Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२०२४ • समयसारादिसंवादा
૨૩/૮ ए समाम्नातः। तदिदमभिप्रेत्योक्तं पूर्वोक्त(१३/६)रीत्या समयसारे “ववहारणओ भासदि जीवो देहो य का हवदि खलु एक्को। ण दु णिच्छयस्स जीवो देहो य कदा पि एक्कट्ठो ।। इदमण्णं जीवादो देहं पोग्गलमयं
थुणित्तु मुणी। मण्णदि हु संथुदो वंदिदो मए केवली भयवं ।। तं णिच्छये ण जुज्जदि, ण सरीरगुणा हि
દાંતિ નિnો વેનિશુને નો સો તā વેર્તિ શુદ્રિા (.સા.૨૭,૨૮,૨૧) તિા તલુન્ शे अध्यात्मसारेऽपि “शरीर-रूप-लावण्य-वप्र-च्छत्र-ध्वजादिभिः । वर्णितैर्वीतरागस्य वास्तवी नोपवर्णना ।। व्यवहारस्तुतिः क सेयं वीतरागात्मवर्तिनाम् । ज्ञानादीनां गुणानां तु वर्णना निश्चयस्तुतिः ।।” (अ.सा.१८/१२४-१२५) इत्यादि ।
સ્તુતિ-વંદના વગેરે કરવામાં આવે તો તીર્થકર ભગવંતની સ્તુતિ-વંદના વગેરેનો લાભ શુદ્ધ નિશ્ચયનયથી માન્ય નથી જ. આ જ અભિપ્રાયથી સમયસાર ગ્રંથમાં જણાવેલ છે કે “વ્યવહાર નય કહે છે કે જીવ અને શરીર ખરેખર એક = અભિન્ન છે. પરંતુ નિશ્ચયથી “જીવ’ અને ‘શરીર’ શબ્દનો અર્થ ક્યારે પણ એક નથી. જીવ કરતાં શરીર ભિન્ન છે. કારણ કે શરીર પુદ્ગલમય છે, પુગલનિર્મિત છે. જ્યારે જીવ પુદ્ગલનિર્મિત નથી. તેથી કેવલજ્ઞાની ભગવંતના પુલમય શરીરની સ્તુતિ (અને વંદન) કરીને મહાત્મા માને છે કે “મેં ખરેખર કેવલજ્ઞાની ભગવાનની સ્તુતિ કરી અને વંદન કર્યા.” પરંતુ આ વાત નિશ્ચયનયના મત મુજબ યુક્તિસંગત થતી નથી. કારણ કે શરીરના લાલ-પીળા વગેરે
વર્ણ, આકાર વગેરે તો શરીરના જ ગુણધર્મો છે, કેવલજ્ઞાનીના ગુણધર્મો નથી. તેથી જે કેવલજ્ઞાનીના | ગુણોની સ્તુતિ કરે છે, તે જ પરમાર્થથી કેવલજ્ઞાનીની સ્તુતિ કરે છે.” પૂર્વે (૧૩/૬) દર્શાવેલ પદ્ધતિ
મુજબ આ બાબત વિચારવી. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે પણ અધ્યાત્મસાર ગ્રંથમાં જણાવેલ CIી છે કે “વીતરાગના શરીર, રૂપ, લાવણ્ય, કિલ્લો (ત્રણ ગઢ), ત્રણ છત્ર, ઈન્દ્રધજા વગેરેનું વર્ણન કરવામાં
આવે તો વીતરાગની વાસ્તવિક સ્તુતિ થતી નથી. આ વીતરાગની વ્યવહારસ્તુતિ છે. વીતરાગની રો નિશ્ચયસ્તુતિ તો એ છે કે વીતરાગ આત્મામાં રહેલા જ્ઞાનાદિ ગુણોની સ્તુતિ કરવી.”
0 તીર્થકરદેહની સ્તુતિ એ તીર્થકરસ્તુતિ નથી . પષ્ટતા :- ભગવાનના શરીરના રૂપનું વર્ણન, બાહ્ય અતિશયોનું વર્ણન, વાણીના પાંત્રીસ ગુણોનું વર્ણન - આ વ્યવહારનયથી ભગવાનની સ્તુતિ કહેવાય છે. જેમ કે –
“ના રોગ ના પ્રસ્વેદ ના મલ કોઈ તુજ તનને નડે.' - દુર્ગધ કે બિભત્સતા તુજ માંસ-શોણિતમાં નહિ.'
“આહાર ને નીહાર માનવ કોઈ જોઈ ના શકે..” ઈત્યાદિ રૂપે અતિશયવંદનાવલીમાં ભગવાનના જે બાહ્ય અતિશયોનું વર્ણન છે, તે વ્યવહારનયથી અરિહંતની સ્તુતિ સમજવી.
રૂપ તારું એવું અદ્ભુત પલક વિણ જોયા કરું...”
આ બધી વ્યવહારનયથી અરિહંતની સ્તુતિ સમજવી. નિશ્ચયનયથી આ સ્તુતિ પ્રભુના શરીરની સ્તુતિ છે, પ્રભુની સ્તુતિ નથી. કારણ કે તેમાં વીતરાગતા, નિર્વિકારિતા વગેરે આત્મગુણોની પ્રશંસા 1. व्यवहारनयो भाषते जीवो देहश्च भवति खल्वेकः। न तु निश्चयस्य जीवो देहश्च कदाप्येकार्थः।। 2. इदमन्यत् जीवादेहं पुद्गलमयं स्तुत्वा मुनिः। मन्यते खलु संस्तुतो वन्दितो मया केवली भगवान् ।। 3. तन्निश्चये न युज्यते, न शरीरगुणा हि भवन्ति केवलिनः। केवलिगुणान् स्तौति यः स तत्त्वं केवलिनं स्तौति ।।