Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/१७ • नियमसारगाथाविचारः ।
२२२३ एतेन “गुणविकाराः पर्यायाः” (का.अ.२४२ वृ.पृ.१७३) इति कार्तिकेयानुप्रेक्षावृत्तौ शुभचन्द्रोक्तिरपि प નિરસ્તા | __ यदि च गुणविकार एव पर्यायलक्षणं स्यात् तर्हि द्रव्यपर्याया उच्छिोरन्, गुणविकारस्य गुण । एव सत्त्वात् । किञ्च, तत्त्वार्थसर्वार्थसिद्धिवृत्तौ उद्धरणरूपेण '“दव्वविकारो हि पज्जवो भणिदो” (त.स. म सि.५/३८ उद्धृतः) इत्युक्त्या दिगम्बरीयप्राचीनपरम्परायामपि द्रव्यविकारस्यैव पर्यायतया निर्दिष्टत्वात् श तया सममपि देवसेनोक्तिः विरुध्यते। ततो द्रव्यस्यैव पर्याया अभ्युपेया इति परमार्थः ।
अन्यच्च कुन्दकुन्दस्वामिना नियमसारे “अण्णणिरावेक्खो जो परिणामो सो सहावपज्जाओ। खंधसरूवेण । पुणो परिणामो सो विहावपज्जाओ ।।” (नि.सा.२८) इत्येवं या स्वभाव-विभावपर्यायव्याख्या दर्शिता साऽपि केवलद्रव्यपर्यायद्वैविध्याऽभ्युपगमे एव सङ्गच्छते, न तु गुणविकारात्मकपर्यायाणां द्वैविध्योपगमे का અને ગુણપર્યાય' - આમ દર્શાવેલ હોત. માટે ગુણના સ્વતંત્ર પર્યાય નથી.
છે કાર્તિકેચઅનુપ્રેક્ષાવૃત્તિની સમાલોચના Jિ. (d.) “ગુણના વિકારો એ પર્યાય છે' - આ પ્રમાણે દિગંબર શુભચંદ્રજીએ કાર્તિકેયઅનુપ્રેક્ષાવ્યાખ્યામાં જે જણાવેલ છે, તેનું પણ નિરાકરણ ઉપરોક્ત નિરૂપણ દ્વારા થઈ જાય છે. મતલબ કે દ્રવ્યપર્યાયથી જુદા ગુણપર્યાય કહી ન શકાય. આ હકીક્તને જણાવવાનો અહીં આશય રહેલો છે.
) પર્યાય ગુણવિકારાત્મક નથી ) (ઢિ.) ગુણનો વિકાર એ જ જો પર્યાયનું લક્ષણ હોય તો ગુણના પર્યાય કહી શકાય, દ્રવ્યના પર્યાય કહી ન શકાય. કારણ કે ગુણના વિકાર ગુણમાં રહે, દ્રવ્યમાં ન રહે. તેથી દેવસેનમત મુજબ છે દ્રવ્યના પર્યાય સંભવી શકશે નહિ. તથા દિગંબર પરંપરામાં પણ દ્રવ્યના વિકારને જ પર્યાય તરીકે જણાવવામાં આવેલ છે. કેમ કે તત્ત્વાર્થસર્વાર્થસિદ્વિવ્યાખ્યામાં (૫૩૮) સાક્ષીરૂપે ઉદ્ધત કરેલ ગાથામાં વા દ્રવ્યના વિકારને જ પર્યાય જણાવેલ છે. તેથી ગુણના વિકારને પર્યાય તરીકે માનવાની વાત પ્રાચીન દિગંબર પરંપરા સાથે પણ વિરોધ ધરાવે છે. તેથી દ્રવ્યના જ પર્યાય માનવા વ્યાજબી છે. ગુણના સૈ. પર્યાય માનવાની વાત શાસ્ત્રબાહ્ય છે તથા પ્રાચીનપરંપરાથી પણ બાહ્ય છે.
જ સ્વભાવ-વિભાવપર્યાયની વ્યાખ્યા સમજીએ જ () વળી, અન્ય એક મહત્ત્વની વાત એ છે કે કુંદકુંદસ્વામીએ નિયમસાર ગ્રંથમાં “અન્યનિરપેક્ષ જે પરિણામ હોય તે સ્વભાવપર્યાય છે. તથા સ્કંધસ્વરૂપે જે પરિણામ હોય છે તે વિભાવપર્યાય છે” - આ પ્રમાણે સ્વભાવપર્યાય અને વિભાવપર્યાય વિશે જે વ્યાખ્યા કરેલી છે તે પણ માત્ર દ્રવ્યપર્યાયના સ્વભાવ-વિભાવસ્વરૂપ બે ભેદ પાડવામાં આવે તો જ સંગત થઈ શકે. ગુણવિકારસ્વરૂપ ગુણપર્યાયના પણ સ્વભાવ-વિભાવાત્મક બે ભેદ માનવામાં આવે તો દિગંબરસંપ્રદાયભૂષણ કુંદકુંદસ્વામીના ઉપરોક્ત વચનની સંગતિ કોઈ પણ રીતે થઈ ના શકે. કેમ કે ગુણમાં સ્કંધપરિણામાત્મક વિભાવપર્યાયની સંભાવના 1. દ્રવ્યવારો દિ વો મતિ : 2. अन्यनिरपेक्षो यः परिणामः स स्वभावपर्यायः। स्कन्धस्वरूपेण पुनः परिणामः स विभावपर्यायः।।