Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 388
________________ २३०० • माया त्याज्या : ૨૬/ર-૨ છે તે રાતા છઈ, એકાંતે સ્વાભિગ્રહીત હઠવાદમાં રક્ત પરિણામી છઈ. બાહ્ય કપટ ક્રિયા કરીને અનેક લોકને રીઝવઈ, એહવા જે વેશધારીયા, (તે) યતિ = સાધુ ન હોઈ. જિનમતને વિષે – તે જૈન મતનઈ વિષઈ, માતા ન હોઈ = પુષ્ટ ન હોઈ. ૧૫/ર-૩ ग्रहरक्ताः = एकान्तस्वकीयाऽभिगृहीतमिथ्याज्ञानलक्षणहठवादैकरक्तपरिणामाः कपटक्रियान्विताः = ५ जनमनोरञ्जनोद्देश्यकबाह्यशठाचारवन्तः ते बाह्यसाधुवेशधारिणः यतयाः = भावनिर्ग्रन्थाः न = नैव । रा परमार्थतः ते जिनमतमग्नाः = नय-निक्षेप-प्रमाण-सकलादेश-विकलादेश-नयसप्तभङ्गी-प्रमाणसप्तभङ्गीम प्रभृतिगर्भितसमुत्पादादित्रैलक्षण्यान्वितद्रव्य-गुण-पर्यायगोचरानेकान्तवादराद्धान्तोपदर्शकजैनदर्शनप्रमातारः न = नैव किन्तु कषायशासनलीनाः। अत एव ते सम्यग्दर्शनशून्या इति तात्पर्यम्। २ स्वबुद्धिकल्पितभावविशुद्ध्या उग्रविहारित्वेऽप्यज्ञानिनां नात्मशुद्धिः सम्पद्यते । यथोक्तं कु श्रीशीलाङ्काचार्येण सूत्रकृताङ्गवृत्तौ “नाऽज्ञानाऽऽवृतमूढजने भावशुद्ध्या शुद्धिः भवति। यदि च स्यात्, णि संसारमोचकादीनामपि तर्हि कर्मविमोक्षः स्यात् । तथा भावशुद्धिमेव केवलाम् अभ्युपगच्छतां भवतां शिरस्तुण्ड मुण्डन-पिण्डपातादिकं चैत्यकर्मादिकं चानुष्ठानम् अनर्थकम् आपद्यते। तस्मान्नैवम्विधया भावशुद्ध्या शुद्धिरुपનાયતે” (જૂઠ્ઠ છુ..૨/ક.૬/q.૩૦/9.૩૧૭) રૂક્તિા વિપર્યાસ સ્વરૂપ હઠવાદમાં જ કેવલ આસક્ત છે. આત્મજ્ઞાની - આત્મદર્શી કદાપિ કદાગ્રહી-હઠાગ્રહી ન જ હોય. લોકોના મનને ખુશ કરવાના ઉદેશથી બાહ્ય આચારને દંભથી પાળી રહેલા તેઓ ફક્ત બાહ્યસાધુવેશધારી છે. તેઓ ભાવસાધુ નથી. તેમજ તેઓ પરમાર્થથી જિનમતમાં મગ્ન થયા નથી. આશય એ છે કે નય, નિક્ષેપ, પ્રમાણ, સકલાદેશ, વિકલાદેશ, નયસપ્તભંગી, પ્રમાણસપ્તભંગી વગેરેથી ગર્ભિત એવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી યુક્ત દ્રવ્ય, ગુણ અને પર્યાય અંગે અનેકાન્તવાદના સિદ્ધાન્તને દેખાડનાર એવા જૈનદર્શનની સાચી સમજ તેવા વેશધારી સાધુઓ પાસે નથી. તેઓ જિનશાસનમાં નહિ પણ આ કષાયશાસનમાં લીન છે. તેથી જ તેઓ સમ્યગ્દર્શનશૂન્ય છે - એવું જણાવવાનું અહીં તાત્પર્ય છે. ૪ આજ્ઞાનિરપેક્ષ ભાવશુદ્ધિથી આત્મશુદ્ધિ ન થાય ૪ | (સ્વ.) તે અજ્ઞાની શ્રમણવેશધારી ફક્ત સમ્યગ્દર્શનશૂન્ય છે – એટલું જ નથી. પરંતુ તેઓએ પોતાની એ જાતે કલ્પેલી ભાવવિશુદ્ધિથી ઉગ્ર સંયમાચારને પાળવા છતાં તેમને આત્મવિશુદ્ધિ મળતી નથી. તેથી જ શ્રીશીલાંકાચાર્યજીએ સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં જણાવેલ છે કે “અજ્ઞાનથી આવરાયેલ મૂઢ માણસ ભાવશુદ્ધિ રાખે તેટલા માત્રથી તેમને આત્મશુદ્ધિ પ્રાપ્ત થતી નથી. જો અજ્ઞાનીને આત્મવિશુદ્ધિ પ્રાપ્ત થાય તો “રીબાઈને મરતા જીવને લાંબો સમય રીબામણ ભોગવવી ન પડે માટે શસ્ત્રથી તેનો વધ કરીને આ ભવમાંથી છોડાવી દેવો’ - આવી માન્યતા ધરાવનાર અજ્ઞાની સંસારમોચક વગેરેને પણ કર્મથી છૂટકારો મળવો જોઈએ. પણ એવું તો બનતું નથી. તથા ફક્ત ભાવશુદ્ધિને જ મોક્ષનું કારણ માનનારા તમે માથું મૂંડાવવું, ભિક્ષાટન કરવું તથા ચૈત્યકર્મ વગેરે અનુષ્ઠાન કરો છો તે નિરર્થક થવાની આપત્તિ આવશે. તેથી આવા પ્રકારની જિનાજ્ઞાનિરપેક્ષ ભાવશુદ્ધિથી આત્મવિશુદ્ધિ પ્રાપ્ત થઈ ન શકે.” 0 પુસ્તકોમાં નિજમતને પાઠ છે. લી.(૩)નો પાઠ લીધો છે.

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446