Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२७० • भावनाज्ञान-स्पर्शज्ञानादिसमुपलब्धिकृते यतितव्यम् ० १५/१-५
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - (१) यदि तपःपूर्णाहुतौ आहारसंज्ञा दृढीभवेत्, (२) त्यागाभिग्रहसमाप्त्युत्तरं भोगतृष्णा वर्धेत, (३) लोच-विहार-भिक्षाटनादिकायक्लेशानन्तरं देहाध्यासपुष्टिः
स्यात्, (४) शास्त्राभ्यासलब्धविद्वत्तातः प्रसिद्धिकामना परिवर्धेत, (५) दीर्घकालीनसंयमसाधनोत्तरकालम् रा अवमरात्निकसंयमिषु निजाऽऽधिपत्यस्थापनवृत्तिवृद्धिः भवेत् तर्हि स्वयमवगन्तव्यं यदुत तपस्त्यागम कायकष्ट-स्वाध्यायादिकृता अस्मदीयकर्मनिर्जरा मण्डूकचूर्णतुल्या वर्तते, न तु तद्भस्मसमा। अभिन- वाहारसंज्ञा-भोगतृष्णाद्यानयने यदि तपस्त्यागादिकं निमित्तं स्यात्, स्यादेव तर्हि भवभ्रमणाभिवृद्धिः । र एवम् अनन्तशः पूर्वं सञ्जातम् । इत्थमेव अनन्तद्रव्यलिङ्गग्रहणनैष्फल्यं सम्भवेत् । एतद्व्यतिकरक पुनरावर्त्तनमस्मदीयजीवने न स्यात् तथा सावधानीभूय द्रव्यानुयोगाभ्यासतो भावनाज्ञान-स्पर्शज्ञानाऽऽ* त्मपरिणतिमज्ज्ञान-तत्त्वसंवेदनज्ञानाद्युपलब्धये बद्धकक्षतया सदा भाव्यमित्युपदिश्यतेऽत्र । तदनुसरणेन 'च “स एवमभिसिद्धे, परमबंभे, मंगलालए, जम्म-जरा-मरणरहिए, पहीणासुहे, अणुबंधसत्तिवज्जिए, संपत्तका नियसरूवे, अकिरिए, सहावसंठिए, अणंतनाणे, अणंतदंसणे” (प.सू.५/४५) इति पञ्चसूत्रव्यावर्णितं सिद्धस्वरूपं द्रुतम् उपलभते आत्मार्थी ।।१५/१-५ ।।
આ કર્મવર્ધક કર્મનિર્જરાની નિશાનીઓ 8 આધ્યાત્મિક ઉપનયો :- (૧) જો તપની પૂર્ણાહૂતિમાં ખાવાની લાલસા વધુ દઢ બનતી જાય, (૨) વિવિધ પ્રકારના ત્યાગના નિયમની સમાપ્તિ પછી ભોગતૃષ્ણા વધતી હોય, (૩) લોચ, વિહાર આદિ કાયક્લેશ પછી પણ દેહાધ્યાસ વધુ ને વધુ દઢ થતો હોય, (૪) શાસ્ત્રાભ્યાસ આદિના માધ્યમથી વિદ્વત્તા મેળવ્યા બાદ પ્રસિદ્ધિની ભૂખ વધતી હોય, (૫) અનેક વરસોની સંયમસાધના પછી નાના સાધુ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કરવાનું વલણ વધુને વધુ મજબૂત બનતું હોય તો આપણે આપણી જાત માટે સમજી લેવું કે તપ, ત્યાગ, કાયકષ્ટ, સ્વાધ્યાય વગેરે દ્વારા આપણે કરેલી કર્મનિર્જરા દેડકાની રાખ સમાન નથી છે પણ દેડકાના ચૂર્ણ સમાન છે. નવી નવી લાલસા, ભોગતૃષ્ણા વગેરેને લાવવામાં આપણા તપ-ત્યાગ વગેરે નિમિત્ત બની જાય તો સંસાર ઘટવાના બદલે ઘણો લાંબો સર્જાઈ જાય. આવું આપણા જીવનમાં પૂર્વે અનેક વખત થઈ ચૂકેલ છે. તેથી જ પૂર્વભવના અનંતા ઓઘા કદાચ નિષ્ફળ ગયા હશે. હવે આ ઘટનાનું પુનરાવર્તન આપણા જીવનમાં ન થાય તેની સાવધાની આ શ્લોક દ્વારા મેળવી, ભાવનાજ્ઞાન-સ્પર્શજ્ઞાન-આત્મપરિણતિવાળું જ્ઞાન-તત્ત્વસંવેદનજ્ઞાન વગેરે મેળવવા માટે આપણે સદા તત્પર રહેવું. આવો આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. તે સંદેશને અનુસરવાથી આત્માર્થી સાધક પંચસૂત્રમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપને ઝડપથી મેળવે છે. ત્યાં જણાવેલ છે કે “આત્માર્થી સાધક શાસ્ત્રોક્ત રીતે (૧) સામે ચાલીને કર્મ બાળી નાંખે છે, (૨) પરમ બ્રહ્મસ્વરૂપ બને છે, (૩) મંગલધામ બને છે, (૪) જન્મ-જરા-મરણરહિત થાય છે, (૫) પાપકર્મના સર્વથા ઉચ્છેદક હોય છે, (૬) અશુભ અનુબંધશક્તિથી શૂન્ય હોય છે, (૭) પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને પામેલા હોય છે, (૮) નિષ્ક્રિય હોય છે, (૯) પોતાના સ્વભાવમાં રહેલા હોય છે, (૧૦) અનન્તજ્ઞાનવાળા તથા (૧૧) અનન્તદર્શનવાળા હોય છે.' (૧૫/૧-૫) 1. स एवम् अभिषिद्धः, परमब्रह्म, मङ्गलालयः, जन्म-जरा-मरणरहितः, प्रक्षीणाऽशुभः, अनुबन्धशक्तिवर्जितः, सम्प्राप्तनिजस्वरूपः, अक्रियः, स्वभावसंस्थितः, अनन्तज्ञानः, अनन्तदर्शनः।