Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२१७४ • आन्तरज्ञानज्योतिः परमं तत्त्वम् ।
१४/९ ए मृगजलाधुदाहरणं विभावनीयम् । इत्थमेव निजाऽसङ्गाऽबन्धदशाप्रादुर्भावः शक्यः । तदुक्तं योगदृष्टिसमुच्चये
श्रीहरिभद्रसूरिभिः “मायाम्भः तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम्। तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ।।
भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि ह्यसङ्गः सन् प्रयात्येव परं पदम् ।।” (यो.दृ.स.१६५म् १६६) इति पूर्वोक्त(१०/२०)रीत्या विभावनीयम् । शे आन्तरज्ञानज्योतिर्विहायाऽन्यत् सर्वमुपद्रवात्मकमेव भासते सम्यग्दृशः परमार्थतः। तदुक्तं क योगदृष्टिसमुच्चये “अबाह्यं केवलं ज्योतिर्निराबाधमनामयम् । यदत्र तत्परं तत्त्वं शेषः पुनरुपप्लवः ।।" (વો..9૧૭) રૂતિ બાવનીયમ્'
इत्थञ्च निजनिरुपाधिक-निराकुल-निस्तरङ्ग-निःसङ्ग-शुद्धचैतन्यस्वभावविश्रान्तिकृते एव सर्वत्र सर्वदा सर्वथा प्रणिधानपूर्वं द्रुतं यतितव्यमित्याध्यात्मिकोपदेशोऽत्र सम्प्राप्यः आत्मार्थिभिः । ततश्च પ્રવૃત્તિ જ્યારે ચાલી રહી હોય, તે સમયે પણ ખરાબ કર્મ ન બંધાઈ જાય તે માટે “ભોજનાદિપ્રવૃત્તિ મૃગજળસમાન છે' - તેવી વિભાવના કરવી. તો જ અસંગદશા જન્મ, અબંધદશા પ્રગટે. એ અંગે શ્રીહરિભદ્રસૂરીશ્વરજીએ યોગદૃષ્ટિસમુચ્ચયમાં જણાવેલ છે કે – (રણપ્રદેશાદિ ક્ષેત્રમાં ઉનાળાના દિવસોમાં બપોરના સમયે દૂર-સુદૂર પાણી દેખાવાથી ત્યાં આગળ વધવામાં મૂંઝાતો અને ઉદ્વિગ્ન બનેલો મુસાફર જાણકાર વ્યક્તિ દ્વારા જાણી લે કે “સામે દેખાય છે તે પાણી નથી પણ ઝાંઝવાના નીર છે' - ત્યારે) “પરમાર્થથી મૃગજળને ઝાંઝવાના નીર તરીકે જોતો મુસાફર તેનાથી ઉગ પામ્યા વિના, ખચકાટ વગર જેમ તેની અંદરથી ઝડપથી પસાર થાય જ છે, તેમ “સ્વરૂપથી ભોગસુખો મૃગજળ જેવા છે' - આવું
જોતો સાધક (કર્મોદયથી આવી પડેલા) ભોગોને અસંગભાવે ભોગવવા છતાં પણ (તેમાંથી પસાર થઈને) 1 પરમ પદને = મોક્ષને પામે જ છે.” જેમ યથાર્થપણે મૃગજળ ઓળખાય પછી તે ક્યારેય મુસાફરને , આગળ વધવામાં બાધક ન બને, તેમ યથાર્થપણે ભોગસુખો મૃગજળતુલ્ય અંદરમાં ભાસે પછી તે કદાપિ
સાધકને મોક્ષમાર્ગે આગેકૂચ કરવામાં નડતરરૂપ થઈ શકતા નથી. તેથી સમ્યગ્દષ્ટિ સાધક યોગની છઠ્ઠી 2 કાંતાદૃષ્ટિ પામીને ભોગુસખોમાં અટવાતો નથી, રોકાતો નથી પરંતુ તેમાંથી અપેક્ષિત અસંગભાવે તે પસાર થઈ જાય છે. પૂર્વે (૧૦/૨૦) દર્શાવેલ પદ્ધતિ મુજબ અહીં વિસ્તારથી વિચારણા કરવી.
> જ્ઞાનજ્યોત સિવાય બધું ઉપદ્રવ વરૂપ – . (કાન્ત) ખરેખર આંતરિક જ્ઞાનજ્યોતને છોડીને બીજું બધુ સમ્યગ્દષ્ટિ સાધકને પરમાર્થથી ઉપદ્રવસ્વરૂપ જ લાગે છે. તેથી તો શ્રીહરિભદ્રસૂરીશ્વરજીએ યોગદૃષ્ટિસમુચ્ચયમાં જણાવેલ છે કે “પીડારહિત, રોગરહિત આંતરિક કેવળ ચૈતન્યજ્યોતિ જ જગતમાં પરમ તત્ત્વ છે. તે સિવાયની તમામ ચીજ ઉપદ્રવ છે, મોકાણ છે.” આ બાબત ઊંડાણથી મનન કરવા યોગ્ય છે.
આ નિજશુદ્ધચૈતન્યસ્વભાવમાં વિશ્રાપ્તિ કરીએ ! (ત્ય.) આ રીતે આત્માર્થી = મોક્ષાર્થી સાધકોએ સર્વત્ર, સર્વદા, સર્વ પ્રકારે પોતાના સ્વાભાવિક, આકુળતાશૂન્ય, નિસ્તરંગ, નિઃસંગ એવા શુદ્ધચૈતન્યસ્વભાવમાં જ વિશ્રાન્તિ કરવા માટે, લીન-લયલીન થવા માટે ઝડપથી દઢપણે પ્રયત્ન કરવો જરૂરી છે. “મારા શુદ્ધચૈતન્યસ્વભાવમાં જ મારે વિશ્રાન્તિ