Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૫/• क्रियातो ज्ञानाधिक्यम् ।
२२६५ ક્રિયામાત્રકૃત કર્મક્ષય, દદુરચુન્નસમાન;
ગ્યાનકિઓ ઉપદેશપદિ, તાસ છાર સમ જાન ૧૫/૧-પા (૨૫૦) (ક્રિયામાત્રકૃત=) ક્રિયાઈ કરી કીધા કર્મક્ષય ઈજાઈ દરચૂર્ણસમાન - એહવઉ (ગ્યાનનઈ) ઉપદેશપદે સ કહિઓ છઈ. परिणामद्वारा क्रियातो ज्ञानाधिक्यमुपदर्शयति - ‘क्रियेति ।
क्रियामात्रकृतः कर्मनाशो दर्दुरचूर्णसमः प्रोक्तः। ___ज्ञानकृतः कर्मनाश उपदेशपदे तु भस्मसमः।।१५/१-५।। ___ प्रकृते दण्डान्वयस्त्वेवम् - क्रियामात्रकृतः कर्मनाशः दर्दुरचूर्णसमः, ज्ञानकृतस्तु कर्मनाशः । भस्मसमः उपदेशपदे प्रोक्तः ।।१५/१-५ ।।
क्रियामात्रकृतः = सुप्रणिधानादिभावशून्य-यथेच्छ-वितथ-क्रियाऽभ्यासमात्रजनितः कर्मनाशः = क ज्ञानावरणीयादिद्रव्यकर्म-रागादिभावकर्म-क्लेश-कुगत्यादिव्ययः पुनरुत्पत्तिशक्त्यन्विततया तथाविध-र्णि सामग्रीलाभभाव्युत्पत्तिकत्वाद् जीवबीजतया दर्दुरचूर्णसमः = पुनर्भविष्यत्तथापरिणाममण्डूकाऽति
અવતરવિણ - પરિણામ = ફળ દ્વારા ક્રિયા કરતાં જ્ઞાન ચઢિયાતું છે - આ બાબતને હવે ગ્રંથકારશ્રી આગળના શ્લોકમાં જણાવે છે -
૪ કર્મનાશના બે ભેદ જ શ્લોકાર્થ :- “માત્ર ક્રિયા દ્વારા થયેલો કર્મનો નાશ દેડકાના ચૂર્ણ સમાન છે. તથા જ્ઞાન દ્વારા થયેલો કર્મનો નાશ તો દેડકાની રાખ સમાન છે' - આ પ્રમાણે ઉપદેશપદમાં કહેલ છે.(૧૫/૧-૫)
વ્યાખ્યાર્થ :- સમ્યફ પ્રણિધાન વગેરે ભાવથી શૂન્ય એવો શાસ્ત્રોક્ત ક્રિયાનો વ્યર્થ અભ્યાસ ઘણી વાર જીવો યથેચ્છપણે કરતા હોય છે. પ્રતિક્રમણ, પડિલેહણ વગેરે ક્રિયાનો આ પ્રમાણે ફક્ત બાહ્ય અભ્યાસ કરવા માત્રથી જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મનો તથા રાગાદિ ભાવકર્મનો તેમજ ક્લેશ અને કુગતિ , વગેરેનો જે નાશ થાય છે તે નાશ દેડકાના ચૂર્ણ સમાન છે. જેમ ચોમાસામાં ઉત્પન્ન થયેલા દેડકાઓ ની વાહન વગેરેમાં કચડાઈને મરી જાય અને તેના શરીરનો અત્યંત સૂક્ષ્મ ભૂક્કો થઈ જાય તો આવી અવસ્થામાં દેડકાનો નાશ થયો' – એવું જરૂર કહેવાય. પરંતુ જ્યારે ફરીથી વરસાદ પડે ત્યારે દેડકાના શરીરના તે જ ભૂકામાંથી ફરીથી અનેક દેડકાઓ ઉત્પન્ન થાય છે. કારણ કે દેડકાના શરીરના સૂક્ષ્મ ચૂર્ણમાં ફરીથી દેડકાને ઉત્પન્ન કરવાની તથાવિધ શક્તિ રહેલી છે. મતલબ કે દેડકો મરી જવા છતાં પણ ફરીથી દેડકાની ઉત્પત્તિનું કારણ તો જીવતું જ છે. તે જ રીતે ભાવશૂન્ય કેવલ દ્રવ્યક્રિયાના પ્રયાસથી થતો કર્મનાશ ફરીથી દ્રવ્યકર્મ વગેરેને ઉત્પન્ન કરવાની શક્તિથી યુક્ત હોય છે. દ્રવ્યકર્મ વગેરેનું ઉપાર્જન કરવાની તેવા પ્રકારની સામગ્રી મળે તો દ્રવ્યકર્મ વગેરેનું ઉપાર્જન અવશ્ય થાય છે. દ્રવ્યકર્મ વગેરેનો
પુસ્તકોમાં “કર્મખય’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે “કિઉ’ પુસ્તકોમાં પાઠ. લી.(૧)નો પાઠ લીધો છે. ૧ મો.(૨) + લા.(૨)માં “ખાર' પાઠ. 8 લી.(૧)માં “જ્ઞાન પાઠ. 1 જાઈ = નાતે = ઉત્પન્ન થાય છે. *...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. ફક્ત લી.(૧)માં છે.