Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१४/९ ॐ सिद्धस्वरूपद्योतनम् ०
२१७५ '"जम्माभावजं निव्वाणं, निव्वाणपत्तस्स य इमस्स जीवस्स न जम्मो, न जरा, न वाही, न मरणं, न प इट्ठविओगो, न अणिट्ठसंपओगो, न बुभुक्खा, न पिवासा, न रागो, न दोसो, न कोहो, न माणो, न । माया, न लोहो, न भयं, न य अन्नो वि कोई उवद्दवो त्ति। किंतु सव्वन्नू, सव्वदरिसी, निरुवमसुहसंपन्नो, तिलोयचूडामणीभूओ मोक्खपए चिट्ठ ” (स.र.का.३०९, भव-३, पृ.२१०) इति समरादित्यकथायां हरिभद्रसूरिवर्णितं , सिद्धस्वरूपं झटिति उपलभते आत्मार्थी ।।१४/९।। લેવી છે. પ્રાણના ભોગે પણ આ કાર્ય માટે કરીને જ રહેવું છે' - આવા પ્રણિધાનપૂર્વક-સંકલ્પપૂર્વક આ પ્રયત્ન થવો જોઈએ. આવા પ્રકારનો આધ્યાત્મિક ઉપદેશ આ શ્લોક દ્વારા પ્રાપ્ત કરવા જેવો છે. તેના પ્રભાવે સમરાદિત્યકથામાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપને આત્માર્થી સાધક ઝડપથી મેળવે છે. ત્યાં છે શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “નવા જન્મને ધારણ નહિ કરવાથી મોક્ષ ઉત્પન્ન થાય છે. મોક્ષમાં વા પહોંચેલા આ જીવને (૧) જન્મ નથી, (૨) ઘડપણ નથી, (૩) વ્યાધિ નથી, (૪) મરણ નથી, (૫) ઈષ્ટવિયોગ નથી, (૬) અનિષ્ટનો સંયોગ નથી, (૭) ભૂખ નથી, (૮) તરસ નથી, (૯) રાગ સ નથી, (૧૦) દ્વેષ નથી, (૧૧) ક્રોધ નથી, (૧૨) માન નથી, (૧૩) માયા નથી, (૧૪) લોભ નથી, (૧૫) ભય નથી, (૧૬) અન્ય પણ કોઈ ઉપદ્રવ નથી. પરંતુ તે (૧૭) સર્વજ્ઞ છે, (૧૮) સર્વદર્શી છે, (૧૯) નિરુપમ સુખથી સંપન્ન છે, (૨૦) ત્રણ લોકમાં મુગટ સમાન છે. આ પ્રકારે જીવ મોક્ષપદમાં રહે છે. (૧૪/૯)
લખી રાખો ડાયરીમાં....
• વાસનાનો મિજાજ તરંગી, તોફાની, વ્યસની છે.
ઉપાસનાની પ્રકૃતિ નિસ્તરંગ, શાંત અને સહજ છે. વાસના નિસ્તેજ અને નિર્વીર્ય બનાવે છે. ઉપાસનામાં કરોડો સૂર્યનું પ્રતાપી તેજ અને શક્તિ ધરબાયેલ છે. સાધના બીજાને પ્રભાવિત કરે છે.
- દા.ત. સંભૂત મુનિ. ઉપાસના પોતાને ભાવિત કરે છે, તૃપ્ત કરે છે.
દા.ત. રેવતી.
1. जन्माभावजं निर्वाणम्, निर्वाणप्राप्तस्य च अस्य जीवस्य न जन्म, न जरा, न व्याधिः, न मरणम्, न इष्टवियोगः, न अनिष्टसम्प्रयोगः, न बुभुक्षा, न पिपासा, न रागः, न द्वेषः, न क्रोधः, न मानः, न माया, न लोभः, न भयम्, न च अन्योऽपि कोऽपि उपद्रव इति। किन्तु सर्वज्ञः, सर्वदर्शी, निरुपमसुखसम्पन्नः, त्रिलोकचूडामणीभूतः मोक्षपदे तिष्ठति।