Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/६
२१५०
पुरुषस्य एकानेकरूपता
प
रा
स च व्यञ्जनपर्यायः पुरुषोत्पत्तेः आरभ्य आ पुरुषविनाशाद् भवति इति जन्मादिर्मरणसमयपर्यन्त उक्तः । तस्य तु बालादयः पर्याययोगा बहुविकल्पाः = तस्य पुरुषाऽभिधेयपरिणामवतो बाल-कुमारादयः तत्रोपलभ्यमाना अर्थपर्याया भवन्ति अनन्तरूपाः । एवञ्च पुरुषो व्यञ्जनपर्यायेण एकः बालादिभिस्तु अर्थपर्यायैः - અનેઃ” (સ.ત.૧/૩૨) તિ। પૂર્વે (૪/ + ૧૪/૨) તેશતો શિતાડપીય વ્યાવ્યા સોપયોજિત્વાવત્ર विस्तरलेशेन दर्शिता । प्रयोजनभेदान्नाऽत्र पौनरुक्त्यं दोषतया ज्ञेयम् ।
क
ततश्च अशुद्धद्रव्यव्यञ्जनपर्यायात्मकपुरुषापेक्षयाऽल्पकालवर्तित्वेन बाल-तरुणादीनाम् अर्थणि पर्यायत्वेऽपि स्वल्पकालस्थायिता अर्थपर्यायगताऽशुद्धत्वसाधिका सिद्धान्तसिद्धैवेति फलितमेतावता । # અર્થપર્યાય પણ અલ્પકાલસ્થાયી
(સ ચ.) તથા તે વ્યંજનપર્યાય માણસની ઉત્પત્તિથી માંડીને માણસના વિનાશ સુધી સ્થિર રહે છે. તે કારણથી તે ‘પુરુષ' શબ્દ = માણસાઈ = મનુષ્ય પરિણતિ = વ્યંજનપર્યાય અશુદ્ઘ દ્રવ્યવ્યંજનપર્યાય જન્મથી માંડીને મરણસમય સુધી એક જ કહેવાયેલ છે. આવા વ્યંજનપર્યાયના બાલ વગેરે પર્યાયોના સંબંધો અનેક પ્રકારે પડે છે. ‘અનેક પ્રકારે’ એટલે અનંત રૂપે તેમ સમજવું. કારણ કે ‘પુરુષ’ શબ્દથી વાચ્ય (= જણાવાતી) પરિણિતને ધારણ કરનાર પુરુષવ્યક્તિના બાલ-કુમાર વગેરે વિકલ્પ રૂપે = ભેદ રૂપે = પ્રકાર રૂપે તે પર્યાયસંબંધો હોય છે. પ્રસ્તુત શાખાના પાંચમા શ્લોક મુજબ વિચારીએ તો, બાલ -કુમાર વગેરે અર્થપર્યાયસ્વરૂપ છે, કારણ કે તેઓ પુરુષ કરતાં અલ્પકાળવર્તી છે. બાલ-કુમાર આદિ અવસ્થાઓ પુરુષ કરતાં દીર્ઘકાળવર્તી નથી. તેથી તે બાલ-કુમાર વગેરે પર્યાયો વ્યંજનપર્યાયસ્વરૂપ નથી બનતા પરંતુ અર્થપર્યાયસ્વરૂપ બને છે. તત્ તત્ ક્ષણના ભેદથી સૂક્ષ્મરૂપે તે અર્થપર્યાયોના અનંત ભેદ છે. ક્ષણિક એવા શુદ્ધ અર્થપર્યાયની અપેક્ષાએ બાલાદિ પર્યાયોના સંબંધો અનેક વિકલ્પવાળા કહેવાય છે. આ રીતે વિચાર કરવાથી નિષ્કર્ષ એવો આવે છે કે વ્યંજનપર્યાયથી માણસ એક છે અને બાલ -તરુણ વગે૨ે (અશુદ્ધ) અર્થપર્યાયોથી માણસ અનેક છે.’’ આ પ્રમાણે સંમતિવ્યાખ્યાકાર શ્રીઅભયદેવસૂરિજી મહારાજે જણાવેલ છે. પૂર્વે (૪/૫ + ૧૪/૨) પ્રસ્તુત સંમતિતર્કવૃત્તિ આંશિક રીતે જણાવેલ જ હતી. છતાં પણ અહીં ઉપયોગી હોવાથી થોડાક વિસ્તારથી જણાવેલ છે. મહોપાધ્યાયજીએ પણ પૂર્વે (૪/૫) અને અહીં સંમતિતર્કની પ્રસ્તુત ગાથા જુદા-જુદા પ્રયોજનથી જણાવી છે. માટે આ પુનરુક્તિને દોષરૂપ માનવી નહીં.
=
* અર્થપર્યાયો અશુદ્ધ પણ હોય
(તતT.) તેથી સંમતિવ્યાખ્યાકારના ઉપરોક્ત વિચાર-વિમર્શથી એવું ફલિત થાય છે કે બાલ-તરુણ વગેરે અવસ્થાઓ અશુદ્વ દ્રવ્યવ્યંજનપર્યાય સ્વરૂપ પુરુષ કરતાં અલ્પકાલવર્તી હોવાથી અર્થપર્યાયસ્વરૂપ છે. તેમ છતાં પણ બાલ-તરુણ વગેરે અર્થપર્યાયો માત્ર એક ક્ષણ નથી રહેતા પરંતુ અમુક વરસો સુધી રહે છે. આમ એક સમય કરતાં અધિક સમય સુધી રહેવાપણું અર્થપર્યાયમાં સિદ્ધ થાય છે. અર્થપર્યાયગત પ્રસ્તુત સ્વલ્પકાલસ્થાયિતા જૈન સિદ્ધાંતમાં પ્રસિદ્ધ જ છે. તથા આ અનેકક્ષણસ્થાયિતા અર્થપર્યાયને અશુદ્ધ તરીકે સાબિત કરવા માટે સમર્થ છે. તેથી અર્થપર્યાયના શુદ્ધ અને અશુદ્ધ એવા ભેદનો અપલાપ કરી શકાતો નથી.