Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/१७
* गुणानां पर्यायान्तर्भूतत्वम्
अप्यत्राऽनुसन्धेयाः ।
सूक्ष्मेक्षिकया उपयोगरूपेण क्रमिकत्वेऽपि लब्धिरूपेण आविर्भूतरूपेण चात्मद्रव्यसहभावितया प ज्ञान-दर्शनादय आत्मद्रव्यगुणा उच्यन्ते मतिज्ञानादि - चक्षुर्दर्शनादयश्च क्रमभावितया आत्मद्रव्यपर्यायाः शु कथ्यन्ते। केवलज्ञानादेः प्रकृतगुणपदार्थत्वनिराकरणाय 'आविर्भूतरूपेण' इत्युक्तम् ।
म
वस्तुतस्तु गुणानां पर्यायेषु एव अन्तर्भावात् केवलज्ञान-दर्शनादयः ज्ञान-दर्शनादयो वा
आत्मद्रव्यशुद्धपर्यायाः यद् वा आत्मद्रव्यस्वभावपर्याया एव विज्ञेयाः, इत्थमेव आगमपरिभाषोपलब्धेः । र्श
यद्यपि मतिज्ञानादिलक्षणानां पर्यायाणां गुणसापेक्षत्वमस्त्येव तथापि तेषां द्रव्ये एव वृत्तित्वाद् क द्रव्यपर्यायत्वमेव। गुणाः पर्यायाश्च केवलं द्रव्ये सन्ति । गुणेषु स्वातन्त्र्येण कोऽपि पर्यायो नैवर्ण विद्यते। अतो गुणपर्यायकल्पना नैव समीचीना | द्रव्याणामेव पर्याया अभ्युपेयाः । गुणास्तु पर्यायाऽन्तर्भूता एव ।
का
२२२७
બીજી શાખાના તેરમા શ્લોકના વિવરણમાં ગુણવિકારાત્મક પર્યાયનો નિષેધ કરનાર શાસ્ત્રસંદર્ભો તથા યુક્તિઓ જણાવેલ, તેનું પણ અહીં વિજ્ઞ વાચકવર્ગે અનુસંધાન કરવું.
* ગુણ-પર્યાયવ્યવહારની સ્પષ્ટતા
(સૂક્ષ્મ.) સૂક્ષ્મદૃષ્ટિથી ઉપયોગસ્વરૂપે જ્ઞાન-દર્શન ભલે ક્રમિક હોય. પરંતુ (૧) લબ્ધિસ્વરૂપે તો તે આત્મદ્રવ્યસહભાવી જ છે. તેમજ (૨) તેઓ પ્રગટરૂપે આત્મામાં સર્વદા વિદ્યમાન હોય છે. તેથી તેઓ આત્મદ્રવ્યના ગુણ કહેવાય. જ્યારે મતિજ્ઞાનાદિ તથા ચક્ષુદર્શનાદિ તો ક્રમભાવી છે. તેથી તેઓ આત્મદ્રવ્યના જ પર્યાય કહેવાય છે. કેવલજ્ઞાન-દર્શનની પ્રસ્તુત ગુણપદાર્થમાંથી બાદબાકી કરવા માટે ‘પ્રગટરૂપે સુ આત્મસહભાવી' આવો બીજો હેતુ જણાવેલ છે. કેવલજ્ઞાન-દર્શન શક્તિસ્વરૂપે આત્મામાં સર્વદા હોવા છતાં પ્રગટરૂપે સર્વદા હોતા નથી. તેથી કેવલજ્ઞાન-દર્શનની ગણના પ્રસ્તુત ગુણપદાર્થ તરીકે નહિ થાય. પણ પર્યાય તરીકે થશે. તેથી મતિજ્ઞાનાદિ પાંચ આત્મદ્રવ્યપર્યાય થશે.
* કેવલજ્ઞાનાદિ આત્મદ્રવ્યના સ્વભાવપર્યાય
(વસ્તુ.) વાસ્તવમાં તો ગુણોનો પર્યાયોમાં જ અંતર્ભાવ થાય છે. તેથી કેવલજ્ઞાન-દર્શન વગેરેને આત્મદ્રવ્યના શુદ્ધપર્યાય તરીકે અથવા જ્ઞાન-દર્શનાદિને આત્મદ્રવ્યના સ્વભાવપર્યાય તરીકે જ જાણવા. કારણ કે આગમની પરિભાષા તે પ્રમાણે જ ઉપલબ્ધ થાય છે.
* ગુણસાપેક્ષ પર્યાય પણ દ્રવ્યવૃત્તિ હોવાથી દ્રવ્યપર્યાય *
(યઘ.) જો કે મતિજ્ઞાનાદિસ્વરૂપ જે પર્યાયો છે, તે ગુણસાપેક્ષ જરૂર છે. તો પણ તેઓ રહે છે તો માત્ર દ્રવ્યમાં જ. આમ દ્રવ્યવૃત્તિ પર્યાય હોવાથી મતિજ્ઞાનાદિને દ્રવ્યપર્યાય જ કહેવાય, ગુણપર્યાય નહિ. ગુણો અને પર્યાયો કેવળ દ્રવ્યમાં જ રહે છે. ગુણોમાં સ્વતંત્રરૂપે તો કોઈ પર્યાય રહેતો જ નથી. તેથી ગુણના પર્યાયની કલ્પના દેવસેનજી કરે છે, તે વ્યાજબી નથી. પર્યાયો માત્ર દ્રવ્યોના જ માનવા જોઈએ. તથા ગુણો તો પર્યાયમાં અંતર્ભૂત જ છે.
ૐ