्प्रवृत्तिपक्षपातलवोऽपि तेषां चित्ते विपरिवर्त्तते। म अनिवार्याऽसत्प्रवृत्तिकरणेऽपि तन्मध्याद् अपेक्षिताऽसङ्गतयैव ज्ञानी प्रयाति। कान्तादृष्टिसम्पन्ना । इव ज्ञानिन आक्षेपकज्ञानप्रभावात् क्वचिद् आवश्यकभोगप्रवृत्तौ सत्याम् अपि कुकर्मणा नैव । लिप्यन्ते । न हि भोगप्रवृत्तिपक्षपातांऽशोऽपि तेषां विद्यते । अत एव ततो न भवपरम्परावृद्धिः। न के हि कर्मोदयजन्यपदार्थ-प्रवृत्ति-परिणामाः केवला भवपरम्पराबीजरूपतामाबिभ्रति किन्तु तत्र स्वत्व र्णि -ममत्व-कर्तृत्व-भोक्तृत्व-पक्षपातबुद्धिरेव प्रदीर्घभवपरम्पराबीजम् । प्रत्युत निजशुद्धचैतन्यस्वरूपानुसन्धानवतः असङ्गभावेन केवलकर्मोदयतो भोगप्रवृत्तिमध्येन હોય છે. જેમ કાદવની અંદર રહેલ સોનું કાદવથી લેપાતું નથી તેમ કર્મમધ્યવર્તી જ્ઞાની પુરુષ કર્મથી લેખાતા નથી.” દિગંબર આચાર્યનું પ્રસ્તુત વચન પણ જ્ઞાનના અમોઘ સામર્થ્યને દર્શાવે છે. જ જ્ઞાની અસત્ પક્ષપાત ન કરે Aઉપનય :- “કૃષ્ણ કરે તે લીલા'- આવી ઉક્તિને જ્ઞાની પુરુષની બાબતમાં લાગુ પાડવાનું પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં અભિપ્રેત નથી. પરંતુ નિકાચિત કર્મના ઉદયથી કે વિપરીત સંયોગથી કે અશક્તિ આદિના કારણે જ્ઞાની પુરુષને જિનાજ્ઞાથી વિપરીત રીતે પ્રવૃત્તિ કરતી વખતે અંતરમાં અત્યંત વેદના અને આત્મસંવેદના જ ઘૂંટાતી હોય છે. ખોટી પ્રવૃત્તિનો લેશ પણ પક્ષપાત તેમના અંતરમાં હોતો નથી. અનિવાર્યપણે કરવી પડતી ખોટી પ્રવૃત્તિમાંથી પણ અપેક્ષિત અસંગપણે જ્ઞાની પુરુષ પસાર થઈ જાય છે છે. યોગની છઠ્ઠી કાન્તા દષ્ટિમાં રહેલા યોગી પુરુષના ભોગસુખની જેમ આક્ષેપકજ્ઞાનના લીધે જ્ઞાની પુરુષો ધ ક્વચિત્ કર્મવશ ભોગપ્રવૃત્તિમાં પરોવાયેલા હોય છતાં પણ કર્મબંધથી લેવાતા નથી. કેમ કે ભોગપ્રવૃત્તિનો આંશિક પણ પક્ષપાત તેમના અંતઃકરણમાં હોતો નથી. તેથી જ તેવી પ્રવૃત્તિથી તેમના સંસારની પરંપરા છે વધતી નથી. કારણ કે માત્ર કર્મોદયજન્ય દેહ-ઈન્દ્રિય-ધનાદિ પદાર્થ, ભોગસુખ પ્રવૃત્તિ કે રાગાદિ પરિણામો ભવપરંપરાના કારણ બનતા નથી. પરંતુ તેમાં (૧) હુંપણાની બુદ્ધિ કે (૨) મારાપણાની બુદ્ધિ કે (૩) કર્તુત્વબુદ્ધિ કે (૪) ભોસ્તૃત્વબુદ્ધિ કે (૫) પક્ષપાતબુદ્ધિ એ જ અતિદીર્ઘ ભવપરંપરાનું કારણ છે. કર્મવશ થતી ભોગસુખપ્રવૃત્તિ વગેરેમાં આત્મજ્ઞાની નિર્મળ સમ્યગ્દષ્ટિને આ પાંચમાંથી એક પણ પ્રકારની કુમતિ હોતી નથી. તો પછી તેની ભવપરંપરા તેના નિમિત્તે કઈ રીતે વધી શકે ? - આ સમકિતીની પ્રવૃત્તિ નિર્જરાજનક . (7) ઊલટું નિર્મળ સમકિતીને તેવા સ્થળે કર્મબંધ નહિ પણ કેવળ નિકાચિત કર્મની નિર્જરા જ થાય છે. કારણ કે તેને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું સતત અનુસંધાન હોય છે. તે રાગભાવથી નહિ પણ અસંગભાવે જ ભોગપ્રવૃત્તિ વચ્ચેથી ઝડપથી પસાર થઈ જાય છે. તે ભોગપ્રવૃત્તિમાં પોતાની ઈચ્છાથી નહિ પણ કેવલ કર્મોદયથી જ પ્રવર્તે છે. પ્રારબ્ધ કર્મના બળ કરતાં આત્માનું બળ ઓછું

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446