Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૫/૨-૩ • आत्महितगोचरमीमांसा कर्तव्या 0
२३०१ वस्तुतस्तु मायाऽऽच्छादिताः ते उग्रविहारिणोऽपि अनन्तकालं गर्भाद् गर्भम् आगन्तारः । इदमेवाभिप्रेत्य सूत्रकृताङ्गसूत्रे '“जइ वि य णिगिणे किसे चरे, जइ वि य भुंजिय मासमंतसो। जे इह प मायाइ मिज्जई आगन्ता गब्भाय णंतसो ।।” (सू.कृ.१/२/१/९) इत्युक्तम्। तपःकष्टादिकं सुकरम्, .. कपटत्यजनं दुष्करमिति भावः। अत एव अध्यात्मसारे “सुत्यजं रसलाम्पट्यम्, सुत्यजं देहभूषणम्। । सुत्यजाः काम-भोगाद्याः, दुस्त्यजं दम्भसेवनम् ।।” (अ.सा.३/७) इत्युक्तमिति भावनीयम् ।।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – धर्मजगत्प्रवेशोत्तरकालमात्मार्थिना विमृश्यं यदुत (१) कियद् र्श आत्महितं मया साधितम् ? (२) कियच्चात्महितमसिद्धम् ? (३) सत्यामपि शक्तौ कीदृशात्महितसाधने प्रमादग्रस्तोऽहम् ? (४) कस्मात् कारणात् प्रमाद्यते मयका ? (५) कीदृशीमात्मकल्याणदशामाરૂઢોડમ્ ? તિા.
केवलं जनमनोरञ्जनाऽऽशयेन बाह्याचाराभिनिवेशे स्वमतानुसारिहठवादरक्तत्वे वा परमार्थतो का जिनमतप्रवेशो नैव सुलभः। एवं हि साधुवेशधारणेऽपि नैव भावसाधुत्वमुपलभ्यते । एवं हि दीर्घभवभ्रमणमार्गप्रविष्टोऽपि जीवः ‘अहमपवर्गमार्गेऽस्मीति विभ्रमेण उन्मार्गगामी भवति । इत्थम
જ માયાવી સાધક અનન્તકાળ ભટકશે (વસ્તુ) વાસ્તવમાં તો માયાથી આચ્છાદિત હોવાના લીધે તે અજ્ઞાની જીવો ઉગ્રસંયમચર્યાવાળા હોવા છતાં પણ અનન્ત કાળ સુધી એક ગર્ભવાસમાંથી બીજા ગર્ભવાસમાં આવનારા છે - તેમ જાણવું. આ જ અભિપ્રાયથી સૂયગડાંગજી સૂત્રમાં જણાવેલ છે કે “જો કે કોઈ સાધક નગ્ન હોય, કૃશકાય એવો તે પોતાની ઉગ્ર સાધના કરતો હોય, કદાચ તે મહિનાના અંતે મહિને-મહિને અન્ત-પ્રાન્ત ભોજન કરતો હોય (અર્થાત્ ઉગ્ર તપસ્વી હોય) તો પણ જે આ ભવમાં માયાથી ગ્રસ્ત હોય તે અનંત કાળ સુધી ગર્ભવાસ માટે આવનાર હોય છે. મતલબ કે અનન્ત કાળ તે સંસારમાં ભટકે છે.” આશય એ છે કે તપ-કષ્ટ વગેરે સરળ છે પણ માયાત્યાગ દુષ્કર છે. આ જ અભિપ્રાયથી અધ્યાત્મસાર ગ્રન્થમાં છે જણાવેલ છે કે “રસલંપટતા છોડવી સહેલી છે. દેહવિભૂષા છોડવી સરળ છે. કામ-ભોગ છોડવા સહેલાવા છે. પણ દંભસેવન છોડવું ખૂબ ખૂબ મુશ્કેલ છે.” આ અંગે સાધકે ઊંડાણથી વિભાવના કરવી.
૦ આત્મહિતનો વિચાર કરીએ છે. આધ્યાત્મિક ઉપનય :- ધર્મજગતમાં પ્રવેશ કર્યા બાદ પ્રત્યેક આત્માર્થી જીવનું કર્તવ્ય છે કે “મેં કેટલું આત્મહિત સાધ્યું? કેટલું આત્મહિત સાધવાનું બાકી છે ? શક્તિ હોવા છતાં પણ ક્યા આત્મહિતને સાધવામાં પ્રમાદ થઈ રહેલ છે ? શા માટે પ્રમાદ થઈ રહેલ છે ? આત્મહિતની કઈ દશાએ હું પહોંચેલ છું ?' ઇત્યાદિ વિચારવિમર્શ કરવો જોઈએ.
(વ.) માત્ર જનમનરંજનના આશયથી બાહ્યાચારને પકડવામાં આવે કે પોતાની માન્યતા મુજબના હઠવાદની અંદર રક્ત થવામાં આવે તો તેનાથી જિનમતમાં તાત્ત્વિક પ્રવેશ થઈ શકતો નથી. તથા સાધુવેશ ધારણ કરવા છતાં ભાવસાધુ થવાતું નથી. દીર્ઘ ભવભ્રમણના માર્ગે હોવા છતાં હું મોક્ષમાર્ગમાં છું – એવો ભ્રમ રાખીને જીવ ઉન્માર્ગે ચડી જાય છે. આવું આપણા માટે ન બને તેવી કાળજી રાખવાની 1. यद्यपि च नग्नः कृशः चरेत्, यद्यपि च भुङ्क्ते मासम् अन्तशः। य इह मायया मीयते आगन्ता गर्भायानन्तशः।।