Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
/-૬
* अप्रतिपातिज्ञानगुणमीमांसा
મિથ્યાત્વાદિકકર્મથિતિ, અકરણ નિયમઈ ભાખિ;
અપ્રતિપાતી ગ્યાનગુણ, મહાનિશીથહ સાખિ ૧૫/૧-૬॥ (૨૫૧)
રા
જ્ઞાન, તે સમ્યગ્દર્શનસહિત જ આવઈ. તે પામ્યા પછી મિથ્યાત્વમાંહઈ આવઇં, તો પણિ કોડાકોડિ ૧ ઉપરાંત કર્મબંધ જીવ ન કરઈં.
प्रकृतज्ञानोत्तरकालीनामात्मदशामाह - 'मिथ्यात्वे 'ति । मिथ्यात्वाद्युत्कृष्टस्थित्यकरणनियम एव विज्ञाने ।
अप्रतिपाति ज्ञानं महानिशीथे नन्दिषेणे । । १५/१-६ ।।
२२७१
रा
प्रकृते दण्डान्वयस्त्वेवम् - विज्ञाने एव मिथ्यात्वाद्युत्कृष्टस्थित्यकरणनियमः (प्रादुर्भवति ) । महाનિશીથે વેિળે જ્ઞાનમ્ પ્રતિપાતિ (પ્રોત્તમ્)||૧/૧-૬।।
क
ग्रन्थिभेदादिद्वारा सम्यग्ज्ञानं सम्यग्दर्शनान्वितमेव प्रादुर्भवति । विज्ञाने = सम्यग्ज्ञाने सम्यग्दर्शनोपहिते शु सति एव मिथ्यात्वाद्युत्कृष्टस्थित्यकरणनियमः = 'मिथ्यात्वाभिधानदर्शनमोहनीयकर्मणः सप्ततिकोटिकोटिसागरोपमप्रमितस्थितेः पुनः जातु अनिष्पादनम्' इत्येवंलक्षणः अकरणनियमः परमार्थतः सम्भवति, ग्रन्थिभेदोत्तरकालीनात्मावस्थाविशेषस्य तादृशस्थितिनिष्पत्तौ प्रतिबन्धकत्वात्। अत एव क्लिष्टतम- र्णि रागादिपरिणामलक्षणग्रन्थेः पौनःपुन्येन दृढीकरणात्मकम् अनादिकालप्रवृत्तं पापं ग्रन्थिभेदानन्तरं का सम्यक्त्वभ्रष्टोऽपि जीवो न जातुचित् करोति । अयमेव पारमार्थिकोऽकरणनियमः । शीलभङ्गादिमहा
અવતરણિકા :- પ્રસ્તુત જ્ઞાન પ્રાપ્ત થયા પછીની જીવની દશાને ગ્રંથકારશ્રી જણાવે છે :શ્લોકાર્થ :- સભ્યજ્ઞાન પ્રાપ્ત થાય તો જ મિથ્યાત્વ વગેરેની ઉત્કૃષ્ટ સ્થિતિને ન બાંધવાનો નિયમ આવે છે. મહાનિશીથમાં નંદિષણ મુનિના અધિકારમાં સમ્યજ્ઞાનને અપ્રતિપાતી જણાવેલ છે.(૧૫/૧-૬) * અકરણનિયમની ઓળખાણ
વ્યાખ્યાર્થ :- ગ્રંથિભેદ વગેરે દ્વારા પ્રગટ થનાર સમ્યગ્ દર્શનની સાથે જ સમ્યગ્ જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે. સમ્યગ્દર્શનસહિત સમ્યગ્ જ્ઞાન એક વાર મળી જાય ત્યાર બાદ મિથ્યાત્વ નામના દર્શનમોહનીય કર્મની એક કોટાકોટી સાગરોપમ પ્રમાણ સ્થિતિને પણ ફરીથી ક્યારેય જીવ બાંધતો નથી. મોહનીય Cu કર્મની તેવી સ્થિતિને ન બાંધવાનો નિયમ અહીં અકરણનિયમ તરીકે પરમાર્થથી સંભવે છે. કારણ કે ગ્રન્થિભેદ પછીની પ્રગટતી આત્મદશાવિશેષ એ કર્મની તથાવિધ ઉત્કૃષ્ટસ્થિતિની નિષ્પત્તિ પ્રત્યે પ્રતિબંધક स છે. ગ્રન્થિભેદપૂર્વે અત્યંત સંક્લિષ્ટ રાગાદિપરિણતિસ્વરૂપ ગ્રન્થિને જીવ વારંવાર દઢ કરતો હોય છે. અનાદિકાળથી આ પાપ જીવ કરતો આવ્યો છે. પરંતુ એક વખત ગ્રન્થિભેદ કરીને સમકિતની પ્રાપ્તિ થઈ જાય પછી જીવ કદાચ સમકિતથી ભ્રષ્ટ થઈ જાય તો પણ ફરીથી ગ્રન્થિને નિબિડ કરવાનું પાપ તે ક્યારેય પણ કરતો નથી. કારણ કે ગ્રન્થિભેદ પછી પ્રગટ થતી આત્મદશાવિશેષ તેના પ્રત્યે પ્રતિબંધક છે. આ જ પારમાર્થિક અકરણનિયમ છે. વ્યાવહારિક પાપઅકરણનિયમ તો શીલભંગ વગેરે મહાપાપને × મ.+શાં.માં ‘ભાવિ’ પાઠ. લી.(૧+૩) + ધ. +P(૨+૩+૪)નો પાઠ લીધો છે.