Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૪/૧૮
• जिनवचनरक्षादिप्रभावप्ररूपणम् ।
२२३९ ___ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – अतितुच्छबुद्धिग्रस्तैः समं वादादिकरणे समय-शक्त्यादिदुर्व्ययं विना न किमपि सत्फलमवाप्यते। अतः तेषां सदा उपेक्षा कार्या। एवं पावनाऽऽगमिकपरम्पराऽपलापोच्छेदादिपरायणा अभिनिविष्टास्तु मध्यस्थधिया यथावसरं निराकार्या अपि। इत्थमेव जिनवचनरक्षा-विनियोगादिः सम्पद्यते। तत्प्रभावाच्चेह परत्र च पारमेश्वरप्रवचनप्रभावनाकरणसौभाग्यं जिनशासनाऽऽगम-सद्गुरु-संयमादिकं चोपलभ्यते इति ध्वन्यतेऽत्र। ततश्च “पुणरभिलासाऽभावा, सिद्धाणं सव्वकालिगी पुण सा। एगतिया य अच्चंतिगा य ता तेसि परमसुहं ।।” (सं.र.शा.९७२२) इति के संवेगरङ्गशालायां जिनचन्द्रसूरिप्रदर्शितं सिद्धसुखं सुलभं स्यात् । ‘सा = औत्सुक्यनिवृत्तिः', शिष्टं णि પષ્ટT૧૪/૧૮ી.
શક્તિના દુર્થચથી બચીએ છે આધ્યાત્મિક ઉપનય - અત્યંત તુચ્છ બુદ્ધિવાળા લોકો સાથે વાદવિવાદ કરવામાં આવે તો સમય, શક્તિ વગેરેની નુકસાની સિવાય બીજું કોઈ સારું તાત્ત્વિક ફળ આવવાની આશા રાખી શકાતી નથી. તેથી અતિ તુચ્છ મતિવાળા જીવોની કાયમ માટે ઉપેક્ષા કરવી જોઈએ. તથા પવિત્ર આગમિક પરંપરાનો અપલાપ કે ઉચ્છેદ કરવા માટે તૈયાર થયેલા કદાગ્રહી જીવોના કદાગ્રહનું તો મધ્યસ્થ ભાવે અવસરે નિરાકરણ પણ કરવું જોઈએ. આ રીતે કરવામાં આવે તો જ જિનવચનની રક્ષા અને જિનવચનનો વિનિયોગ થઈ શકે છે. આના પ્રભાવે આપણને આ લોકમાં અને પરલોકમાં ખરા અર્થમાં શાસનપ્રભાવના કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે તથા જિનશાસન, જિનવચન, સદ્ગુરુ, સંયમ વગેરેની પ્રાપ્તિ થાય છે. આ હકીકત પણ આડકતરી રીતે અહીં સૂચવાયેલ છે. તથા તે સંયમાદિના બળથી સંવેગરંગશાળામાં વર્ણવેલ સિદ્ધસુખ સુલભ બને. ત્યાં શ્રીજિનચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે “સિદ્ધ ભગવંતોને ફરીથી ક્યારેય ઈચ્છા ઊભી થતી નથી. તેથી તેમની પાસે જે ઔત્સુક્તની નિવૃત્તિ છે, તે સર્વકાલીન છે, ઐકાન્તિક = અવયંભાવી છે તથા આત્મત્તિક = સંપૂર્ણ છે. તેથી સિદ્ધ ભગવંતો પાસે પરમસુખ હોય છે.” (૧૪/૧૮)
લખી રાખો ડાયરીમાં.....ક
• સાધનામાં ઘણી પૂર્વશરત હોય છે.
દા.ત. વિદ્યા, મંત્ર, યોગ, ઉપાસનામાં કોઈ પૂર્વશરત હોતી નથી.
દા.ત. ભક્તિયોગ.
1. पुनरभिलाषाऽभावात् सिद्धानां सर्वकालिकी पुनः सा। ऐकान्तिकी च आत्यन्तिकी च ततः तेषां परमसुखम् ।।