Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/१६ ० परं ब्रह्म नैव साक्षात्कृतम् ०
२२१७ -स्पर्शादयो मूर्तस्य इत्यादिः। (५) स्वभावपर्यायाः अगुरुलघुविकाराः। ते च द्वादशप्रकाराः षड्गुणहानि प -वृद्धिरूपाः अवाग्गोचराः। एते पञ्च पर्यायाः सर्वद्रव्येषु। (६) विभावपर्यायाः जीवे नर-नारकादयः, पुद्गले द्वयणुकतोऽनन्ताणुकपर्यन्ताः स्कन्धाः” (न.च.सा.पृ.१७९-१८०) इति । अर्थलेशभेदेन आगमसारे (पृ.१६) । अपि इमे पर्यायभेदा देवचन्द्रवाचकैः दर्शिताः। अत्र विभावनीयम् आगमानुसारेण पूर्वोक्तरीत्या म् (ર/ર), વવિદ્ ગમ્યુપામવાવેન
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – प्रदर्शितपर्यायचतुष्टयमध्याद् विभावगुणपर्यायतः स्वभावगुणपर्यायः प्रादुर्भावनीयः। अनादिकालात् केवलं बाह्यरुचितयाऽयमात्मा परज्ञेयविश्रान्त्या शास्त्राभ्यास । -सत्सङ्गादितोऽपि अन्तः स्वसन्मुखीभूय नैव विज्ञानघन-परमशीतल-पूर्णानन्दमयं स्वं ज्ञातवान् । " -અગંધ-અરસ-અસ્પર્શ સ્વરૂપ ચાર ભેદ – આ ગુણવ્યંજનપર્યાય છે. (૫) વાણીનો વિષય ન બને તેવી ષટ્રસ્થાનપતિત હાનિ અને વૃદ્ધિ અગુરુલઘુપરિણામમાં પ્રતિસમય થયા જ રાખે છે. આ પ્રમાણે અગુરુલઘુભાવોમાં જે ફેરફાર = વિકાર થાય છે, તે સ્વભાવપર્યાય છે. કેમ કે એના પ્રત્યે કોઈ બાહ્ય પ્રેરક તત્ત્વ કારણ બનતું નથી. વિગ્નસાપરિણામથી તે પરિવર્તન થાય છે. તેથી તેવા સૂક્ષ્મ વિકારોને સ્વભાવપર્યાય સમજવા. આ પાંચેય પ્રકારના પર્યાયો સર્વ દ્રવ્યમાં = પંચાસ્તિકાયમાં મળે છે. (૬) વિભાવપર્યાય તો જીવ અને પુદ્ગલ - બેમાં જ છે. જીવમાં મનુષ્ય, નરક વગેરે સ્વરૂપ વિભાવપર્યાયો જાણવા. પુદ્ગલમાં ચણુકથી માંડીને અનંતાણુક = અનન્તપ્રદેશિક સુધીના સ્કંધોને વિભાવપર્યાય જાણવા.” શ્રીદેવચન્દ્ર ઉપાધ્યાયજીએ આગમસાર ગ્રંથમાં પણ પર્યાયના આ જ છ ભેદ જણાવેલ છે, પરંતુ ત્યાં અર્થમાં કાંઈક તફાવત છે. આગમાનુસારે આ અંગે ઊંડાણથી વિભાવના કરવી કે – “દેવસેનજી ગુણના ક્રમભાવી વિકારસ્વરૂપ પર્યાયોને બતાવે છે. જ્યારે ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજી તો, પૂર્વે (૨/૩ પૃષ્ઠ-૧૧૪) જણાવ્યા મુજબ, ગુણના બુદ્ધિકૃત નિરંશ અંશસ્વરૂપ પર્યાયોને દર્શાવે છે. આમ બન્ને વચ્ચે તફાવત છે. તેથી દેવચન્દ્રજી મહારાજના વચનથી દેવસેનસંમત ગુણપર્યાયની સિદ્ધિ થતી નથી. તથા ગુણવ્યંજન-21 પર્યાયની જે વાત નયેચક્રસારમાં અને આગમસારમાં કરેલ છે, તે અભ્યપગમવાદથી છે.” ગુણવિકારરૂપ પર્યાયને પરમાર્થથી સ્વીકારીને તેના અનુસંધાનમાં ગુણવ્યંજનપર્યાયની વાત ત્યાં કરી નથી.
સ્વભાવગુણપર્યાચિને પ્રગટાવીએ છે આધ્યાત્મિક ઉપનય :- ઉપરોક્ત ચારેય પ્રકારના પર્યાયમાંથી વિભાવગુણપર્યાયના માધ્યમથી સ્વભાવગુણપર્યાયને આપણે પ્રગટાવવાના છે. પરંતુ અનાદિકાળથી માત્ર બહારની જ રુચિ હોવાથી આ આત્મા પરને જ જાણવામાં રોકાઈ ગયો, અટવાઈ ગયો. શાસ્ત્રોનો અભ્યાસ પણ ઘણો કર્યો. શાસ્ત્રીય પદાર્થોની માહિતી ઘણી ભેગી કરી. સત્સંગ વગેરે પણ ઘણી વાર કર્યા. છતાં બહિર્લક્ષી જ જ્ઞાન કર્યું. પરંતુ અંદરમાં સ્વસમ્મુખ થઈને પોતાને જ ન જાણ્યો. વિજ્ઞાનઘન, પરમશીતળ, પૂર્ણાનંદમય એવી પોતાની જાતને જ ઓળખી નહિ. પરણેય તત્ત્વોના માહિતીજ્ઞાનમાં ડૂબીને, ખોવાઈને કાયમ પોતાની પાસે વિદ્યમાન-નિત્યસન્નિહિત એવો જાણનાર આત્મા જ અત્યંત વિસરાયો. જગત આખામાં ભટક્યો પણ જ્ઞાનનિધાનભૂત નિજ આત્માને જ ન ઓળખ્યો. કેવી મૂર્ખામી કરી ? આનંદઘનજી મહારાજ પણ