Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२७२
सम्यक्त्वभ्रष्टजीवकर्मबन्धविमर्शः . पापप्रत्याख्यानतो व्यावहारिकः पापाऽकरणनियमो बाहुल्येन ज्ञायते । इदमेवाभिप्रेत्य श्रीहरिभद्रसूरिभिः
उपदेशपदे “पावे अकरणनियमो पायं परतन्निवित्तिकरणाओ। नेओ य गंठिभेए भुज्जो तदकरणरूवो उ।।” Rી (૩.૫.૬૨૦) રૂત્યુન્ म सम्यग्दर्शन-ज्ञानोपलब्ध्युत्तरं कदाचित् क्वचित् कस्यचित् क्लिष्टकर्मोदय-काल-नियति-प्रमाद
पारवश्यादिना मिथ्यात्वगुणस्थानकप्राप्तौ अपि एकामपि कोटिकोटिसागरोपमप्रमितां मोहनीयादिकर्मणः ___ स्थितिं न जातु जीवो बध्नाति ।
न च व्याहतमेतद् द्रव्य-गुण-पर्यायरासस्तबकवचनेन सममिति शङ्कनीयम् , ण श्रावकप्रज्ञप्त्याद्यनुसारित्वेन स्तबकवचनस्याऽपि अत्रैव पर्यवसानात्, व्यवहारतः तदुपपत्तेश्च । का आसन्नतमग्रन्थिभेदकालीनाऽन्तःकोटिकोटिसागरोपमस्थितिं सम्यक्त्वभ्रष्टोऽपि पुनर्बन्धेन नाऽतिक्रामति
ન કરવાની પ્રતિજ્ઞા દ્વારા મોટા ભાગે જણાય છે. આ જ અભિપ્રાયથી શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ઉપદેશપદ ગ્રંથરત્નમાં જણાવેલ છે કે “પાપ કરવામાં તત્પર થયેલા અન્ય જીવો શીલભંગાદિ મહાપાપની નિવૃત્તિ કરે તેનાથી પ્રાયઃ પાપને વિશે તેઓનો (વ્યાવહારિક) અકરણનિયમ જાણી શકાય છે. તથા ગ્રંથિભેદ થતાં ફરીથી તેને ન કરવા સ્વરૂપ (પારમાર્થિક) અકરણનિયમ જાણી શકાય છે.”
(સભ્ય.) સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ કદાચ ક્યાંક કોઈક જીવને મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયથી (અથવા કાતિલ કુસંસ્કારના ઉદયથી) અથવા ખરાબ કાળના પ્રભાવથી અથવા પ્રતિકૂળ નિયતિની પરવશતાથી કે પ્રમાદ વગેરેની પરવશતાથી મિથ્યાત્વ નામના પ્રથમ ગુણસ્થાનકની
પ્રાપ્તિ થઈ શકે છે. મિથ્યાત્વ ગુણસ્થાનક આવે એટલે સમ્યગદર્શન અવશ્ય રવાના થાય છે. પરંતુ સ સમ્યગુ દર્શનની પ્રાપ્તિ પછી મિથ્યાત્વ ગુણસ્થાનકની પ્રાપ્તિ થવા છતાં પણ તે જીવ મોહનીય વગેરે આ કર્મની એક કોટાકોટી સાગરોપમપ્રમાણ પણ સ્થિતિને ક્યારેય બાંધતો નથી. વી શંકા :- (ન ઘ.) પૂ.ઉપાધ્યાયજી મહારાજે સ્વોપજ્ઞ ટબામાં એમ જણાવેલ છે કે, “સમતિથી
ભ્રષ્ટ થયા પછી જીવ ૧ કોડાકોડી ઉપરાંત કર્મબંધ કરતો નથી.” એનો અર્થ એ થઈ શકે કે “સમકિતભ્રષ્ટ સ જીવ ૧ કોડાકોડી સાગરોપમ જેટલો બંધ કરી શકે. પરંતુ ૧ કોડાકોડી સાગરોપમથી અધિક કર્મબંધ
તે ન કરે.' જ્યારે ‘દ્રવ્યાનુયોગ-પરામર્શ-કર્ણિકા' માં (સંસ્કૃત ટીકામાં) એવું પ્રતિપાદન કર્યું છે કે “સમકિતથી પતિત થયેલો જીવ ૧ કોડાકોડી-સાગરોપમ પ્રમાણ સ્થિતિ પણ બાંધી ન શકે.” આ રીતે ટબામાં અને કર્ણિકામાં વિસંવાદની શંકા ઉભી થાય છે.
સમાધાન :- (શ્રાવ.) આ વિસંવાદ આભાસિક છે, ભ્રામક છે. કારણ કે શ્રાવકપ્રજ્ઞપ્તિ વગેરે અન્ય ગ્રંથોના સંદર્ભોને અનુસાર દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના ટબામાં મહોપાધ્યાયજીએ અને દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં અમે આ પ્રતિપાદન કર્યુ છે. તેથી દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના ટબાની ઉક્તિનું પર્યવસાન “એક કોડાકોડીસ્થિતિને પણ સમકિતભ્રષ્ટ જીવ બાંધી ન શકે - આ જ અર્થમાં થાય છે. તથા ટબાનું વચન વ્યવહારથી સંગત થઈ શકે છે. ગ્રંથિભેદની અત્યંત નજીકમાં જીવ જ્યારે હોય તે વખતે જેટલી કર્મસ્થિતિ
1. पापे अकरणनियमः प्रायः परतन्निवृत्तिकरणतः। ज्ञेयश्च ग्रन्थिभेदे भूयः तदकरणरूपस्तु।।