Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૪/૧૦ ० धमास्तिकायादिवद् असङ्गतया भाव्यम् ।
२१८१ जन्यस्यैव विभावपर्यायत्वाऽभ्युपगमे पुद्गले तदसम्भवेन "विब्भावं जीव-पोग्गलाणं च” (द्र.स्व.प्र.१८) प इति द्रव्यस्वभावप्रकाशोक्तिबाधात्, परापेक्षस्यैव विभावपर्यायतयाऽभ्युपगन्तव्यत्वाच्च ।
इत्थञ्च जीवादिपरद्रव्यसंयोगाऽऽविष्ट-लोकाकाशप्रमाण-स्वाभाविकसंस्थानशालिधर्मास्तिकायादौ ... परापेक्षानपेक्षाभ्यां शुद्धाऽशुद्धद्रव्यव्यञ्जनपर्यायौ युगपत् समाविशत इति सर्वत्राऽव्याहतप्रसरः । अनेकान्तवादो विजयतेतराम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अस्मन्निमित्तकाऽशुद्धव्यञ्जनपर्यायोत्पादादावपि यथा धर्मादि-क द्रव्याणि असङ्गानि तथा कर्मद्रव्यनिमित्तकशरीररूप-लावण्यादिहानि-वृद्धि-रोगाऽपयशो-दुर्भाग्य र्णि दारिद्र्याऽनादेयताद्यशद्धपर्यायोत्पादादावपि अस्माभिः असङगतया भाव्यम, “शरीररूप-लावण्य-ग्रामाऽऽराम સ્વીકારવામાં આવે તો “જીવમાં અને પુદ્ગલમાં વિભાવપર્યાય પણ હોય છે' - આ પ્રમાણે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં માઈલધવલજીએ જે વાત જણાવેલ છે, તે બાધિત થશે. કેમ કે કર્મોપાધિજન્યભાવો તો ફક્ત જીવમાં જ હોય છે. ઘટ-પટ વગેરે પુદ્ગલદ્રવ્યમાં તો કર્મોપાધિજન્ય ભાવો હોતા જ નથી. તેથી આ અપસિદ્ધાન્ત દોષના નિવારણ માટે કુંદકુંદસ્વામીએ પણ “કર્મોપાધિજન્ય હોય તે વિભાવપર્યાય' - આવું માનવાના બદલે “પરસાપેક્ષ હોય તે વિભાવ પર્યાય' - આ મુજબ માનવું પડશે.
* ધમદિ દ્રવ્યમાં શુદ્ધ-અશુદ્ધ વ્યંજનપર્યાય જ (ફૂલ્ય.) આ રીતે માનવામાં આવે તો જીવાદિ પર દ્રવ્યોના સંયોગથી વ્યાપ્ત, લોકાકાશપ્રમાણ, નૈિસર્ગિક સંસ્થાનને ધરાવનારા એવા ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોમાં સ્વભાવ-વિભાવ બન્ને પર્યાયો નિરાબાધપણે સિદ્ધ થશે. ધર્માસ્તિકાયાદિમાં જીવાદિદ્રવ્યોનો સંયોગ પરતાપેક્ષ હોવાથી વિભાવપર્યાય છે. લોકાકાશપ્રમાણ સ્વાભાવિક સંસ્થાન તે પરનિરપેક્ષ હોવાથી સ્વભાવપર્યાય છે. વિભાવ પર્યાય અહીં અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયસ્વરૂપ છે. તથા સ્વભાવપર્યાય પ્રસ્તુતમાં શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયાત્મક છે. આ રીતે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોમાં ફક્ત શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયનો એકાન્ત કલ્યાણકારી નથી. પરંતુ “શુદ્ધ-અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય એકીસાથે ધર્માસ્તિકાય વગેરેમાં રહે છે' - આવું માનવું વધુ વ્યાજબી છે. તેથી સર્વત્ર અપ્રતિહત રીતે પ્રસરતો સ્યાદ્વાદ અત્યંત વિજય પામે છે.
સ્પષ્ટતા :- ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યની આકૃતિ એ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યનો શુદ્ધ વ્યંજનપર્યાય છે. તથા ધર્માસ્તિકાય દ્રવ્યમાં રહેલ જીવાદિદ્રવ્યસંયોગ એ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યનો અશુદ્ધ વ્યંજનપર્યાય છે.
A B ધર્મદ્રવ્યનો ઉપદેશ આધ્યાત્મિક ઉપનય - આપણા નિમિત્તે ધર્માસ્તિકાય દ્રવ્યમાં અશુદ્ધ વ્યંજનપર્યાય ઉત્પન્ન થવા છતાં ધર્માસ્તિકાય દ્રવ્ય જેમ અસંગ અને અલિપ્ત રહે છે, તેમ કર્યદ્રવ્યના નિમિત્તે શરીરનું રૂપ કે લાવણ્ય વગેરે ઘટે કે વધે તથા માંદગી, બદનામી, દુર્ભાગ્ય, દરિદ્રતા, અનાદેયતા વગેરે અશુદ્ધ પર્યાયો ઉત્પન્ન થાય તો પણ આપણે ધર્માસ્તિકાય દ્રવ્યની જેમ અસંગ અને અલિપ્ત રહેવું જોઈએ. આવી અસંગતા અને અલિપ્તતા લાવવા માટે જ્ઞાનસારના એક શ્લોકની વિભાવના કરવી. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ
1. વિમાવો નીવ-કુત્રિાનાશ્વ)