Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/१६ ० देवसेनमतसमालोचना 0
२२१३ नियमसारवृत्तौ पद्मप्रभेणाऽपि “परमाणुपर्यायः पुद्गलस्य शुद्धपर्यायः परमपारिणामिकभावलक्षणः वस्तुगतषट्प्रकारहानि-वृद्धिरूपः अतिसूक्ष्मः अर्थपर्यायात्मकः सादि-सनिधनोऽपि परद्रव्यनिरपेक्षत्वात् शुद्धसद्भूतव्यवहारनयात्मकः” (नि.सा.२८/वृ.पृ.५९) इत्येवं पुद्गलपरमाणोः स्पष्टमेव पर्यायात्मकता स्वीकृता एव। ततश्चाऽपसिद्धान्तोऽपि प्रतिवादिनः दुर्वार एव ।
___ वस्तुतो दिगम्बरसम्प्रदाये व्यणुकादीनां पुद्गलविभावपर्यायत्वेन, मनुष्यादीनां जीवविभावपर्यायत्वेन, म केवलज्ञानादीनां जीवस्वभावगुणत्वेन मतिज्ञानादीनाञ्च जीवविभावगुणत्वेन प्रसिद्धिः अवसेया। तदुक्तं । परमात्मप्रकाशवृत्तौ ब्रह्मदेवेन “जीवस्य तावत् (गुण-पर्यायाः) कथ्यन्ते । सिद्धत्वादयः स्वभावपर्यायाः, केवलज्ञानादयः स्वभावगुणा असाधारणा इति । अगुरुलघुकाः स्वभावगुणाः। तेषाम् एव गुणानां षड्हानि-वृद्धिरूपस्वभावपर्यायाश्च की सर्वद्रव्यसाधारणाः। तस्य एव जीवस्य मतिज्ञानादिविभावगुणा नर-नारकादिविभावपर्यायाश्च इति। इदानीं णि पुद्गलस्य कथ्यन्ते। केवलपरमाणुरूपेण अवस्थानं स्वभावपर्यायः, वर्णान्तरादिरूपेण परिणमनं वा। तस्मिन् एव परमाणौ वर्णादयः स्वभावगुणा इति । द्वयणुकादिरूप-स्कन्धरूपविभावपर्यायाः तेषु एव व्यणुकादिस्कन्धेषु ।। वर्णादयो विभावगुणाः” (प.प्र.५७ वृ.पृ.९९) इति । ततश्च देवसेनस्य अपसिद्धान्तो दुर्वार एव ।
માં પરમાણુ = શુદ્ધ પગલપર્યાય : પદ્મપ્રભ સદ (નિયમ) નિયમસારવ્યાખ્યામાં દિગંબર પદ્મપ્રભજીએ પણ “પરમાણુસ્વરૂપ પર્યાય એ પુદ્ગલનો શુદ્ધપર્યાય છે. તે પરમપરિણામિકભાવ સ્વરૂપ છે. તે વસ્તુમાં રહેલી (અનંતગુણ, અસંખ્યગુણ વગેરે) છ પ્રકારની હાનિ-વૃદ્ધિસ્વરૂપ છે, અતિસૂક્ષ્મ છે, અર્થપર્યાયસ્વરૂપ છે તથા સાદિ-સાંત હોવા છતાં પણ પદ્રવ્યથી નિરપેક્ષ હોવાના લીધે શુદ્ધ સદ્ભુત વ્યવહારનયાત્મક છે' - આ પ્રમાણે કહીને પુદ્ગલપરમાણુમાં પર્યાયાત્મકતાને સ્પષ્ટપણે જ સ્વીકારેલ છે. તેથી પ્રતિવાદીને અપસિદ્ધાંત દોષ પણ દુર્વાર જ થશે.
- 69 દેવસેનને અપસિદ્ધાંત દોષ દB (વસ્તુ) વાસ્તવમાં દિગંબર સંપ્રદાયમાં (૧) ચણક વગેરે તો પુદ્ગલના વિભાવપર્યાય તરીકે પ્રસિદ્ધ છે. (૨) મનુષ્ય વગેરે જીવના વિભાવપર્યાય તરીકે પ્રસિદ્ધ છે. (૩) કેવલજ્ઞાન વગેરે જીવના ડી સ્વભાવગુણ તરીકે પ્રસિદ્ધ છે. (૪) તથા મતિજ્ઞાન વગેરે જીવના વિભાવગુણ તરીકે પ્રસિદ્ધ છે. તેથી જ યોગીન્દ્ર- દેવે બનાવેલ પરમાત્મપ્રકાશ ગ્રંથની વ્યાખ્યામાં બ્રહ્મદેવ નામના દિગંબર વિદ્વાને જણાવેલ છે કે “પ્રથમ જીવના ગુણ-પર્યાયો કહેવામાં આવે છે. સિદ્ધત્વાદિ જીવના અસાધારણ સ્વભાવપર્યાયો છે અને કેવળજ્ઞાનાદિ જીવના અસાધારણ સ્વભાવગુણો છે. અગુરુલઘુ તે સર્વદ્રવ્યના સાધારણ સ્વભાવગુણો છે. તે જ અગુરુલઘુ ગુણોની પણ હાનિ-વૃદ્ધિરૂપ સ્વભાવપર્યાયો છે. તે સ્વભાવપર્યાયો પણ સર્વદ્રવ્યસાધારણ છે. જીવમાં મતિજ્ઞાનાદિ વિભાવગુણો અને નર-નારકાદિ વિભાવપર્યાયો છે. હવે પુદ્ગલના ગુણ અને પર્યાયો કહેવામાં આવે છે. કેવળ પરમાણુરૂપે રહેવું તે અથવા એક વર્ષથી બીજા વર્ણરૂપે પરિણમવું તે સ્વભાવપર્યાય છે. તે પરમાણુમાં વર્ણાદિ સ્વભાવગુણો છે. ચણકાદિ સ્કંધરૂપ વિભાવપર્યાયો છે. તે રાણકાદિ સ્કંધોમાં રહેલા વર્ણાદિ વિભાવગુણો છે.” તેથી કેવલજ્ઞાનાદિને સ્વભાવગુણપર્યાય તરીકે અને મતિજ્ઞાનાદિને વિભાવગુણપર્યાય તરીકે માનનાર દેવસેનની માન્યતા