Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२८८ . साधनामार्गे प्रथमगुणप्रज्ञापना 0
૨૫/-૮ प मित्रादृष्टिकाले भद्रपरिणामिनि जीवे परिणमन्ती द्रव्यदृष्टिः घोरशत्रुतया आत्मगतं मिथ्यात्वं मा व्यनक्ति । 'देहेन्द्रिय-मनःप्रभृतिषु आत्मबुद्धिलक्षणा दुःखात्मकभोगेषु च सुखबुद्धिस्वरूपा मिथ्यादृष्टिरेव
आत्मनो घोरविडम्बनाकारिणी' इति तदा अन्तःकरणे प्रतीयते। निजदोषस्य दोषत्वेन ज्ञानम्, - अभ्युपगमः, श्रद्धा च प्रथमो मुख्यो गुणः। तदुत्तरं गुणयोग-क्षेम-शुद्धि-वृद्धियोग्यता प्रादुर्भवति । श अत एव मिथ्यात्वसहचरितत्वेऽपि तादृशगुणस्य गुणस्थानकत्वम् अभिप्रेतम् । प्रकृते मिथ्यात्वं न क गुणस्थानकतया सम्मतम् । किन्तु तदा महादोषत्वेन रूपेण मिथ्यात्वस्य निर्धान्तं ज्ञानमेव गुणस्थानं णि = सानुबन्धगुणोत्पत्तिस्थानं समाम्नातम् ।
अत एव तदा जीवे तात्त्विकं प्रथमगुणस्थानमुच्यते । इदमेवाभिप्रेत्योक्तं गुणस्थानकक्रमारोहे સરગમ' પુસ્તક-ત્રીજી આવૃત્તિ-પૃષ્ઠ ૮૫ થી ૯૯. આ રીતે શાંત-વિરક્ત ચિત્તે આશયશુદ્ધિથી સાધક પ્રભુ પરિણમી જાય તો મિથ્યાત્વમોહનીય મૂળમાંથી ઉખડવા માંડે, કર્મસત્તા પલાયન થઈ જાય.
પરંતુ આ બધું હોઠથી નહિ પણ હૃદયથી થવું જોઈએ. આદ્ર અંતઃકરણથી આવો પુરુષાર્થ ઉપડવો જોઈએ. તો જ દ્રવ્યદૃષ્ટિનું બળ મળે. સાધક આત્માની દ્રવ્યદૃષ્ટિમય સ્થિતિ-પરિણતિ હકીકતરૂપે જોઈએ. તો આત્માનું કામ થઈ જાય.
* વ્યક્ત મિથ્યાત્વને ઓળખીએ કર (મિત્રા.) શ્રીહરિભદ્રસૂરિવરે યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથરાજમાં બતાવેલી મિત્રાદષ્ટિ જ્યારે ભદ્રપરિણામી જીવમાં પ્રગટે ત્યારથી દ્રવ્યદૃષ્ટિનું પરિણમન તે જીવમાં શરૂ થાય છે. સાધક પ્રભુમાં પરિણમતી એવી 5 દ્રવ્યદૃષ્ટિ “આત્મામાં રહેલ મિથ્યાત્વ એ જ આત્માનો ઘોર શત્રુ છે' - તેવું વ્યક્ત કરે છે, જણાવે છે છે. “દેહ, ઈન્દ્રિય, મન વગેરેમાં આત્મબુદ્ધિ તથા દુઃખાત્મક ભોગાદિમાં સુખબુદ્ધિ...' વગેરે સ્વરૂપ વા મિથ્યામતિ-મિથ્યાષ્ટિ-મિથ્યાશ્રદ્ધા જ આત્માનું ઘોર નિકંદન કાઢનાર છે - આ પ્રમાણે મિત્રાદષ્ટિની
હાજરીમાં સૌપ્રથમ વખત સાધક જીવને અંદરમાં સમજાય છે. મિત્રાદષ્ટિ પૂર્વે જે મિથ્યાત્વ હોય છે, સ તે દોષસ્થાનક બને છે. મિત્રાદષ્ટિકાળે દોષરૂપે ઓળખાતું જે મિથ્યાત્વ હોય છે, તે ગુણસ્થાનક બને
છે. તેની પૂર્વે જીવ ગુણઠાણામાં નહિ પણ દોષના ખાડામાં જ હતો. તેથી ત્યારે જીવ મિથ્યાત્વને દોષરૂપે જાણી જ શકતો ન હતો. જીવની નજરમાં તે મિથ્યાત્વ પકડાતું ન હતું. મિત્રાદષ્ટિ આવે એટલે મિથ્યાત્વ શત્રુસ્વરૂપે વ્યક્ત થાય છે, દોષસ્વરૂપે ઓળખાય છે. પોતાના દોષને દોષસ્વરૂપે ઓળખવો, સ્વીકારવો એ જ સૌ પ્રથમ મહત્ત્વનો ગુણ છે. આવો ગુણ આવે એટલે ગુણની પ્રાપ્તિ, રક્ષા, શુદ્ધિ, વૃદ્ધિ થવાની યોગ્યતા જીવમાં આવે. તેથી જ મિથ્યાત્વ તે સમયે હાજર હોવા છતાં દોષનો દોષ તરીકે બોધ-સ્વીકાર-શ્રદ્ધા કરવા સ્વરૂપ ગુણ એ “ગુણસ્થાનક' તરીકે શાસ્ત્રકારોને માન્ય છે. પ્રસ્તુતમાં મિથ્યાત્વ એ “ગુણસ્થાનક' તરીકે માન્ય નથી. પરંતુ મિત્રા વગેરે દષ્ટિને ધરાવનાર સાધકને મહાદોષ સ્વરૂપે મિથ્યાત્વનું જે નિર્દાન્ત જ્ઞાન થાય છે, તે જ ગુણસ્થાનક સ્વરૂપે શાસ્ત્રકારોને સંમત છે. ગુણસ્થાન = સાનુબંધ એવા ગુણોની ઉત્પત્તિનું સ્થાન.
(બત.) તેથી જ ત્યારે જીવમાં તાત્ત્વિક પ્રથમ ગુણસ્થાન કહેવાય છે. આ જ અભિપ્રાયથી