Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२३१०
० परभावौदासीन्येन निजशान्तिप्रादुर्भावः ० ૨૫/ર-૧ प स्वप्रभावनाकरणवृत्तितः, सङ्घरक्षाभिधानेन स्वसमुदाय-सम्प्रदायरक्षाकरणवृत्तितः साम्प्रतं विशिष्य ... दूरेण भाव्यमित्युपदिश्यते । " शान्ति-सुखादिप्राप्तये जनमनोरञ्जन-माया-ममता-वासनाद्यावर्ते नैव जातुचिद् निमज्जनीयम्, न म वा परद्रव्याद्यनुभवपरायणतया भाव्यम् । शान्त्यादिकं परद्रव्यादितः, तत्प्रेक्षणादितः, विभावपरिणामार्श दिकर्तृत्व-भोक्तृत्वदशातो वा नैव प्रादुर्भवति। तत्सर्वपरभावौदासीन्येन ध्रुव-शुद्ध-पूर्ण-निजचैतन्या
ऽखण्डपिण्डे निजवर्त्तमानोपयोगपरिणतिलीनतासम्पादनेनैव ततः साम्प्रतं शान्त्यादिकम् आविर्भवेत्, - नान्यथा। इत्थं परिपूर्ण-परिशुद्ध-शाश्वत-निजपरमशान्तस्वभावप्रादुर्भावतः “सिद्धक्षेत्रे विमले, जन्म-जरा
-मरण-रोगनिर्मुक्तः। लोकाग्रगतः सिध्यति, साकारेणोपयोगेन ।।” (प्र.र.२८८) इति प्रशमरती प्रदर्शिता का सिद्धिः प्रत्यासन्ना स्यात् ।।१५/२-५ ।।
પોતાના સંપ્રદાયની જ રક્ષા કરવી - આ પણ કપટવૃત્તિ છે. આવી માયાવૃત્તિથી પણ આ કાળમાં વિશેષ પ્રકારે દૂર રહેવા જેવું છે.
અ સાચી શાંતિને મેળવવાનો ઉપાય છે. (શાન્તિ) હકીકતમાં દરેક જીવ શાન્તિ, સુખ વગેરેના જ કામી છે. તે માટે જ સર્વ જીવો પ્રયત્ન કરે છે. પણ તેનું સાચું સાધન ન પકડવાથી તેની પ્રાપ્તિ થતી જ નથી. જેણે તાત્ત્વિક શાન્તિ, સુખ વગેરે મેળવવા છે, તેણે ક્યારેય પણ જનમનરંજન, માયા, મમતા, વાસના વગેરેના વમળમાં ડૂબવું
ન જ જોઈએ કે પર દ્રવ્ય-ગુણાદિનો અનુભવ કરવામાં ગળાડૂબ થવું ન જ જોઈએ. હે ભવ્યાત્મા! એ તારે આત્માની શાંતિ વગેરે ગુણવિભૂતિને પ્રગટ કરવી જ છે, તો તે ક્યારેય પારકા દ્રવ્ય-ગુણ-પર્યાયમાંથી
નહીં આવે, પારકી વસ્તુ સામે જોવાથી નહિ જ આવે. રાગાદિ વિભાવપરિણામ કે ક્ષણિક વિકલ્પ વગેરે પર્યાયના કર્તા-ભોક્તા બનવાની અવસ્થામાંથી પણ શાંતિ વગેરે ક્યારેય પણ, ક્યાંય પણ, કોઈને એ પણ પ્રગટી શકે જ નહિ. તેથી તે તમામ પરભાવના લક્ષને છોડી દે. તે તમામ પારકા દ્રવ્યાદિથી
પરમ ઉદાસીન બનીને ધ્રુવ, શુદ્ધ, પરિપૂર્ણ એવા પોતાના ચૈતન્યના અખંડ પિંડમાં જ તારી પોતાની વર્તમાન ઉપયોગપરિણતિને એકાકાર કર, તન્મય બનાવ. તારા ધ્રુવ, શુદ્ધ, પૂર્ણ ચૈિતન્યસ્વભાવના આધારે જ સાંપ્રત અવસ્થામાં સાચી શાંતિ વગેરે પ્રગટ થાય. બીજી કોઈ રીતે તાત્ત્વિક શાંતિ મળશે નહિ. આ રીતે અહીં બતાવેલ માર્ગે ચાલીને પરિપૂર્ણ, પરિશુદ્ધ, શાશ્વત એવા પોતાના જ પરમ શાંતસ્વભાવને પ્રગટ કરવાથી પ્રશમરતિમાં દર્શાવેલ સિદ્ધિ નજીક આવે છે. ત્યાં ઉમાસ્વાતિવાચકે જણાવેલ છે કે “જન્મ -જરા-મરણ-રોગથી સંપૂર્ણતયા છૂટી ગયેલ તથા વિમલ સિદ્ધિક્ષેત્રમાં લોકાગ્ર ભાગને પામેલ આત્મા સાકાર ઉપયોગથી સિદ્ધિને પામે છે.”(૧૫/ર-૫)