Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२१९८
• अशुद्धद्रव्यव्यञ्जनपर्यायमीमांसा
१४/१४ દ્વિતંતુકાદિપર્યાયની પરિ એકદ્રવ્યજનકાવયવસઘાતનઈ જ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયપણું જ કહેતાં રૂડું
यदि च द्रव्यान्यथात्वहेतोरेव अशुद्धपर्यायत्वमभिमतं तदा द्वितन्तुकादिपटादिपर्यायवद् एक___ द्रव्यजनकसजातीयद्रव्यलक्षणावयवसङ्घातकार्ये यद्वा तादृशावयवसङ्घाते. एव अशुद्धद्रव्यव्यञ्जन। पर्यायत्वाभिधानं न्याय्यम्, धर्मादिद्रव्यगतजीवादिसंयोगलक्षणाशुद्धद्रव्यव्यञ्जनपर्यायानभ्युपगमस्य तत्रैव म विश्रामात्, जीवादीनां धर्मादितो विजातीयद्रव्यत्वात्, धर्माद्यनुयोगिक-जीवादिप्रतियोगिकसंयोगस्य । द्रव्यान्तराऽजनकत्वाच्च । तथा च ‘मनुष्यात्मा, देवात्मा' इत्यादयो विजातीयकर्मादिपुद्गलसङ्घात
जन्यतया नाऽऽत्मनोऽशुद्धद्रव्यव्यञ्जनपर्यायाः स्युरिति महत्कष्टमायुष्मतः। तस्मात् प्रागुक्तरीत्या क (१४/१०) परद्रव्यापेक्षत्वमशुद्धद्रव्यव्यञ्जनपर्यायत्वव्याप्तम्, परद्रव्यानपेक्षत्वञ्च शुद्धद्रव्यव्यञ्जनपर्यायत्वणि व्याप्तमित्यभ्युपगन्तव्यमकामेनाऽपि आशाम्बरेण । तथा च मनुष्यात्मादयोऽशुद्धात्मद्रव्यव्यञ्जनपर्यायाः
स्युः। परद्रव्यापेक्षतया जीवादौ कर्मपुद्गल-धर्मादिद्रव्यसंयोगस्येव धर्मास्तिकायादौ पुद्गल-जीवादिसंयोगस्य अशुद्धद्रव्यव्यञ्जनपर्यायत्वमनाविलमेव, युक्तेरुभयत्राऽविशेषात् । तथा चैकस्मिन्नेव धर्मादौ
અશુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાયની વિચારણા અવતરણિકા :- જો દ્રવ્યમાં અન્યથાપણું (= દ્રવ્યાંતરપણું) લાવનાર પર્યાય જ અશુદ્ધ પર્યાય તરીકે દિગંબરોને માન્ય હોય તો દિગંબરોએ દ્વિતંતુક (= બે તંતુથી નિષ્પન્ન થયેલ) પટાદિ પર્યાયની જેમ એકદ્રવ્યજનક (= દ્રવ્યાન્તરજનક) સજાતીય દ્રવ્યસ્વરૂપ અવયવના સમુદાયના કાર્યમાં અથવા તાદેશ અવયવોના સમુદાયમાં જ અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયપણું કહેવું યુક્તિસંગત બનશે. કારણ કે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યમાં રહેનાર જીવાદિસંયોગ સ્વરૂપ દ્રવ્યવ્યંજનપર્યાયને અશુદ્ધ પર્યાય તરીકે ન માનવાનું પરિણામ
તો તેમાં જ ફલિત થાય છે. કહેવાનો આશય એ છે કે સજાતીયદ્રવ્યસ્વરૂપ અવયવોના સંઘાતથી ઉત્પન્ન સ થયેલ દ્વિતંતુક પટ વગેરે અતિરિક્ત કાર્યને દિગંબરો જો અશુદ્ધ દ્રવ્યભંજનપર્યાયસ્વરૂપ માને તો ધર્માસ્તિકાય
વગેરેમાં અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયને માનવાની આપત્તિ દિગંબરમતમાં ન આવે. કારણ કે જીવાદિ દ્રવ્યો Tી ધર્માસ્તિકાય વગેરેથી વિજાતીય છે, સજાતીય નથી. તેમજ ધર્માસ્તિકાય વગેરેમાં જીવાદિનો જે સંયોગ
છે તે દ્રવ્યાન્તરનો જનક નથી. પરંતુ આ રીતે દ્રવ્યાન્તરજનક સજાતીયદ્રવ્યસ્વરૂપ અવયવોના સંઘાતથી ી ઉત્પન્ન થયેલ કાર્યને અથવા તથાવિધ અવયવસઘાતને જ જો અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયસ્વરૂપ માનવામાં
આવે તો દિગંબરમતમાં આપત્તિ એ આવશે કે કર્માદિપુદ્ગલ અને આત્મા વિજાતીયદ્રવ્ય હોવાથી તેના સંયોગથી ઉત્પન્ન થનાર મનુષ્યાત્મા, દેવાત્મા વગેરે પર્યાયો આત્માના અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય બની નહિ શકે. આવી નવી સમસ્યા દિગંબરને આવશે. તેથી તેના નિરાકરણ માટે અનિચ્છાએ પણ દિગંબરે પૂર્વે (૧૪/૧૦) જણાવેલ પદ્ધતિ મુજબ, જે જે વ્યંજનપર્યાયમાં પરદ્રવ્યસાપેક્ષપણું હોય તેને અશુદ્ધ વ્યંજનપર્યાય તરીકે માનવા અને જે જે વ્યંજનપર્યાયમાં પરદ્રવ્યનિરપેક્ષપણું હોય તેને શુદ્ધ વ્યંજનપર્યાય તરીકે માનવા જરૂરી છે. આથી મનુષ્યાત્મા, દેવાત્મા વગેરે પર્યાયો આત્મદ્રવ્યના અશુદ્ધ વ્યંજનપર્યાયસ્વરૂપ બની શકશે. તથા જીવ વગેરેમાં કર્માદિપુદ્ગલદ્રવ્ય, ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોનો જે સંયોગ છે, તે પરસાપેક્ષ