Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/१६ • सजातीयद्रव्यव्यञ्जनपर्यायप्ररूपणा 0
२२१५ न हि द्रव्यव्यञ्जनपर्यायगतं स्वभावत्वमेव सजातीयत्वं विभावत्वमेव च विजातीयत्वमिति प परमाणोः सजातीयद्रव्यव्यञ्जनपर्यायत्वसिद्धिरिति वक्तुं युज्यते,
व्यणुकादीनां विभावद्रव्यव्यञ्जनपर्यायत्वेन विजातीयद्रव्यव्यञ्जनपर्यायत्वप्राप्त्या द्रव्य-गुण-पर्यायरासस्तबकविरोधापत्तेः, तत्र हि प्रकृते व्यणुकादीनां सजातीयद्रव्यव्यञ्जनपर्यायत्वमेवोपदर्शितम्, ___ तथापि महोपाध्याययशोविजयसन्निहिते नयचक्राऽऽलापपद्धत्यादेः तदानीन्तने हस्तादर्श तादृश्या श परिभाषया भवितव्यम्, यया सजातीयकार्यद्रव्यत्वे सति अनेकावयवसंयोगजन्यत्वेन द्वयणुकादौ क सजातीयद्रव्यव्यञ्जनपर्यायत्वं सूपपादं स्यात् । यद्वा दर्शितप्रवचनसारवृत्त्यनुसारेण (प्र.सा.गा.९३/वृ. पृ.१६३) तत् सूपपादं स्यात् । किन्तु तथा सति देवसेनमते परमाणूनामसमावेशप्रसङ्गस्य दुर्वारत्वमेव, આપત્તિને અવકાશ નથી.
શંક :- (ન દિ.) દ્રવ્યવ્યંજનપર્યાયમાં જે સ્વભાવત્વ છે, તે જ સજાતીયત્વ છે. તથા તેમાં જે વિભાવત્વ છે તે જ વિજાતીયત્વ છે. તેથી આ રીતે પણ પરમાણુને સજાતીય દ્રવ્યવ્યંજનપર્યાય તરીકે સિદ્ધ કરી શકાય જ છે ને ? કેમ કે પરમાણુને સ્વભાવ દ્રવ્યવ્યંજનપર્યાય તરીકે આલાપપદ્ધતિ વગેરેમાં જણાવેલ જ છે.
સમાધાન :- (ય) ના. પરમાણુને સજાતીય દ્રવ્યવ્યંજનપર્યાય તરીકે સિદ્ધ કરવા માટેની તમારી પદ્ધતિ વ્યાજબી નથી. કારણ કે તેવું કરવા જતાં કચણુક વગેરે વિભાવ દ્રવ્યવ્યંજનપર્યાય હોવાથી વિજાતીય દ્રવ્યવ્યંજનપર્યાય (= પુદ્ગલદ્રવ્યના વિજાતીયવ્યંજનપર્યાય) બનવાની આપત્તિ આવશે. તથા આવું માન્ય કરીએ તો મહોપાધ્યાયજીકૃત ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ગ્રન્થનો વિરોધ આવશે. કેમ કે ત્યાં તો પ્રસ્તુત પર્યાયવિભાગમાં વણુક વગેરેને સજાતીયદ્રવ્યવ્યંજનપર્યાય તરીકે જ જણાવેલ છે. તેથી ‘દ્રવ્યભંજનપર્યાયગત છે સ્વભાવત્વ = સજાતીયત્વ અને વિભાવત્વ = વિજાતીયત્વ' - આવું માનવું સંગત નથી. પરંતુ અમે જણાવી ગયા તે મુજબ, સપ્તભંગીનયપ્રદીપ અને આલાપપદ્ધતિ ગ્રંથના સંવાદ અનુસાર, ચણકાદિ = વિભાવ દ્રવ્યવ્યંજનપર્યાય અને પરમાણુ = સ્વભાવ દ્રવ્યવ્યંજનપર્યાય - આમ માનવું એ જ યુક્ત ] છે. તથા એ રીતે તો પુદ્ગલના પરમાણુસ્વરૂપ પર્યાયનો પર્યાયવિભાગમાં અસમાવેશ થવાની આપત્તિને દિગંબરમતમાં અવકાશ નથી જ.
ઈ અન્ય પરિભાષાથી મૂળગ્રંથની સંગતિ (ઈ ઉત્તરપલ :- (તથાપિ.) જો કે એક દૃષ્ટિએ તમારી વાત સાચી છે. તો પણ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ જ્યારે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની રચના કરતા હશે તે સમયે તેમની પાસે નયચક્ર, આલાપપદ્ધતિ ગ્રંથની જે હસ્તપ્રત હશે, તેમાં તેવા પ્રકારની પરિભાષા હોવી જોઈએ કે જેમાં “જે સજાતીય કાર્યદ્રવ્ય અનેકઅવયવસંયોગથી જન્ય હોય તે સજાતીય દ્રવ્યવ્યંજનપર્યાય કહેવાય' - આવી વ્યવસ્થા જણાવેલી હોય. તથા તેવી પરિભાષા મુજબ, ચણકાદિ કાર્યદ્રવ્ય પુદ્ગલનું સજાતીય હોવાથી તથા અનેક અવયવસંયોગથી જન્ય હોવાથી સજાતીય દ્રવ્યવ્યંજનપર્યાય તરીકે વ્યવહર્તવ્ય બની શકે. અથવા તો આ જ શ્લોકની વ્યાખ્યામાં આગળ જણાવેલ પ્રવચનસારવૃત્તિ (ગા.૯૩) મુજબ ચણકાદિમાં સજાતીય દ્રવ્યપર્યાયત્વની સંગતિ થઈ શકે છે. પરંતુ જે કાર્યદ્રવ્ય કારણસજાતીય હોય અને અનેક અવયવસંયોગથી