Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/१३ • आत्मानन्दस्वभावविचार: 0
२१९७ दुःखमि'त्यनादिमिथ्यामति-रुचि-श्रद्धादिकं परित्यज्य परद्रव्यविषयकविज्ञानादिशून्यः सन् निजशुद्धात्म-प गोचरज्ञानादिप्रभावेण यदा विदेह-वचनातीत-वरेण्य-वीतराग-विकाराऽपेत-विकल्पाऽगोचर-वल्लभ-विकस्वर ... -विपत्तिशून्य-विषादरहित-व्याधिविकल-विज्ञानघन-विमलाऽऽनन्दस्वभावं लभते, तदा नाऽन्यत् किञ्चिद् लब्धव्यमवशिष्यते। तदुक्तं ज्ञानसारे “स्वभावलाभात् किमपि प्राप्तव्यं नाऽवशिष्यते” (ज्ञा.सा.१२/१) इति। शुद्धात्मस्वभावलाभाच्च “मोक्खो सारीरेयरदुक्खक्खयओ सयासोक्खो।” (सं.र.शा.५०९२) इति श संवेगरङ्गशालायां जिनचन्द्रसूरिप्रदर्शितः मोक्षः सुलभः स्यात् ।।।१४/१३।। કરવાનો પ્રયાસ ન કરવાથી દુઃખી થવાય છે. પત્ની-ભોજન-વસ્ત્રાદિ પરદ્રવ્યોનો ભોગ-ઉપભોગ ન કરવાથી સુખહાનિ થાય છે, દુઃખ ઉત્પન્ન થાય છે. પત્ની વગેરે પરદ્રવ્યોની સ્પૃહા-કામના વગેરે ન કરવાથી દુઃખી થવાય છે. અનાદિકાલીન આ મિથ્થામતિ વગેરેને છોડીને પરદ્રવ્યોને જાણવાનો, જોવાનો કે મેળવવાનો પ્રયત્ન, ભોગવવાનો સંકલ્પ વગેરે પણ સાધકે છોડવા જોઈએ. અન્ય સમસ્ત શેય વસ્તુના જ્ઞાન વગેરેથી રહિત બનીને સાધકે પોતાના જ શુદ્ધ આત્માને જાણવો જોઈએ. તેને જ પ્રગટાવવાનો = અનુભવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પોતાના જ શુદ્ધ આત્મામાં એકવાર-અનેકવાર રમણતા-ક્રીડા કરવી. તથા તેની જ વારંવાર સ્પૃહા કરવી.
છે આત્માના આનંદરવભાવને ઓળખીએ છે તેના પ્રભાવથી જ્યારે નિર્મળ આત્માનો આનંદસ્વભાવ પ્રગટે છે. ત્યારે સાધક ભગવાનને અંદરમાં વા અભ્રાન્તપણે પ્રતીતિ થાય છે કે “હું શરીરરહિત છું. પરમાર્થથી મારું અસ્તિત્વ દેહથી નિરપેક્ષ છે. શબ્દો દ્વારા મારી ઓળખ થઈ શકે તેમ નથી. હું શ્રેષ્ઠ તત્ત્વ છું, વીતરાગ છું, વિકારશૂન્ય છું. હું તે સંકલ્પ-વિકલ્પનો વિષય નથી. મને મારો આત્મા અત્યંત પ્રિય છે. હું ગુણોથી વિકસ્વર છું, આપત્તિશૂન્ય છું. હું વિષાદશૂન્ય છું. વ્યાધિરહિત છું. હું વિજ્ઞાનઘન છું. હું કર્મમળશૂન્ય છું. અનંત આનંદ મારો સ્વભાવ છે. તથા મારો આનંદસ્વભાવ પણ મારાથી અભિન્ન હોવાથી વિદેહ = દેહનિરપેક્ષ છે, શબ્દાતીત છે, શ્રેષ્ઠ છે, રાગરહિત-તૃષ્ણાશૂન્ય છે, વિકારવિકલ છે. મારા આનંદસ્વભાવમાં વિકારનો છાંટો નથી. મારો નિરુપાધિક આનંદસ્વભાવ નિર્વિકલ્પ છે. મને તે અત્યંત પ્રિય છે. તે વિકસ્વર છે. તે વિપત્તિશૂન્ય, વિષાદવિકલ, રોગરહિત છે. મારો આનંદસ્વભાવ ચૈતન્યમય-ચૈતન્યઘન-વિજ્ઞાનઘન છે. તે વિમલ છે, નિર્મલ છે.” આવા નિર્મળ આનંદસ્વભાવને સાધક જ્યારે મેળવે છે, પ્રગટાવે છે, ત્યારે બીજું કશું પણ મેળવવા લાયક બાકી રહેતું નથી. જ્ઞાનસારમાં મહોપાધ્યાયજીએ જ જણાવેલ છે કે “આત્માના સ્વભાવની પ્રાપ્તિ થતાં બીજું કાંઈ પણ પામવા જેવું બાકી રહેતું નથી.” આ શુદ્ધ આત્મસ્વભાવનો લાભ થવાથી સંવેગરંગશાળામાં વર્ણવેલ મોક્ષ સુલભ બને. ત્યાં શ્રીજિનચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે શારીરિક-માનસિક દુઃખનો ઉચ્છેદ થવાથી મોક્ષ સદા સુખમય છે.” (૧૪/૧૩)
1. મોન શરીરેતરવુવિક્ષયત: સવાસોશ્વ: |