Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૫/૨-૮ ० पराऽहितनिमित्ततया न भाव्यम् ।
२२८७ भजेतामित्यवधातव्यम् । अस्मदीयज्ञानादेः पराऽहितसमाचरणनिमित्तत्वे तत्त्वतः अस्माकम् अज्ञानग्रस्तत्वेन प 'दीपकतले तमः' इति न्यायविषयताऽस्माकं सम्पद्येत । एवं न स्यात् तथा यतितव्यमित्युपदेशः। ___ प्रकृते द्रव्यानुयोगगोचरज्ञानप्रभावेण द्रव्यदृष्टिः प्राप्तव्या, न तु केवलं द्रव्यदृष्टिज्ञानम् । न हि प्रशस्त-प्रकृष्ट-प्रौढवाणीविलास-विचारवैभवाभ्यां कर्मसत्ता वञ्चयितुं शक्या। भोजनादिप्रवृत्तिकाले । द्रव्यदृष्टिबले सति तपस्त्यागादिसहकृतदेहात्मविवेकविज्ञानविमलीकृतनिजान्तरङ्गाऽऽर्दाऽऽशयवशेन श कर्मसत्ता उन्मूलयितुमपि शक्यते इत्यधिकम् अस्मत्कृतसंवेदनप्रबन्धाद् अवसेयम् । કરે પરંતુ બીજાનું અહિત તો ન જ કરે’ - આવું જાણીને આપણી જાણકારી અને પ્રવૃત્તિ ભૂલે ચૂકે પણ બીજા જીવોના અહિતમાં નિમિત્ત બની ન જાય તેની જાગૃતિ રાખવાની મંગળ પ્રેરણા અહીં પ્રાપ્ત થાય છે. જો આપણી જાણકારી બીજા જીવનું અહિત કરવામાં નિમિત્ત બની જાય તો વાસ્તવમાં આપણામાં અજ્ઞાન જ છવાયેલ હોય. તેથી “દીવા નીચે અંધારું' - આવી લૌકિક કહેવતનો આપણે ભોગ બનવું પડે. બીજાનું અહિત કરીએ ત્યારે આપણે આપણા પગમાં પણ કુહાડો મારવાનું કામ કરીએ છીએ. આવું આપણી બાબતમાં ન બને એવો પ્રયત્ન કરવાનો આધ્યાત્મિક સંદેશ ગ્રંથકારશ્રી અહીં ફરમાવે છે.
છે માત્ર દ્રવ્યદૃષ્ટિનું જ્ઞાન નહિ, દ્રવ્યદૃષ્ટિને મેળવીએ છે (પ્ર.) પ્રસ્તુતમાં દ્રવ્યાનુયોગના જ્ઞાનના પ્રભાવથી-સામર્થ્યથી-સહાયથી દ્રવ્યદૃષ્ટિ મેળવવાની છે. ફક્ત દ્રવ્યદૃષ્ટિનું જ્ઞાન મેળવીને અટકી જવાનું નથી. કારણ કે દ્રવ્યદૃષ્ટિના જ્ઞાનથી કે દ્રવ્યાનુયોગના જ્ઞાનથી પ્રશસ્ત, પ્રકૃષ્ટ અને પ્રૌઢ વાણીનો વિલાસ કે તેવો વિચારવૈભવ આવી જાય એટલા માત્રથી કર્મસત્તાને છેતરવી શક્ય નથી. તેથી અહીં દ્રવ્યાનુયોગજ્ઞાનની સહાયથી માત્ર દ્રવ્યદૃષ્ટિનું જ્ઞાન નહિ પણ દ્રવ્યદૃષ્ટિ છે મેળવવાની છે. સાધક ભગવાનમાં દ્રવ્યદૃષ્ટિનું પરિણમન થાય, દ્રવ્યદૃષ્ટિનું બળ પ્રગટે તો દેહાત્મભેદજ્ઞાન તો દ્વારા પોતાનો અંતરંગ આશય નિર્મળ બને છે. તેના લીધે કર્મસત્તાને માત્ર છેતરવાનું જ નહિ પણ કર્મસત્તાને મૂળમાંથી ઉખેડવાનું પણ શક્ય બને છે. આમાં તપ-ત્યાગ આદિ સાધનાનો સહકાર પણ જરૂરી છે. સા.
દા.ત. (૧) આપણે એવી કલ્પના કરીએ કે જીવને જમવાનો અવસર આવે એટલે કર્મસત્તા હરખાય છે કે હવે આ જીવને રસલોલુપ બનાવીને હું તેને મારા અદશ્ય બંધનમાં બાંધીશ, ભવભ્રમણ કરાવીશ.”
(૨) પણ ભોજન સમયે સાધક એમ વિચારે કે “હમણાં શરીરને ટેકો આપી દઉં. કાલથી તો અક્રમ કરીને શરીરનો પૂરેપૂરો કસ કાઢીશ. વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિહાર વગેરે યોગોના માધ્યમથી મોક્ષમાર્ગે આગળ વધીશ. ચાર મીઠાઈની જરૂર નથી. એક મીઠાઈથી ચાલશે. ફરસાણની તો બિલકુલ આવશ્યકતા નથી.” આવું થાય તો કાંઈક અંશે કર્મસત્તા છેતરાઈ કહેવાય.
(૩) તથા ભોજનના અવસરે શાંત-વિરક્ત ચિત્તથી સાધક ભગવાન એવું અંદરમાં પ્રતીત કરે કે “ભોજનના પુદ્ગલોથી દેહપુદ્ગલો પુષ્ટ થાય છે. એમાં મારે શું હરખ-શોક કરવાનો? હું તો અનાદિથી અણાહારી છું. દગાબાજ દેહને પુષ્ટ કરવામાં મને શો લાભ ? શરીર ખાય કે ન ખાય તેમાં મને શું લાગે વળગે ? મને તો રત્નત્રયના નિર્મળ પર્યાયોથી જ પુષ્ટિ મળે. શુદ્ધ ચેતનાનો ખોરાક મને ક્યારે મળશે? કેવી રીતે મળશે ?” આ અંગે વધુ જાણકારી મેળવવા જુઓ - અમે બનાવેલ “સંવેદનની