Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२२४२ ० मोहक्षयजसुखदो द्रव्यानुयोगपरामर्श: ०
१४/१९ सातवेदनीयकर्मजन्यं सुखं तु लभ्यत एव, मोहनीयकर्मक्षयजन्यमपि सुखमवश्यं द्रव्यानुयोगपरामर्शशीलेन लभ्यते । एतावता नित्यं द्रव्यानुयोगः परामृश्य इति सूच्यते। किन्तु द्रव्यानुयोगप्रदर्शितयुक्तिसन्दोहमात्रपरतया न भाव्यम् अपितु निजविशुद्धात्मतत्त्वानुभवाऽविच्छेदकृतेऽनारतं यतनीयम् । तदुक्तं ज्ञानसारे अध्यात्मोपनिषदि च “अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना। शास्त्रयुक्तिशतेनाऽपि न गम्यम्" (જ્ઞા.ફા.ર૬/રૂ + .૩.૨/૨૭) તિા તવત્તાત્ યાત્મશુદ્ધિપર ઝાઝીયાં “તો વેસે તે સર્વે નાગ
-दसणसन्निया । संसारपारनित्थिन्ना सिद्धिं वरगई गया ।।” (उत्त.३६/६७) इति उत्तराध्ययनसूत्रोक्ता सिद्धिगतिः कु, तूर्णं प्राप्यते ।।१४/१९ ।। र्णि इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमद्विजयभुवनभानुसूरीश्वरशिष्यरत्न
पद्ममणितीर्थोद्धारक-पार्थप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयगणिवरशिष्य
मुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य परामर्शकर्णिकाऽभिधानायां स्वरचितवृत्तौ चतुर्दशशाखायां पर्यायप्रतिपादननामकः
चतुर्दश अधिकारः।।१४।। અપાવનાર હોવાથી યશનું “સુ” એવું વિશેષણ અહીં લગાડવામાં આવેલ છે. શાતાવેદનીય વગેરેના ઉદયથી ઉત્પન્ન થનારું સુખ તો તેને મળે જ છે પરંતુ મોહનીય કર્મના ક્ષય વગેરેથી ઉત્પન્ન થનારું સુખ પણ તે અવશ્ય પ્રાપ્ત કરે છે. આવું જણાવવા દ્વારા દ્રવ્યાનુયોગની નિત્ય વિચારણા કરવા માટે અહીં આધ્યાત્મિક પ્રેરણા ગ્રંથકારશ્રીએ કરેલ છે. પરંતુ દ્રવ્યાનુયોગસંબંધી જે જે યુક્તિઓ અહીં દર્શાવેલ
છે, તેમાં જ માત્ર ગળાડૂબ ન બનવું. પરંતુ પોતાના વિશુદ્ધ આત્મતત્ત્વના અનુભવનો પ્રવાહ અલિત C ન થાય, તે માટે સતત પ્રયત્ન કરવો. કારણ કે જ્ઞાનસારમાં તથા અધ્યાત્મઉપનિષમાં મહોપાધ્યાયજી - મહારાજે જણાવેલ છે કે “ઈન્દ્રિયોથી જાણી ન શકાય એવો શુદ્ધ આત્મા, વિશુદ્ધ અનુભવ સિવાય, શાસ્ત્રોની સેંકડો યુક્તિઓથી પણ જાણી ન શકાય.” તે વિશુદ્ધ સ્વાનુભવના બળથી પોતાની આત્મશુદ્ધિ પરાકાષ્ઠાને પામે તો ઉત્તરાધ્યયનસૂત્રમાં દર્શાવેલ સિદ્ધગતિ ઝડપથી પ્રાપ્ત થાય છે. ત્યાં સિદ્ધગતિ અંગે જણાવેલ છે કે “જ્ઞાન-દર્શનઉપયોગવાળા, સંસારના પારને પૂર્ણતયા પામેલા તે તમામ સિદ્ધ ભગવંતો લોકના એક ભાગમાં શ્રેષ્ઠ સિદ્ધિગતિને પામેલા છે.” (૧૪/૧૯) પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યવર્ય પદ્મમણિતીર્થોદ્ધારક પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પંન્યાસપ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાણ મુનિ યશોવિજય ગણી દ્વારા સ્વરચિત દ્રવ્યાનુયોગપરામર્શ' (દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ અનુસારી) ગ્રંથની પરામર્શકર્ણિકા' નામની સ્વરચિત વૃત્તિના કર્ણિકાસુવાસ” નામના ગુજરાતી વિવરણમાં પર્યાય પ્રતિપાદન' નામનો ચૌદમો અધિકાર પૂર્ણ થયો.
ચૌદમી શાખા સમાપ્ત છે 1. लोकैकदेशे ते सर्वे ज्ञान-दर्शनसंज्ञिताः। संसारपारनिस्तीर्णाः सिद्धिं वरगतिं गताः।।