Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૫/-૬ • योगबिन्दुसंवाद ।
२२७३ ___“'बंधेण न वोलइ कयावि"त्ति (श्रावकप्रज्ञप्ति-३३) वचनात् । जातुचिदिति तु प्रसिद्धमेव, “बंधेण न वोलइ कयाइ” (श्रा.प्र.३३) इति श्रावकप्रज्ञप्तिवचनात् । प ___ तदुक्तं योगबिन्दौ श्रीहरिभद्रसूरिभिः अपि “भिन्नग्रन्थेः तृतीयं तु सम्यग्दृष्टेरतो हि न। पतितस्याप्यतो ग વન્યો ચૈિમુન્નધ્ધ શત: II” (ચો.વિ.ર૬૬) રૂત્તિા ‘તૃતીયમ્ = નિવૃત્તિરમ્', શિષ્ટ સ્પષ્ટન્ હોય તેનું ઉલ્લંઘન ફરીથી ઉત્કૃષ્ટ કર્મબંધ કરવા દ્વારા સમકિતભ્રષ્ટ એવો પણ જીવ ક્યારેય કરતો નથી. કેમ કે શ્રાવકપ્રજ્ઞપ્તિ ગ્રંથમાં જણાવેલ છે કે “સમકિતભ્રષ્ટ જીવ ક્યારેય પણ કર્મબંધની દૃષ્ટિએ સત્તામાં રહેલ મોહનીય વગેરે કર્મની સ્થિતિનું અતિક્રમણ કરતો નથી.'
સ્પષ્ટતા :- અહીં “અતિક્રમણ' એટલે એમ સમજવું કે એક કોટાકોટી સાગરોપમ વગેરે પ્રમાણ સ્થિતિવાળા કર્મને બાંધવા. આવું અતિક્રમણ સમકિતભ્રષ્ટ જીવ ક્યારેય કરતો નથી. મતલબ કે અમે જણાવેલી બાબત શ્રાવકપ્રજ્ઞપ્તિના ઉપરોક્ત વચનના આધારે પ્રસિદ્ધ જ છે. ત્યાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગ્રંથિદેશકાલીન કર્મસ્થિતિને ઉલ્લંઘીને = અતિક્રમણ કરીને સમકિતભ્રષ્ટ જીવ અધિક કર્મબંધ કરતો નથી. આયુષ્ય સિવાયના સાતેય કર્મોની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય ત્યારે ગ્રંથિદેશની પ્રાપ્તિ થાય છે. અંતઃકોડાકોડી સાગરોપમ = ૧ કોડાકોડી સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન. તેથી સમકિતભ્રષ્ટ જીવ મિથ્યાત્વ ગુણસ્થાનકે અંતઃકોડાકોડી સાગરોપમ જેટલો બંધ કરે પરંતુ અંતઃ કોડાકોડી સાગરોપમથી અધિક સ્થિતિબંધ ન કરે. જ્યારે પૂ. ઉપાધ્યાયજી મ.સા.નું કથન વ્યવહાર નયને આભારી જણાય છે. જેમ કે વ્યવહારમાં અમુક વ્યક્તિ વર્ષના ૯૫,૦૦૦ રૂ. વા કમાય અને તે વ્યક્તિને તેની કમાણી અંગે પૂછવામાં આવે તો તે વ્યક્તિ “લાખ રૂ. કમાઉં છું - એમ ઉત્તર આપે છે. તેવી જ રીતે અંતઃ કોડાકોડી સાગરોપમથી અધિક સ્થિતિ બંધ સમકિતભ્રષ્ટ જીવ સ ન કરે એટલે વ્યવહારથી “૧ કોડાકોડી સાગરોપમથી અધિક સ્થિતિનો બંધ સમતિથી પતિત જીવ ન કરે - આવું કહેવાય. આ વ્યવહારને અનુસારે જ પૂ. ઉપાધ્યાયજીએ પ્રતિપાદન કર્યું હોય કે સમકિતશ્રુત જીવ ૧ કોડાકોડી ઉપરાંત કર્મબંધ ન કરે' - એવું અમને સમજાઈ રહ્યું છે. આ મુજબ જ, આદિનાથ પ્રભુ મોક્ષે પધાર્યા બાદ કેટલોક કાળ વ્યતીત થયા બાદ નયસારના ભવમાં પ્રાપ્ત કરેલ સમતિથી ભ્રષ્ટ થયેલ મરીચિના જીવે અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ નીચ ગોત્ર કર્મ બાંધ્યું હોવા છતાં પણ “મરીચિએ ૧ કોડાકોડી સાગરોપમ જેટલો સંસાર વધાર્યો - એવો વ્યવહાર થાય છે. આ રીતે પૂ.ઉપાધ્યાયજી મ.નું કથન વ્યવહારને અનુસારે છે – એવું માનવું જ વ્યાજબી છે. અન્યથા શ્રાવકપ્રજ્ઞપ્તિ વગેરેના કથન સાથે વિરોધ આવવાની શક્યતા ઉભી થાય. તેમજ ઉપરોક્ત પદાર્થ પૂ. ઉપાધ્યાયજી મ.સા.ને પણ માન્ય ન હોત તો તેમણે પણ “વધે...” એવો સાક્ષીપાઠ રજૂ કર્યો ન હોત.
- t ગ્રંથિભેદ પછી કાયમી કર્મબંધસ્થિતિનો વિચાર / (તકુt.) શ્રીહરિભદ્રસૂરિ મહારાજે પણ યોગબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે “ગ્રંથિનો ભેદ કરનાર જીવને ત્રીજું અનિવૃત્તિકરણ પ્રાપ્ત થાય છે. પછી તે જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થવા છતાં પણ ગ્રંથિનું = ગ્રંથિદેશકાલીન કર્મસ્થિતિનું ઉલ્લંઘન કરીને તે સમકિતભ્રષ્ટ જીવ કર્મબંધ 1. વચ્ચેન ન વ્યવ7ીયર્ન વિતા