Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२६८ • क्लेशक्षये परदर्शनसम्मतिः ।
૨૫/प सुखभोगद्वारा वेदमोहनीयाद्यपगमतो निरवशेषदुःख-दोषादिक्षयहेतुत्वात्। रा स्पर्शज्ञानाऽऽत्मपरिणतिमज्ज्ञान-तत्त्वसंवेदनज्ञान-भावनाज्ञानाऽऽक्षेपकज्ञानाऽसम्मोहबोध-ऋतम्भरा- प्रज्ञा-समाधिप्रज्ञा-प्रातिभज्ञान-तारकज्ञान-द्रव्यानुयोगपरिज्ञानादिना तथाकर्मबन्धयोग्यताऽत्यन्तोच्छेदाद्
ऐकान्तिकाऽऽत्यन्तिकाऽऽत्मकल्याणसम्भव इति तात्पर्यम् । .
__एतेन “मण्डूकभस्मन्यायेन वृत्तिबीजं महामुनिः। योग्यताऽपगमाद् दग्ध्वा ततः कल्याणमश्नुते ।।" ૧ (વો.વિ.૪૨૩) રૂતિ ગોવિજુવાન ચાધ્યાતિમ્
बौद्धानामपि सम्मतमिदम् । तदभिप्रायेणोक्तं श्रीहरिभद्रसूरिभिः उपदेशपदे '“एत्तो च्चिय अवणीया किरियामेत्तेण जे किलेसा उ। मंडुक्कचुन्नकप्पा अन्नेहि वि वन्निया नवरं ।। 'सम्मकिरियाए जे पुण ते આદિ કર્મના ભારથી આત્માને હળવો બનાવવાનું કામ સમ્યગુ જ્ઞાન કરે છે. આ રીતે સમ્યગુ જ્ઞાન તમામ દુઃખ અને દોષ વગેરેનો ઉચ્છેદ કરવાનો હેતુ બને છે. તેથી સમ્યફ જ્ઞાન દ્વારા થતો કર્મનો ક્ષય દેડકાની રાખ સમાન જ છે.
૧૧ પ્રકારના જ્ઞાનનો નિર્દેશ જ (w) (૧) સ્પર્શજ્ઞાન, (૨) આત્મપરિણતિવાળું જ્ઞાન, (૩) તત્ત્વસંવેદન જ્ઞાન, (૪) ભાવનાજ્ઞાન, (૫) આક્ષેપકજ્ઞાન, (૬) અસંમોહ નામનો બોધ, (૭) ઋતંભરા પ્રજ્ઞા, (૮) સમાધિ પ્રજ્ઞા, (૯) તાત્ત્વિક પ્રાતિજ જ્ઞાન, (૧૦) તારક જ્ઞાન, (૧૧) દ્રવ્યાનુયોગપરિજ્ઞાન વગેરે દ્વારા તથાવિધ કર્મબંધની યોગ્યતાનો અત્યંત ઉચ્છેદ થાય છે. તેના લીધે ઐકાંતિક અને આત્યંતિક આત્મકલ્યાણ સંભવે છે. આ સ પ્રમાણે જણાવવાનું અહીં ગ્રંથકારશ્રીનું તાત્પર્ય છે.
– એકાંતિક - આત્યંતિક કલ્યાણની સમજણ વી સ્પષ્ટતા :- જેનાથી અવશ્ય આત્મકલ્યાણ થાય, આત્માનું એકાંતે કલ્યાણ જ થાય, તે આત્મકલ્યાણ
ઐકાંતિક જાણવું. “આત્યંતિક' શબ્દનો અર્થ છે – “સંપૂર્ણ'. સંપૂર્ણ આત્મકલ્યાણને આત્યંતિક આત્મકલ્યાણ રસ કહેવાય.
(ર્તિન.) યોગબિંદુ ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે જણાવેલ છે કે “દેડકાની રાખ થઈ જાય તે ઉદાહરણથી મહામુનિ પોતાની ચિત્તવૃત્તિ વગેરેના નિમિત્તભૂત કર્મબીજને બાળીને, કર્મબંધની યોગ્યતા ટાળીને ત્યાર બાદ કલ્યાણની પ્રાપ્તિ કરે છે. પ્રસ્તુત યોગબિંદુ ગ્રંથની વાત પણ અમારા ઉપરોક્ત કથન દ્વારા સ્પષ્ટ થઈ જાય છે. અર્થાત્ “ચિત્તવૃત્તિબીજને બાળીને મહામુનિ ઐકાંતિક અને આત્યંતિક આત્મકલ્યાણને પ્રાપ્ત કરે છે' - આ પ્રમાણે જણાવવાનું યોગબિંદુકાર શ્રીહરિભદ્રસૂરિ મહારાજનું તાત્પર્ય છે.
જ દેડકાની રાખ અને ચૂર્ણનું ઉદાહરણ છે (વી.) બૌદ્ધોને પણ આ વાત માન્ય છે. આ જ અભિપ્રાયથી ઉપદેશપદમાં પણ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે “ક્રિયાજન્ય કર્મનાશ નવા કર્મબંધનું નિમિત્ત હોવાના કારણે જ “કેવલ ક્રિયા દ્વારા જે કર્મક્લેશનો નાશ થાય છે તે દેડકાના ચૂર્ણ સમાન છે' - તેવું અન્યદર્શનકારોએ = બૌદ્ધોએ 1. एतस्माद् एव अपनीताः क्रियामात्रेण ये क्लेशाः तु। मण्डूकचूर्णकल्पाः अन्यैः अपि वर्णिताः नवरम् ।। 2. सम्यकक्रियया ये पुनः ते अपुन वयोगतः चैव। ज्ञेयाः अग्निदग्धतच्चूर्णतुल्यं सुवचननियोगात्।।