Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२१८२
• अन्तर्मुखोपयोगेन इष्टाऽनिष्टविकल्पाऽनुत्थानम् ० १४/१० प -धनादिभिः । उत्कर्षः परपर्यायश्चिदानन्दघनस्य कः ?।।” (ज्ञा.सा.१८/५) इति ज्ञानसारकारिकाविभावनया। सा तबलेन प्रथमम् अस्माकम् उपयोगस्य ततश्च अन्तरङ्गपरिणतेः राग-द्वेषादिभ्योऽसङ्गता स्यात् ।
- “સ્ય જ્ઞાનસુધારસભ્ય પરબ્રહ્મળ મનતા, વિષયાન્તરસન્વીરસ્તી હતાદત્તોપમ:II(જ્ઞા.સા.ર/૨) । इति ज्ञानसारकारिकातात्पर्यार्थं विभाव्य यदा निजोपयोगः अन्तर्मुखीभूय स्वस्मिंश्च तन्मयीभूय २ सन्निहितपरज्ञेयाकारमवगाहेत तदा इष्टानिष्टविकल्पाऽनुत्थानेन निजान्तरङ्गपरिणतेः विभावपरिणामेभ्यः क असङ्गता सुकरा स्यात् । उपादेयभावेन स्वात्मकज्ञेयाकारपरिणतं हि सम्यग् ज्ञानं वीतरागताम् णि आस्कन्दमानं दर्पणतुल्यं निजनिर्मलस्वभाववशतो यथावस्थितपरज्ञेयाकारप्रतिभासशालित्वेऽपि का परज्ञेयनिमित्तकेष्टाऽनिष्टविकल्प-तज्जन्यराग-द्वेषादिविभावपरिणामप्रसवाऽसमर्थतया आत्मनोऽबन्ध
છે કે “શરીરનું રૂપ, લાવણ્ય, ગામ, બગીચો, ધન (પુત્ર-પૌત્ર...) આદિ પરપર્યાયોથી ચિદાનંદઘન એવા આત્માને અભિમાન શું હોય ?' આની ઊંડી વિચારણા દ્વારા શરીરાદિથી અસંગતા અને અલિપ્તતા કેળવવી. તેના બળથી સૌપ્રથમ આપણો ઉપયોગ રાગ-દ્વેષાદિથી અસંગ બને છે. તથા ત્યાર બાદ આપણી પરિણતિ રાગ-દ્વેષ આદિથી અસંગ બને છે.
આ આપણા ઉપયોગને અને પરિણતિને અસંગ બનાવીએ (“યસ્થ.) તથા “જ્ઞાનામૃતસાગરસ્વરૂપ પ્રપંચશૂન્ય શુદ્ધ આત્મજ્યોતિમાં જેને મગ્નતા પ્રગટી છે, તેવા સાધકને શુદ્ધ આત્મજ્યોતિ છોડી અન્ય વિષયોમાં મનને દોડાવવું ઝેરતુલ્ય લાગે છે' - આ મુજબ જ્ઞાનસારના શ્લોકના તાત્પર્યાર્થને ઊંડાણથી આર્દ્ર હૃદયે વિચારીને જ્યારે સાધકની રુચિ-રસ-લાગણી બહારના વિષયોમાં મરી પરવારે છે ત્યારે તેનો ઉપયોગ અંતર્મુખ બને છે, અંદરમાં ઊંડો ઉતરે છે. તથા તે અંતર્મુખ ઉપયોગ પોતાના જ સ્વરૂપમાં તન્મય બને છે, તદ્રુપ બને છે. તેની પરસમ્મુખતા
દૂર થાય છે, પરલક્ષિતા છૂટી પડે છે. અનાદિ કાળથી ભિન્ન ભિન્ન પરશેયમાં ભટકવાથી વિકેન્દ્રિત તા થયેલો ઉપયોગ હવે સ્વકેન્દ્રિત બને છે. તેવી દશામાં જ્યારે ઉપયોગ સન્નિહિત પરય પદાર્થના આકારનું
અવગાહન કરે છે, ત્યારે સાધકને પરશેય પદાર્થમાં ઈષ્ટ-અનિષ્ટપણાના વિકલ્પો ઉભા થતા નથી. તેથી અત્તરાત્માની = સાધક ભગવાનની અંતરંગ પરિણતિ સરળતાથી વિભાવપરિણામોથી અસંગ બને છે, છૂટી પડે છે. આમ પ્રથમ ઉપયોગ અને પછી અંતરંગપરિણતિ રાગાદિથી અસંગ બને છે. પરણેય પદાર્થોથી પરામુખ બનેલું જે જ્ઞાન ઉપાદેયપણે સ્વાત્મક શેયના આકારથી પરિણત થાય તેને જ સમ્યગુ જ્ઞાન કહેવાય. તે જ્ઞાન રાગાદિદશાથી છૂટું પડીને વીતરાગભાવે પરિણમે છે. સમ્યગુ જ્ઞાન દર્પણતુલ્ય હોવાના કારણે પોતાના સ્વરૂપમાં અત્યંત નિર્મળ જ રહે છે, સ્વચ્છ જ રહે છે. દર્પણમાં કોલસાનું પ્રતિબિંબ પડે તો પણ દર્પણ સ્વચ્છ જ રહે ને ! કોલસાના કાળા પ્રતિબિંબવાળું દર્પણ કાંઈ કોલસાની જેમ સ્વયં કાળું થઈ જતું નથી. આ હકીકતને સાધકે કદાપિ ભૂલવી નહિ. પોતાના સ્વચ્છસ્વભાવના લીધે તે જ્ઞાનમાં યથાવસ્થિતપણે પરશેય પદાર્થના આકારોનો પ્રતિભાસ થાય છે. પણ પરશેય જ્ઞાનરૂપે પરિણમતું નથી અને જ્ઞાન કદાપિ પરશેયરૂપે પરિણમતું નથી. પરંતુ પોતાના નિર્મળ-સ્વચ્છ સ્વભાવના સામર્થ્યથી ત્યારે સમ્યગુ જ્ઞાન સ્વયં જ પરશેયાકારના માત્ર પ્રતિભાસરૂપે પરિણમે છે. તેમ છતાં પણ